પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટના માધ્યમથી મિત્રતા કરીને પતિને એક રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો અને તેને રંગે હાથે પકડી લીધો. મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરનો આ મામલો છે. માધોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી 23 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2023માં એક ખાનગી કંપનીના સેલ્સમેન અતુલ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ, અતુલ મોટા ભાગે મોબાઇલ ફોન પર કલાકો સુધી વ્યસ્ત રહેતો અને ઘરની બહાર જઈને જ વાત કરતો હતો. તેની ગતિવિધિઓને કારણે તેની પત્નીને શંકા ગઈ. પૂછપરછ કરતા અતુલે કહ્યું કે તેને કંપનીના કોલ આવે છે.

husband-wife1
extension.usu.edu

 

આ ઉપરાંત, પતિ દ્વારા મોબાઈલ લોક રાખવો, મોડી રાત સુધી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ચેટ કરવી અને મોટાભાગનો સમય ઘરની બહાર રહેવું, નવપરિણીતા હેરાન કરવા લાગ્યું. પત્નીને શંકા જતા તેણે પોતાની બહેનની IDનો ઉપયોગ કરીને સીમ કાર્ડ ખરીદ્યું અને નકલી નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને એક સુંદર છોકરીનો DP મૂકી દીધી. ત્યારબાદ તેણે એજ ID પરથી પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. પતિ અતુલે તરત જ રિક્વેસ્ટ સ્વીકારી લીધી અને કલાકો સુધી ચેટિંગ કરવા લાગ્યો. બંને વચ્ચે લગભગ 2 મહિના સુધી વાતચીત ચાલી. અતુલને શંકા ન થાય તે માટે, જ્યારે પણ વાત કરવાની જરૂર પડતી, પત્ની પોતાની બહેન સાથે વોઇસ કોલ પર વાત કરાવતી હતી.

અંતે, પતિને રંગે હાથે પકડવા માટે, પત્નીએ તેની સોશિયલ મીડિયા ગર્લફ્રેન્ડના રૂપમાં તેને એક રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો. અતુલ તરત જ રાજી થઈ ગયો અને મળવા પહોંચી ગયો, પરંતુ જ્યારે તેણે તેની ઇન્સ્ટાગ્રામ ગર્લફ્રેન્ડને બદલે તેની પત્ની જોઈ ત્યારે તેના હોશ ઊડી ગયા. ચાલાક પતિ ફરી પોતાની પત્નીને ખોટું બોલ્યો કે તે એક ક્લાયન્ટને મળવા આવ્યો છે. પરંતુ જ્યારે પત્નીએ ચેટ હિસ્ટ્રી બતાવી ત્યારે તેનું જુઠ્ઠાણું પકડાઈ ગયું. પત્નીએ જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર જે છોકરી સાથે તે પ્રેમની વાત કરતો હતો તે બીજું કોઈ નહીં પરંતુ તે પોતે જ હતી.

husband-wife
purewow.com

 

ત્યારબાદ, રેસ્ટોરાંમાં બંને વચ્ચે ઝઘડો થયો અને મામલો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો.  પત્નીએ પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને છૂટાછેડાની માગણી કરી. તો, પતિએ તેના પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો અને અલગ થવાની વાત કહી. પરામર્શ કેન્દ્રમાં કાઉન્સેલર મહેન્દ્ર શુકલાએ જણાવ્યુ કે, એક મહિના સુધી કાઉન્સેલિંગ કર્યું. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનો વાયદો કર્યો. ત્યારબાદ બંને ખુશીથી પોતાના ઘરે પાછા જતા રહ્યા. પોલીસની કાઉન્સેલિંગે આ સંબંધ તૂટતા બચાવી લીધા.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.