જસ્ટિસ સ્વર્ણ કાંતાની સ્પષ્ટ વાત, તેઓ જ કેજરીવાલ કેસની સુનાવણી કરશે, કારણો પણ જણાવ્યા

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા જ એક્સાઇઝ પોલિસી કેસની સુનાવણી કરશે. કેજરીવાલ દ્વારા ન્યાયાધીશ બદલવાની માંગ કરતી અરજીને જસ્ટિસ સ્વર્ણ કાંતાએ ફગાવી દીધી છે. તેમણે આ નિર્ણય માટે અનેક કારણો આપ્યા છે. કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર પલટવાર કરતા જસ્ટિસ શર્માએ પૂછ્યું કે, જો કોઈ રાજકારણીની પત્ની રાજકારણમાં પગ મૂકી શકે છે, તો આપણે ન્યાયાધીશોના બાળકોના કાયદાકીય વ્યવસાયમાં પ્રવેશવા પર કેવી રીતે પ્રશ્ન ઉઠાવી શકીએ? આ કોઇ ન્યાયાધીશોના બાળકો કાનૂની વ્યવસાયમાં પ્રવેશી શકતા નથી તેવો દાવો કરવો તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

અરજી પર પોતાનો ચૂકાદો આપતા જસ્ટિસ શર્માએ કહ્યું કે, હું આ કેસમાંથી પોતાને અલગ નહીં કરું. હું આ કેસની સુનાવણી ચાલુ રાખીશ. જ્યારે આ અગાઉની અરવિંદ કેજરીવાલે પોતે જ ન્યાયાધીશ સ્વર્ણ કાંતા સામે તેમના કેસની દલીલ કરવા દરમિયાન તેમન પર અનેક આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ કેજરીવાલ સહિત અન્ય  કેસની સુનાવણી છોડવાની અરજી ફગવતા કહ્યું કે, ‘હું આ કેસની સુનાવણીમાંથી નહીં હટું, જો હું સુનાવણીથી અલગ થાઉં છુ અને એ પણ કશું જણાવ્યા વિના સુનાવણીથી અલગ થાઉં છું તો ઘણા પ્રકારની વાતો થશે. સાથે જ કદાચ આ ફાઇલ જ બંધ થઈ શકે છે; જોકે, આ અરજી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર દરેક જગ્યાએ ચર્ચા થતી રહેશે.

ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આ જ કારણોસર, હું આ અરજીને નકારી કાઢું છું. મારા શપથ બંધારણ પ્રત્યે છે. મારા શપથથી મને શીખવવામાં આવ્યું છે કે, ન્યાયાધીશે દબાણ સામે ઝૂકવાનું હોતું નથી. સાચો ન્યાય એ છે જે દબાણ સામે અડગ રહે છે. આ મારો અડગ સંકલ્પ રહ્યો છે અને રહેશે. હું કોઈપણ ભય કે પક્ષપાત વિના મારા ચૂકાદા આપીશ. ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું કે, આ વાતો છતા મેન આ અરજીઓ પર નિર્ણય કરી લીધો છે, એ વાતથી પ્રભાવિત થયા વિના કેસથી અલગ થવાની અરજી અને આ અરજીઓ ક્યારેય કેસના સંદર્ભમાં સબમિટ કરવામાં આવી જ ન હોય. આ આ અરજીઓમાં મેં જે કંઈ પણ કહ્યું છે તે ફક્ત તે આ અરજીઓના નિર્ણય માટે છે.

Justice-Swarna-Kanta-Sharma1
deshbandhu.co.in

ન્યાયાધીશ શર્માએ એવા આરોપો પર વાત કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પરિવારના સભ્યોને કેસ મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જો આ કોર્ટના ન્યાયાધીશના સંબંધીઓ સરકારી પેનલમાં હોય, તો પણ અરજદારે દર્શાવવું જોઈએ કે આનો વર્તમાન કેસ અથવા કોર્ટની ન્યાયિક શક્તિઓ પર શું અસર પડી છે. કેજરીવાલે એવો કોઈ સંબંધ દર્શાવ્યો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ અરજદાર 'બાર' (વકીલો) અને 'બેન્ચ' (ન્યાયાધીશો) વચ્ચેના સંબંધને તોડી અથવા નબળા નહીં કરી શકે.

કેજરીવાલે ન્યાયાધીશ શર્મા પર RSS સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવાનો આરોપ મૂક્યો હતો. આનો જવાબ આપતા ન્યાયાધીશોએ કહ્યું હતું કે સંગઠન ભલે ગમે તે હોય, તેના સ્થાપક કોઈ પણ હોય, ન્યાયાધીશોને ફક્ત કોર્ટના ન્યાયાધીશ તરીકે વિદ્યાર્થીઓ અથવા બારના સભ્યો સાથે વાતચીત કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આવી વાતચીતો કાયદાના મુદ્દાઓ સુધી મર્યાદિત છે. બાર અને બેન્ચ વચ્ચેનો સંબંધ ફક્ત કોર્ટરૂમ સુધી મર્યાદિત હોતા નથી.

Justice-Swarna-Kanta-Sharma
tv9hindi.com

ન્યાયાધીશ શર્માએ ટિપ્પણી કરી કે, એક ન્યાયાધીશ તરીકે તેમના મૌન પર કસોટી લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેમણે કેસમાંથી 'બહાર નીકળવાની' માંગણી કરતી અરજી પર નિર્ણય લેવા માટે વ્યક્તિગત રીતે તેમના પર લગાવવામાં આવેલા આરોપો અને સંકેતો સાંભળવાનો મુશ્કેલ માર્ગ પસંદ કર્યો છે. આ પહેલી ઘટના છે જેમાં ન્યાયાધીશ સમક્ષ જજને અલગ કરવાની માંગ કરતી આવી અરજી દાખલ કરવામાં આવી છે.

કેજરીવાલ કેસમાં ન્યાયાધીશ શર્માએ કહ્યું કે, તેમની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. તેમના આદેશમાં ન્યાયાધીશ શર્માએ કહ્યું કે, જ્યારે તેમણે નિર્ણય લખવાનું શરૂ કર્યું, તો કોર્ટરૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, તે ક્ષણે તેમણે પોતાની જવાબદારી અનુભવાઈ, કારણ કે તેમણે ભારતના બંધારણને જાળવી રાખવાના શપથ લીધા છે, તેમને લાગ્યું કે તેમનું મૌન એક રીતે કસોટી છે, અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને સંસ્થાના ગૌરવને પર પણ છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધી બેવડી નાગરિકતા કેસથી અલગ થયા જસ્ટિસ વિદ્યાર્થી, જણાવ્યું કારણ

અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા બેવડી નાગરિકતા કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. ગયા...
National 
રાહુલ ગાંધી બેવડી નાગરિકતા કેસથી અલગ થયા જસ્ટિસ વિદ્યાર્થી, જણાવ્યું કારણ

જસ્ટિસ સ્વર્ણ કાંતાની સ્પષ્ટ વાત, તેઓ જ કેજરીવાલ કેસની સુનાવણી કરશે, કારણો પણ જણાવ્યા

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા જ એક્સાઇઝ પોલિસી કેસની સુનાવણી કરશે. કેજરીવાલ દ્વારા ન્યાયાધીશ બદલવાની માંગ કરતી અરજીને જસ્ટિસ સ્વર્ણ કાંતાએ...
National 
જસ્ટિસ સ્વર્ણ કાંતાની સ્પષ્ટ વાત, તેઓ જ કેજરીવાલ કેસની સુનાવણી કરશે, કારણો પણ જણાવ્યા

શું ડમી સ્કૂલિંગ કરતા વિદ્યાર્થીઓ ધો. 12 બોર્ડની પરીક્ષા નહીં આપી શકે? 

ગુજરાત અને દેશભરમાં આજે એક મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. એક બાજુ દરેક વાલી પોતાના બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા...
Education 
શું ડમી સ્કૂલિંગ કરતા વિદ્યાર્થીઓ ધો. 12 બોર્ડની પરીક્ષા નહીં આપી શકે? 

કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન...
Gujarat 
કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.