- National
- 20 વર્ષીય મુસ્લિમ યુવતીએ કર્યું ધર્મ પરિવર્તન, હિન્દુ પ્રેમી સાથે કર્યા લગ્ન, પણ પરિવાર...
20 વર્ષીય મુસ્લિમ યુવતીએ કર્યું ધર્મ પરિવર્તન, હિન્દુ પ્રેમી સાથે કર્યા લગ્ન, પણ પરિવાર...

ઉત્તર પ્રદેશની બરેલીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ છોકરીએ ધર્મ પરિવર્તન કરી લીધો છે અને પોતાના હિન્દુ પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. છોકરીએ પોતાના માતા-પિતા અને સંબંધીઓ તરફથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે અને તેણે એક વીડિયો બનાવ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તેણે જે કંઈ કર્યું છે તે પોતાની મરજીથી કર્યું છે.
શું છે આખો મામલો?
20 વર્ષીય દાનિયા ખાને પોતાનો પરિવાર છોડીને, એક હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા અને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. દાનિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને, માત્ર પોતાના પરિવારને ગુમ થયાનો રિપોર્ટ પાછો ખેંચવાની અપીલ કરી છે, પરંતુ પોલીસ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. દાનિયા ખાને વીડિયોમાં કહ્યું કે મારું નામ દાનિયા છે, હું 20 વર્ષની છું અને હું બરેલીના પ્રેમનગરની રહેવાસી છું. કૃપયા પોલીસ કેસ પાછો લઇ લો. હું જ્યાં પણ છું, મારી મરજીથી છું અને હું ખુશ છું. 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8:00 વાગ્યે, મેં મારી મરજીથી ઘર છોડ્યું હતું.
દાનિયાએ પોતાના પિતાને સંબોધિત કરતા કહ્યું કે, ગુમ થયાનો રિપોર્ટ પાછો ખેંચી લો. જો મારા જીવને જોખમ થશે, તો તમે બધા તેના માટે જવાબદાર રહેશો. જો મને કંઈ થશે તો મારા માતા-પિતા અને પોલીસ અધિકારીઓ (જે મારા પરિવાર સાથે મળેલા છે) તેના માટે જવાબદાર રહેશે.
એક અન્ય વીડિયોમાં, દાનિયાએ પોતાના પરિવારને ટ્રોલ કરનારાઓને જવાબ આપતા કહ્યું કે મારા પરિવારને દોષ ન આપો. મેં જે કર્યું તે મારી ભૂલ હતી, મારા પરિવારની નહીં. તેના માતા-પિતાએ તેનો સારો ઉછેર કર્યો છે. મારા પિતાને તેમાં સામેલ ન કરો. વીડિયોમાં, તેણ માગમાં સિંદૂર અને કપાળ પર તિલક લગાવીને નજરે પડે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેણે લગ્ન કરી લીધા છે. પ્રેમનગર પોલીસ સ્ટેશનની પોલીસ છોકરી અને તેના પતિને શોધી રહી છે અને દરેક એંગલથી તપાસ કરી રહી છે.