દયા કરશો તો કોઇક તમને ક્યારેક યાદ કરશે

(Utkarsh Patel) દયાભાવ સૌનામાં હોય જ છે પણ પ્રમાણમાં વધ ઘટ હોય.

સફળતા, રાજસત્તા અને ધન વધે એટલે અહમ્ વધે અને અહમ્ વધેને એટલે મોટાભાગના કિસ્સામાં દયાભાવ ઘટી પડે. સમજો કે દયા મરીપરવારે!

આપણામાં દયાનો ભાવ સ્થિરતાપૂર્વક જળવાય રહે તો આપણને સૌ યાદ તો કરે જ ખરા પણ કર્મના હિસાબમાં સારા કર્મ વધી પણ પડે.

જીવનમાં આપણે સફળ થઇએ, પદ પ્રતિષ્ઠા ધન આવેને તોયે દયાભાવ ને મન અને હૈયામાંથી ઘટવા દેવો જોઈએ નહીં. આપણી પાસે જે કંઈ પણ છે તેના દાતા ભગવાન પોતે છે, એમની ઈચ્છાથી આપણે પ્રમાણમાં સુખી કે દુઃખી હોઈએ છીએ.

ભગવાનની દયાથી જ આપણી પાસે બધા સુખ છે!! ભગવાને દયા રાખી તો સુખી છીએને?

જ્યારે આપણે ભગવાનની દયાને આધારીત છીએ તો પછી કોઈક દુઃખિયારા, નબળા વ્યક્તિને એના દુઃખના જરૂરના સમયે આપણે દયા રાખીને એને મદદરૂપ ના થવું જોઈએ? યથાશક્તિ મદદરૂપ થઈને દયાભાવ દાખવવો જોઈએ.

પોતાના સ્વજનો, મિત્રો કે પછી પરિચીતો પર પ્રથમ દયાભાવ રાખવો જોઈએ. હું તો ત્યાં સુધી વ્યક્તિગત રીતે કહીશ કે દુશ્મન પ્રત્યે પણ દુશ્મનાવટના વિષય સિવાય અન્ય બાબતોમાં જો એને મદદની જરૂર હોય તો દયાભાવ રાખી મદદ કરવી જ જોઈએ. દુશ્મનાવટ એની જગ્યાએ અને માનવતા દયાભાવના સંસ્કાર એની જગ્યાએ.

જ્યારે જ્યારે તમે કોઈને દયાભાવ રાખી મદદરૂપ થશો ત્યારેક ત્યારે મદદ લેનાર જીવના હૈયામાં તમે કાયમી વસી જશો. એ વ્યક્તિ બોલે કે ના બોલે પણ એનો આત્મા જરૂરથી તમારો આભારી હશે!! 

જગતમાં આપણું શરીર રહે કે ના રહે આપણે દાખવેલી દયા યાદ સ્વરૂપે કોઈકના હૈયામાં અને મગજમાં હંમેશ માટે વસી જતી હોય છે.

અગત્યનું:

જીવનમાં વિનમ્રભાવે દયાભાવ રાખજો તો ભગવાનનો દયાભાવ તમારા પર જળવાયેલો રેહશે.

(સુદામા)

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.