- Maharashtra Assembly Election
- મહારાષ્ટ્રમાં CMની ખેંચતાણ, ક્યાંક શરદ પવાર કોઇ ગેમ ન કરી નાંખે
મહારાષ્ટ્રમાં CMની ખેંચતાણ, ક્યાંક શરદ પવાર કોઇ ગેમ ન કરી નાંખે

મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ અને મંત્રાલય માટે ખેંચતાણ ચાલી રહી છે જેને કારણે 9 દિવસ થવા છતા હજુ મુખ્યમંત્રીનું નામ જાહેર થઇ શક્યું નથી. આજથી 25 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં આવી જ સ્થિતિ બની હતી. ભાજપ અને શિવસેના (તે વખતે સ્પલીટ નહોતી થઇ) વચ્ચે સરકાર બનાવવામાં એટલી લાંબા દિવસો સુધી ખેંચતાણ ચાલી હતી કે શરદ પવારે ખેલ પાડીને સરકાર બનાવી દીધી હતી અને ભાજપ- શિવસેનાની સરકાર બનતા રહી ગઇ હતી.
આ વખતે લાંબી ખેંચતાણ ચાલી રહી છે તો ક્યાંક શરદ પવાર કોઇ ગેમ ન કરી નાંખે. શરદ પવારને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે.
1999માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું અને NCP અને કોગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડી હતી. તે વખતે કોઇ પણ પાર્ટીને બહુમતી નહોતી મળી. ભાજપ-શિવસેવાએ સરકાર બનાવવાની કોશિશ કરી, પરંતુ શરદ પવારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને વિલાસરાવ દેશમુખને મુખ્યમંત્રી બનાવી દીધા હતા.
Related Posts
Top News
‘બીજા જન્મમાં કુતરા બનશો..’, મીટિંગમાં રોષે ભરાયેલા રોકાણકારે સંભળાવી બ્રહ્માજીની કહાની; આપી દીધો શ્રાપ
ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય, 50 કિમીમાં અકસ્માત થશે તો...
મંદિરના તળાવમાં નોન-હિન્દુ વ્લોગરે ધોયા પગ, બનાવ્યો વીડિયો; શુદ્ધિકરણ કરાયું
Opinion
-copy.jpg)