બર્થ-ડે પાર્ટી બની ગઇ કાળ... મુંબઈ-વડોદરા હાઇવે પર 250 કિમી/કલાકની ઝડપે દોડાવી BMW; ફૂરચે-ફૂરચા ઉડી ગયા

મહારાષ્ટ્રના બદલાપુરથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. જન્મદિવસની ઉજવણી પછી હાઇ સ્પીડ ડ્રાઇવ કરવા નીકળેલા ત્રણ યુવાન મિત્રોની મુસાફી થોડીવારમાં જ એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. મુંબઈ-વડોદરા હાઇવે પૂરપાટ ઝડપી દોડતી BMW સાથે એવો ભયાનક અકસ્માત થયો કે બે યુવાનોનું ઘટનાસ્થળે જ જીવ જતા રહ્યા, જ્યારે ત્રીજાને ગંભીર ઇજાઓ થઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફરચેફૂરચા ઉડી ગયા અને શરીરના ભાગો દૂર-દૂર વિખેરાઈ ગયા હતા.

અહેવાલો અનુસાર, અકસ્માત સમયે કાર 250 કિમી/કલાકથી વધુ ઝડપે દોડી રહી હતી. મૃતકોની ઓળખ બદલાપુરના રહેવાસી યોગેશ નેગી (26) અને બાંદ્રાના રહેવાસી રેબેકા જેકબ (24) તરીકે થઈ છે. યોગેશનો જન્મદિવસ હતો, અને તેણે બદલાપુર પશ્ચિમમાં મિત્રો સાથે પાર્ટી કરી હતી; ત્યારબાદ, યોગેશ, રેબેકા અને કારના માલિક અંગદ, નિર્માણાધીન એક્સપ્રેસવે પર મોડી રાત્રે ડ્રાઇવ કરવા ગયા.

કહેવામાં આવી રહ્યું છે કે, આ દુ:ખદ ઘટના રવિવાર 21 જૂનના રોજ વહેલી સવારે બની હતી, જ્યારે BMW ટિટવાલાથી બદલાપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન એરંજાડ વિસ્તાર નજીક ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો, અને પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઇડર સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ઘણી વખત પલટી ગઈ અને રસ્તા પર ધસડાતી ગઇ ગઈ.

road accident
aajtak.in

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, BMW રાત્રે 2:00 થી 3:00 વાગ્યાની વચ્ચે એક્સપ્રેસવે પર ઘણી વખત ઝડપથી દોડતી જોવા મળી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ‘કાર બે વાર ખૂબ જ ઝડપથી નીકળી ગઈ. ત્રીજી વખત જોરથી અવાજ સંભળાયો. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે કાર સંપૂર્ણપણે તબાહ થઇ ગઈ હતી. એક યુવતી ઘણા દૂર ફંગોળાઈ ગઈ હતી અને થોડીવાર પછી તેનો જીવ જતો રહ્યો.

આ અકસ્માતમાં બદલાપુરના રહેવાસી યોગેશ દિઘે અને રિકેબા જેકબનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો હતો, જ્યારે અંગદ નામના યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતી. તેને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, મિત્રોનું જૂથ શનિવારે રાત્રે જન્મદિવસની પાર્ટી ઉજવીને બદલાપુર પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.

ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત સ્થળેથી મહત્ત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, અને પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ડ્રાઇવર દારૂના નશામાં હતો, પરંતુ પોલીસે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આખરે 250 કિમી/કલાકથી વધુની ઝડપ, બેદરકારી હતી કે પછી કોઈ અન્ય કારણ? આ ભયાનક અકસ્માત પાછળનું સાચું ચિત્ર તપાસ પછી જ બહાર આવશે.

road accident
aajtak.in

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલો અંગદ કાર ચલાવી રહ્યો હતો. તેની સારવાર થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ચાલી રહી છે, અને તેની હાલત હાલમાં જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આટલી ગંભીર ટક્કર છતા અંગદ કેવી રીતે બચી ગયો તે સ્પષ્ટ નથી. પોલીસે હજુ સુધી તેનું નિવેદન નોંધ્યું નથી.

About The Author

Top News

TMC નેતા સબ્યસાચીની મહિલા મિત્રના ઘરેથી મળ્યો ખજાનો; 'સોનાની ખાણ' જોઈને અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા

પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા પછી, TMC નેતાઓની આસપાસ સકંજો કડક થઈ રહ્યો છે. TMCના ભૂતપૂર્વ મેયર સબ્યસાચી દત્તાની...
National 
TMC નેતા સબ્યસાચીની મહિલા મિત્રના ઘરેથી મળ્યો ખજાનો; 'સોનાની ખાણ' જોઈને અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા

ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા, 7 વર્ષની સજા, શું છે આખો મામલો

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને રાજપીપલા સેસન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે.  ચૈતર વસાવાએ ફોરેસ્ટના...
Gujarat 
ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા, 7 વર્ષની સજા, શું છે આખો મામલો

સુરતમાં નિર્માણાધીન બ્રિજના બે પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગર્ડરનો ભાગ અચાનક નમી ગયો

સુરતમાં ફરી એક વખત બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે. રેલવે ગોડાઉન ગ્પર નિર્માણાધીન બ્રિજના...
Gujarat 
સુરતમાં નિર્માણાધીન બ્રિજના બે પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગર્ડરનો ભાગ અચાનક નમી ગયો

પોલીસે 107 પેન્ડિંગ ચલણ અને 2.36 લાખના દંડવાળી બાઇક લઇને ફરતા શખ્સને ઝડપી પાડ્યો

દિલ્હી નજીક ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાહન તપાસ દરમિયાન, એક એવી ઘટના બની, જેને જોયા બાદ...
National 
પોલીસે 107 પેન્ડિંગ ચલણ અને 2.36 લાખના દંડવાળી બાઇક લઇને ફરતા શખ્સને ઝડપી પાડ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.