‘મેં ઘણી વાર સુહાગરાત માટે કહ્યું, પરંતુ તે..’ પત્ની બોલી- ‘મારી સાથે છેતરપિંડી થઈ; મારો પતિ પુરુષ નથી

કાનપુરના કિશોર નગરની એક યુવતીએ પોતાના લગ્ન જીવનને લઈને ગંભીર આરોપ લગાવતા પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે તેના લગ્ન 25 એપ્રિલ, 2025ના રોજ હમીરપુરના એક યુવાન સાથે પૂરા રીત-રિવાજ અને ધામધૂમથી થયા હતા. તેના પિતાએ હોટલ, ઘરેણાં, કેટરિંગ અને અન્ય વ્યવસ્થાઓ પર લગભગ 38 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. પરિવારને આશા હતી કે પુત્રીની જિંદગી ખુશાલ હશે, પરંતુ લગ્ન બાદ પરિસ્થિતી સંપૂર્ણપણે અલગ થઈ ગઈ. પત્નીએ કહ્યું કે, ‘મેં પતિને ઘણી વખત સુહાગરાત કહ્યું, પરંતુ તે હંમેશા ટાળતો રહ્યો. પાછળથી, મને ખબર પડી કે તે નપુંસક છે. મારી સાથે છેતરપિંડી થઈ છે.

પીડિતાના જણાવ્યા મુજબ, તે 26 એપ્રિલે વિદાઇ થઈને સાસરિયાના ઘરે પહોંચી. લગ્નના પહેલા 4  દિવસમાં જ તેને પતિના વર્તન પર શંકા થવા લાગી. તેનો આરોપ છે કે તેના પતિએ તેનાથી અંતર જાળવી રાખ્યું હતું અને સુહાગરાત પણ ન મનાવી. તેણે ઘણી વખત આ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દર વખતે તેને ટાળતો હતો.

bride1
x.com/i/grok

થોડા દિવસો બાદ તે તેના માતા-પિતાના ઘરે પાછી ફરી. પછી તેનો પતિ તેને નોઈડા લઈ ગયો, જ્યાં તેને તેના મોટા કાકાના ફ્લેટમાં રાખવામાં આવી. મહિલાનું કહેવું છે કે લગભગ એક મહિના સુધી સાથે રહેવા છતા, તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા નહોતા. આ દરમિયાન, તેને શંકા થવા લાગી કે તેનો પતિ શારીરિક રીતે સક્ષમ નથી.

જ્યારે તેણે આ અંગે સસરા અને તેના મોટા ભાઈ સાથે વાત કરી, ત્યારે શરૂઆતમાં તેને સમજાવવા અને સારવાર કરાવવાની ખાતરી આપી. આરોપ છે કે, તેને કહેવામાં આવ્યું હતું કે તે પુત્ર સાથે પત્નીની જેમ રહે, સારવારની વ્યવસ્થા કરવામાં આવશે, અને તમામ ખર્ચ ઉઠાવવામાં આવશે. પરંતુ, જ્યારે તેણે પોતાની આપત્તિ દર્શાવી ત્યારે તેને કથિત રીતે ધમકીઓ આપવામાં આવી.

પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સારવાર માટે તેને બીજા 5 લાખ રૂપિયા લાવવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ના પાડી, ત્યારે તેને બદનામ કરવાની અને પરિવારની પ્રતિષ્ઠાને કલંકિત કરવાની ધમકી આપવામાં આવી. મહિલાનો દાવો છે કે તેના સાસરિયા પક્ષે ન માત્ર તેમના પુત્ર વિશે સત્ય છુપાવ્યું, પરંતુ લગ્નમાં ખર્ચાયેલા પૈસા પણ બગાડ્યા, જેનાથી તેનું જીવન બરબાદ થઇ ગયું.

imtiaz-jaleel
lokmattimes.com

આખરે, હતાશ થઈને મહિલા તેના પિતાના ઘરે પાછી ફરી અને કાનપુરના રાવતપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સ્ટેશન ઇન્ચાર્જ કમલેશ રાયના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને એક ટીમ હમીરપુર મોકલવામાં આવશે.

તો, છોકરીના પરિવારનું કહેવું છે કે તેઓ હાલમાં વધુ કંઈ કહેવા માંગતા નથી, પરંતુ તેઓ ન્યાયની આશા રાખે છે. આ સમગ્ર કેસમાં ફરી એકવાર લગ્ન અગાઉ મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવવાના મુદ્દા અને પરિવારના દબાણ પર પ્રશ્નો ઉભા થયા છે.

About The Author

Related Posts

Top News

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા

'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના...
Entertainment 
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.