- Loksabha Election 2024
- રાહુલ ગાંધી અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઇરાની સામે કેમ ચૂંટણી નથી લડવાના?
રાહુલ ગાંધી અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઇરાની સામે કેમ ચૂંટણી નથી લડવાના?
જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઉત્તર પ્રદેશની 2 મહત્ત્વની બેઠકો અમેઠી અને રાયબરેલી પર આખરે કોંગ્રેસે ઉમેદવારાનો નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક અમેઠી પર રાહુલ ગાંધી ભાજપના સ્મૃતિ ઇરાની સામે ચૂંટણી લડવાના નથી. કોંગ્રેસે અમેઠી બેઠક પરથી કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે. જ્યારે રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી 4 લોકસભા જીતેલા છે. ભાજપે દિનેશ પ્રતાપસિંહને ટિકિટ આપેલી છે.
ભાજપ નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીથી ડરીને અમેઠી બેઠક છોડી દીધી છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી અત્યારે નેશનલ ચહેરો છે. જો તેઓ અમેઠીથી ચૂંટણી લડતે તો તેમણે અમેઠી પર તેમણે ફોકસ કરવું પડતે આખા દેશમાં પ્રચાર નહીં કરી શકતે. રાયબરેલી સેફ બેઠક છે એટલે ત્યાં તેમની હાજરીની જરૂર નથી.

