‘હું ફરી તિહાડ જતો રહીશ..’, જેલ જતા પહેલા કેજરીવાલનો ભાવુક સંદેશ, મારા વૃદ્ધ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 જૂને તિહાડ જેલ જતા રહેશે. આ અગાઉ શુક્રવારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીવાસીના નામે ભાવુક સંદેશ આપ્યો છે. તેની સાથે જ તેમણે દિલ્હીના લોકોને એક જવાબદારી પણ સોંપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને પોતાના વૃદ્ધ માતા-પિતા માટે દુવા કરવા કહ્યું છે. તેમનું કહેવું છે કે મારા વૃદ્ધ માતા-પિતા ખૂબ બીમાર રહે છે. હું જેલ જતો રહીશ તો તમારે જ તેમનું ધ્યાન રાખવું પડશે. તમે તેમના માટે દુવા કરજો જેથી તેઓ સ્વસ્થ રહે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પત્ની સુનિતા ખૂબ મજબૂત છે અને તેમણે દરેક મુશ્કેલીમાં મારો સાથ આપ્યો છે. મારું સ્વાસ્થ્ય સારું નથી. મારા યુરીનમાં પણ કીટોન વધ્યું છે. ડૉક્ટરોએ થોડા પરીક્ષણ કરાવવા કહ્યું છે, પરંતુ મારી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ભાજપની ED જામીનનો વિરોધ કરી રહી છે. પરમ દિવસે મારે સરેન્ડર કરવાનું છે. હું જેલ માટે બપોરે 3:00 વાગ્યાની આસપાસ ઘરથી નીકળીશ.

તેમણે વધુમાં કહ્યું કે, બની શકે કે આ વખત આ લોકો મને પહેલાથી વધુ અત્યાચારિત કરે, પરંતુ હું પણ હાર નહીં માનું અને સંવિધાનને બચાવવ માટે અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ. કેજરીવાલે આગળ કહ્યું કે, તમે લોકો ચિંતા ન કરતા. હું ભલે જેલ જ કેમ ન જતો રહું, તમારા બધા કામ થતા રહીશ. 24 કલાક વીજળી, મફત દવા, મોહલ્લા ક્લિનિક, ફ્રી બસ સેવા.. જ્યારે હું પાછો આવીશ તો મહિલાઓ માટે 1000 દર મહિને આપવાનો વાયદો પણ પૂરો કરીશ. તમે બધા ખુશ રહો. તમે ખુશ રહેશો, તો હું પણ ખુશ રહીશ.

શું છે આખો મામલો?

દિલ્હીમાં રદ્દ કરવામાં આવેલી આબકારીનીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આરોપી છે. 21 માર્ચે લાંબી પૂછપરછ બાદ EDએ તેમની ધરપકડ કરી લીધી હતી. 2024ની લોકસભાની ચૂંટણી પ્રચાર માટે સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. જામીન અવધિ 1 જૂને સમાપ્ત થઈ રહી છે અને તેમણે 2 જૂને સરેન્ડર કરવાનું છે. આ અગાઉ તેમણે લોકોને સંબોધિત કર્યા હતા.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.