સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા માટે શિવમ દુબેનો ઉપયોગ કરે છે, તો તેનો અર્થ એ કે તેઓ દબાણમાં છે. ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચ દરમિયાન, ભારત પાસે છઠ્ઠા બોલરની અછત હતી. ત્યારપછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે શિવમ દુબેને બે ઓવર ફેંકવા આપી હતી. શિવમે આ બે ઓવરમાં 46 રન આપ્યા હતા.

5 માર્ચે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ રમાઈ હતી. આ મેચની અંતિમ ઓવરોમાં, જ્યારે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય બોલરોની ધોલાઈ કરી રહ્યા હતા, ત્યારે ભારતને છઠ્ઠા બોલરની જરૂર હતી. જોકે, ટીમ ઇન્ડિયા આ મેચમાં પાંચ બોલરો સાથે ઉતરી હતી, તેથી તેમની પાસે છઠ્ઠા બોલિંગનો વિકલ્પ નહોતો.

છેલ્લી ત્રણ ઓવરમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 45 રનની જરૂર હતી. જેકબ બેથેલ અંતિમ ઓવરોમાં જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. તેની બેટિંગને ધ્યાનમાં રાખતા આ રન બનાવવા મુશ્કેલ નહોતા. ટીમ ઈન્ડિયા દબાણ હેઠળ હતી અને આ મેચ તેમના હાથમાંથી જતી હોય તેમ લાગી રહ્યું હતું.

Team India
livehindustan.com

18મી ઓવર ફેંકવા આવેલા જસપ્રીત બુમરાહએ ઈંગ્લિશ બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા. તેણે આ ઓવરમાં માત્ર 6 રન આપ્યા. તેના કરિશ્માઈ ઓવરથી ભારતે ઇંગ્લેન્ડને દબાણમાં લાવી દીધું હતું. હાર્દિક પંડ્યાએ 19મી ઓવર ફેંકી. તેણે જોરદાર બોલિંગ કરી અને સેમ કુરનની વિકેટ લીધી. હાર્દિકે 19મી ઓવરમાં નવ રન આપ્યા.

છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે ૩૦ રનની જરૂર હતી. શિવમ દુબેએ અંતિમ ઓવરમાં આ 30 રનનો બચાવ કરવાનો હતો. સૂર્યકુમાર યાદવે અક્ષર પટેલને અંતિમ ઓવરમાં બોલ ફેંકવાનું યોગ્ય ન માન્યું કારણ કે અક્ષર ડાબોડી બોલર છે. આ કપરી પરિસ્થિતિમાં, ડાબોડી બોલરને ડાબોડી બેટ્સમેન સામે બોલ ફેંકવો યોગ્ય ન હતો.

ભારત પાંચ બોલરો સાથે સેમિફાઇનલમાં પ્રવેશ્યું હતું, તેથી તેમની પાસે શિવમ દુબે સિવાય કોઈ વિકલ્પ નહોતો. શિવમ પર ઓછામાં ઓછા બે બોલ એવી રીતે ફેંકવાનું દબાણ હતું જેના પરિણામે બાઉન્ડ્રી ન જાય. શિવમે એવું કર્યું પણ.

Team India
livehindustan.com

જેકબ બેથેલ ઓવરના પહેલા બોલ પર રન કરવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થઈ ગયો. તેના આઉટ થવાથી ભારતે થોડી હળવાશ અનુભવી. જ્યાં સુધી બેથેલ ક્રીઝ પર હતો, ત્યાં સુધી ટીમ ઈન્ડિયા ખૂબ જ મુશ્કેલીમાં હતી. ત્યારપછી, શિવમે બીજા અને ત્રીજા બોલ પર એક-એક રન આપ્યો, જેનાથી ભારતની જીત નક્કી થઈ ગઈ.

પરંતુ, શિવમ દુબેના છેલ્લા ત્રણ બોલ પર જોફ્રા આર્ચરે જે રીતે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા તે ખૂબ જ ચિંતાજનક હતું. એટલું સારું હતું કે આ સમયગાળા દરમિયાન શિવમે એક પણ નો-બોલ ફેંક્યો નહીં. નહિંતર, જોફ્રાના આક્રમણથી, તે મેચ આંચકીને જીતી ગયા હોતે. શિવમે છેલ્લી ઓવરમાં 22 રન આપ્યા. ટીમ ઈન્ડિયાએ આ મેચ ફક્ત 7 રનથી જીતી લીધી.

શિવમ દુબે T20 વર્લ્ડ કપમાં છઠ્ઠા બોલર તરીકે ખૂબ મોંઘો રહ્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં 10.2 ઓવરમાં 146 રન આપ્યા છે. તેની નબળી બોલિંગને કારણે, ભારતને ફાઈનલમાં છઠ્ઠા બોલરની જરૂર પડશે. જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં છ બોલરોની સાથે મેદાનમાં ઉતરશે નહીં, તો તેમના માટે ટાઇટલ જીતવું મુશ્કેલ બનશે.

About The Author

Top News

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.