રાહુલ ગાંધી બેવડી નાગરિકતા કેસથી અલગ થયા જસ્ટિસ વિદ્યાર્થી, જણાવ્યું કારણ

અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા બેવડી નાગરિકતા કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. ગયા અઠવાડિયે જસ્ટિસ વિદ્યાર્થીએ રાહુલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો હતો. 17 એપ્રિલના રોજ કોર્ટે કહ્યું હતું કે, ‘પ્રથમ દૃષ્ટિએ, એક કેસ બનેલો હોય તેવું લાગે છે, અને રાજ્ય સરકાર ઇચ્છે તો આ મામલો કેન્દ્ર સરકારને મોકલી શકે છે. પરંતુ, બાદમાં તેમણે પોતાના આદેશ પર સ્ટે આપ્યો હતો.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પોલીસને આવા કોઈપણ નિર્દેશો આપતા પહેલા એ વિચાર કરવો જોઈએ કે આ કેસમાં રાહુલ ગાંધીનો પક્ષ સાંભળવો જોઈએ કે નહીં. તો હવે, જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ આ કેસની સંપૂર્ણ સુનાવણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થાય કે હવે એક અલગ બેન્ચ આ કેસની સુનાવણી કરશે. આ કેસ રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાના આરોપો સાથે જોડાયેલો છે, જેમાં તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. એવામાં પ્રશ્ન એહે છે કે ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીએ આ કેસની સુનાવણીમાંથી પોતાને કેમ અલગ કરી લીધા?

Justice-Subhash-Vidyarthi1
deshbandhu.co.in

જજ શા માટે અલગ થયા?

કોર્ટે અરજદાર એસ. વિગ્નેશ શિશિર દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અંગે નારાજગી વ્યક્ત કરી. ન્યાયાધીશ વિદ્યાર્થીએ કહ્યું કે, અરજદારે સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા કે કોર્ટે હજુ સુધી આદેશ તેની વેબસાઇટ પર અપલોડ કેમ કર્યો નથી? જ્યારે આદેશ અપલોડ કરવામાં વિલંબ માટે એક માન્ય કારણ કેસ ફાઇલમાં પહેલાથી જ નોંધાયેલું છે. કોર્ટને લાગ્યું કે અરજદારની પોસ્ટ્સ કોર્ટના ઇરાદા પર શંકા કરે છે અને પરંતુ અરજદારની પોસ્ટથી એવું લાગી રહ્યું છે કે, તેમણે ન્યાયતંત્રમાં વિશ્વાસ ગુમાવી દીધો છે.

જસ્ટિસ વિદ્યાર્થીએ આ વાત પર પણ વાંધો ઉઠાવ્યો કે અરજદારે સોશિયલ મીડિયા પર લોકો પાસેથી સલાહ માંગી હતી કે શું તેમણે કોર્ટને રાહુલ ગાંધીને રૂબરૂ હાજર રહેવાની માંગ કરવી જોઈએ કે નહીં? કોર્ટે સ્વીકાર્યું કે, કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવાને બદલે અરજદાર સોશિયલ મીડિયા પર કોર્ટની ટીકા કરી રહ્યો છે અને કેસ સંબંધિત નિર્ણયો પર જાહેર અભિપ્રાય માંગી રરહ્યો છે, જે અયોગ્ય છે.

Justice-Subhash-Vidyarthi2
barandbench.com

તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર અરજદાર દ્વારા કરવામાં આવેલી પોસ્ટ્સથી સંકેત મળે છે કે તેણે અગાઉ કોર્ટ સામે આરોપો લગાવ્યા છે. ત્યારબાદ, તેણે આ સંબંધમાં જનમત માંગ્યો છે કે શું આ કેસને આ કોર્ટ સમક્ષ આગળ વધારવો જોઈએ? એટલે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવી યોગ્ય રહેશે નહીં. ન્યાયાધીશ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે કોર્ટ અરજદારોના મંતવ્યોથી પ્રભાવિત નથી.

શું છે આખો મામલો?

કર્ણાટકના રહેવાસી એસ. વિગ્નેશ શિશિરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે ભારતીય ન્યાય સંહિતા (BNS), સત્તાવાર ગુપ્તતા અધિનિયમ, વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ રાહુલ ગાંધી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. શિશિરનો દાવો છે કે રાહુલ ગાંધી બ્રિટન સ્થિત કંપની 'બેકઓપ્સ લિમિટેડ'માં ડિરેક્ટર હતા અને ત્યાંના સત્તાવાર સરકારી દસ્તાવેજોમાં પોતાને બ્રિટિશ નાગરિક તરીકે ગણાવ્યા હતા.

Justice-Subhash-Vidyarthi4
indiatoday.in

તેમણે દલીલ કરી હતી કે જો રાહુલે વિદેશી નાગરિકતા મેળવી છે, તો તેમની ભારતીય નાગરિકતા રદ કરવી જોઈએ. વિગ્નેશ શિશિરે માંગ કરી હતી કે પોલીસ રાહુલ ગાંધી સામે ફોજદારી કેસ નોંધે. આ અરજીની નોંધ લેતા અલ્લાહબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે શુક્રવારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, જસ્ટિસ વિદ્યાર્થીએ નિર્દેશ આપ્યો હતો કે, એકવાર FIR નોંધાઈ જાય પછી, કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. જોકે, ત્યારબાદ, તેમણે પોતાના આદેશ પર રોક લગાવી અને સુનાવણીમાંથી પોતાને અલગ કરવાનો નિર્ણય લીધો.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.