હું મારા નિંદકોને માન આપુ છું, તે 2 પ્રકારના હોય છે

(Utkarsh Patel) નિંદકો બે પ્રકારના હોય છે.

  1. સાચી નિંદા કરનારા નિંદકો
  2. ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકો

સાચી નિંદા કરનારા લોકો સમજો કે ભગવાને આપણા ભલા માટે ચોકીદાર મોકલ્યા બરાબર છે. આ નિંદકો આપણું ધ્યાન રાખે અને આપણાથી જાણ્યે અજાણ્યે થતી ભૂલોને શોધી કાઢે અને એ વાતો સમાજમાં વહેતી કરે!

હાવેક જ્યારે આપણે માટે થતી એ વાતો આપણને ખબર પડે ત્યારે આપણે સફાળા જાગી જઈએ અને આપણામાં સુધારો કરી લઈએ તો લાભ થાય! લાભ થાયને? ચોક્કસથી લાભ થાય.

સાચી નિંદા સાંભળોને ત્યારે નિંદક પ્રત્યે ક્રોધ કે દ્વેષભાવ લાવવો યોગ્યક નથી. આવા નિંદકોનો હૃદયથી આભાર માની લેવો કેમકે તેમણે એમના જીવનનો અમૂલ્ય સમય આપણી ભૂલો શોધવામાં ફાળવ્યો એ મોટી વાત છે.

આપણામાં રહેલી ભૂલો કે ઊણપ સુધારી લેવાથી ફાયદો તો આપણો જ છે, નુકશાન કશું જ નથી.

હવે વાત ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોની. આ નિંદકો મારી દૃષ્ટીએ દયાપાત્ર લોકો છે. એક તો એ લોકો એમના જીવનનો અમૂલ્ય સમય આપણી સદંતર ખોટી નિંદા કરીને વ્યય કરે અને ઈર્ષ્યાના માર્યા એમનું મન અને શરીરમાં કઢાપો કરે એ જુદું. ઈર્ષ્યાના માર્યા તમારી ખોટી નિંદા કરનારક લોકોને એમનું કામ કર્યે રાખવા દેવું.

ખોટી નિંદા જેટલી વધુ થશે ને એટલો જ સમાજ તેમને ઝીણવટથી ચકાસશે અને તમારું ખરું વ્યક્તિત્વ સમાજ જાણશે. તમારા માટે ઈર્ષ્યાળુ નિંદકોએ જે ખોટી નિંદા ફેલાવી એના કરતા અનેક ઘણી તમારી સાચી અને સારી વાતો લોકો સુધી પહોંચશે.

મારી વ્યક્તિગત વાત કરું તો...

હું મારા બધા જ નિંદકોને મારી પાછળ વ્યસ્ત રાખું છું. એ મારા પ્રથમ મદદગાર લોકો છે જે મને સચેત રાખે છે અને અવિરત મારું જીવન વધુ સારું અને ચોક્કસ બને એના માટે મને જાગૃત, સચેત રાખે છે. નિંદકોને મારી નિંદામાં વ્યસ્ત રાખવા માટે હું પ્રતિક્રિયા આપવાનું પણ ટાળું છું અને હું મારા નિંદકોની નિંદા ક્યારેય કરતો નથી.

એક ખાસ વાત એ પણ ખરી કે હું મારા નિંદકોની નિંદા સાંભળવાનું પણ પસંદ કરતો નથી કેમકે જે લોકો મારી નિંદા પાછળ એમના જીવનનો અમૂલ્ય સમય ફાળવે એમની નિંદા સાંભળવાનું પાપ કહેવાય અને મારે એ પાપકર્મ કરવાનું થતું નથી.

સૌ નિંદકોનો હૃદયથી અંતઃકરણથી આભાર માનીએ અને એમનું નિંદાનું કાર્ય અવીરત વેગવંતુ રહે એવી પ્રભુને વિનમ્ર પ્રાર્થના કરીએ.

અગત્યનું:

બધા જ ગુણ અવગુણ ધરાવતા નિંદકોને એમનું કામ કરવા દેજો. બસ નિંદાથી નિરાશ થયા વિના નિંદાને આવકારી એનો અભ્યાસ કરજો અને ઉકેલ કાઢજો.

ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોને કદીએ નિરાશ કરશો નહીં એમને વધુ નિંદા માટે પ્રોત્સાહિત કરજો.

(સુદામા)

Top News

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
National 
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
National 
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Copyright (c) Khabarchhe All Rights Reserved.