તંત્રની બેદરકારીથી ભાગી ગયેલા તમામ શિયાળ જાતે જ દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં પાછા આવી ગયા

દિલ્હીના રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલયમાં ગયા શનિવારે સવારે કેટલાક શિયાળો તેમના વાડામાંથી ભાગી ગયા હતા આ વિશે ખબર પડતા જ હોબાળો મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં તરત જ પ્રાણી સંગ્રહાલય પ્રશાસને સમગ્ર જંગલ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે શિયાળ હજુ પણ સંગ્રહાલય વિસ્તારમાં જ હાજર છે અને પોતાની મેળે વાડામાં પાછા ફર્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા અને પ્રાણી વ્યવસ્થાપન પર સવાલો ઉભા કર્યા છે. CCTV કંટ્રોલ રૂમ હોવા છતાં, વહીવટીતંત્ર શિયાળ ક્યારે ભાગી ગયા અથવા તેમની ચોક્કસ સંખ્યા કેટલી છે તે નક્કી કરી શક્યું નથી. આ બાબત સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, શિયાળ વાડાના પાછળના ભાગમાંથી સરકીને બહાર નીકળી ગયા હતા, જે સીધા પ્રાણી સંગ્રહાલયની બાહ્ય સીમાનો ભાગ બનેલા ગાઢ જંગલમાં ખુલે છે. અધિકારીઓએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે 'મુલાકાતીઓ માટે કોઈ ખતરો નથી.'

Delhi Zoo Jackals
indianexpress.com

અધિકારીઓને શંકા છે કે, શિયાળોએ બહાર નીકળવા માટે વાડમાં પડેલી એક જગ્યાનો ફાયદો ઉઠાવ્યો હતો. પ્રાણીઓના સુરક્ષિત પાછા ફરવાની ખાતરી કરવા માટે સમગ્ર જંગલ વિસ્તારમાં શોધ ટીમો તૈનાત કરવામાં આવી હતી.

શિયાળના વાડની ચારેય તરફ ઊંચી જાળી લગાવવામાં આવેલી છે, અને અંદર તેમની બખોલ છે, છાંયડાવાળા વિસ્તારો અને આશ્રયસ્થાનો પણ બનાવવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શિયાળ જાળીના તૂટેલા ભાગમાંથી ભાગી ગયા હતા. હવે આ જાળીનાં તૂટવાનું કારણ શું હતું તે નક્કી કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.

Delhi Zoo Jackals
hindi.news18.com

ઝૂ રેન્જરનું પદ જાન્યુઆરીથી ખાલી છે. બે રેન્જર પદ છે, જેમાંથી એક ઘણા વર્ષોથી ખાલી છે. રેન્જર વન્યજીવની જાળવણી માટે સીધી રીતે જવાબદાર છે. હાલમાં, રેન્જરની ફરજો ક્યુરેટર ડૉ. મનોજ કુમાર દ્વારા સંભાળવામાં આવે છે.

દિલ્હી પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાણી સંગ્રહાલયમાં આશરે આઠ શિયાળ છે, જેમાંથી ત્રણ ગુમ થઈ ગયા હતા પરંતુ હવે પાછા ફર્યા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક મૂલ્યાંકન દર્શાવે છે કે શિયાળ મુલાકાતીઓના રસ્તા તરફ ગયા નથી.

Delhi Zoo Jackals
hindi.news18.com

અધિકારીના જણાવ્યા અનુસાર, 20 બીટનું દૈનિક નિરીક્ષણ ફરજિયાત છે, પરંતુ આ લાંબા સમયથી અપૂરતું છે. મોટાભાગની જવાબદારી પશુપાલકો પર છોડી દેવામાં આવી છે. પશુપાલકોનું 80 ટકાથી વધુ કામ દૈનિક પગારદાર મજૂરો દ્વારા કરવામાં આવે છે. નિયમિત દેખરેખના અભાવે, શિયાળ વિસ્તાર બીટ નંબર 15ની જાડી લોખંડની જાળી તૂટી ગઈ હતી, જેના કારણે શિયાળ ભાગી ગયા હતા. પ્રાણી સંગ્રહાલય વહીવટીતંત્ર દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનના સંયુક્ત નિયામકને ઘટનાની તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.