બાંગ્લાદેશી કિન્નર અયાન ખાને જ્યોતિ નામ રાખી 'ગુરુ મા' તરીકે ઓળખ બનાવી કરોડોની સંપત્તિ ભેગી કરી પણ...

મુંબઈની ઝાકમજોળવાળી દુનિયામાં એક રહસ્ય છુપાઈ રહ્યું, આ રહસ્ય  30 વર્ષ સુધી કોઈની નજરમાં ન આવ્યું. બાંગ્લાદેશી મૂળની ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બાબુ અયાન ખાને પોતાનું નામ બદલીને જ્યોતિ રાખ્યું અને ટ્રાન્સજેન્ડર લોકોની 'ગુરુ મા' તરીકે પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને, તે મુંબઈમાં સ્થાયી થઈ ગઈ અને ધીમે ધીમે કરોડોની સંપત્તિ ભેગી કરી લીધી. પરંતુ હવે, પોલીસ કડક કાર્યવાહીથી તેનો પર્દાફાશ થયો છે. ચાલો આ આખા મામલાને જાણી લઈએ.

Transgender-Spiritual-Leader1
indiatvnews.com

જ્યોતિનું સાચું નામ બાબુ અયાન ખાન છે. તે બાંગ્લાદેશી નાગરિક છે અને ટ્રાન્સજેન્ડર સમુદાયની 'ગુરુ મા' બનીને, 300થી વધુ અનુયાયીઓની લીડર બની બેઠી હતી. મુંબઈના રફીક નગર, ગોવંડી અને આસપાસના વિસ્તારોમાં તેના 20થી વધુ ઘરો હોવાનું કહેવાય છે. માર્ચ 2025માં શિવાજી નગર પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર દરોડા પાડ્યા, તે સમયે જ્યોતિની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેની પાસે તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર સહિતના બધા દસ્તાવેજી પુરાવા હાજર હતા. તેથી, તેને છોડી દેવામાં આવી. પરંતુ અહીં પોલીસે હાર માની નહીં. તેઓએ આ દસ્તાવેજોની જીણવટભરી તપાસ કરી, ત્યારે તેમને આખો ખેલ સમજાઈ ગયો કે આ આખો મામલો જ  નકલી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, જ્યોતિ ઉર્ફ બાબુ અયાન ખાને બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને છેતરપિંડી કરીને ભારતીય ઓળખ બનાવી લીધી હતી. આ દસ્તાવેજો એટલા બધા પરફેક્ટ હતા કે તે સાચા નથી તે અંગે કોઈને કોઈપણ જાતની શંકા ન ગઈ. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ દસ્તાવેજો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. કોણ કોણ સંડોવાયેલા હતા? અને આ રીતે મુંબઈમાં કેટલા વધુ બાંગ્લાદેશીઓ છુપાયેલા છે? મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું, 'આ ધરપકડ નકલી દસ્તાવેજો પર અહીં રહેતા બધા માટે એક કડક સંદેશ છે. અમારું અભિયાન ચાલુ રહેશે.'

Transgender-Spiritual-Leader
marathijagran.com

આ કંઈ પહેલી વાર નથી, જ્યારે જ્યોતિનું નામ સામે આવ્યું છે. તેની સામે શિવાજી નગર, નારપોલી, દેવનાર, ટ્રોમ્બે અને કુર્લા પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ ઘણા કેસ નોંધાયેલા છે. પોલીસે તેને પાસપોર્ટ એક્ટ અને ભારતીય દંડ સંહિતા (BNS)ની અન્ય કલમો હેઠળ ધરપકડ કરી છે. આ આરોપોમાં અનુયાયીઓને છેતરવાથી લઈને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા સુધીનો સમાવેશ થાય છે. જ્યોતિના સમુદાયમાં તે એટલી લોકપ્રિય હતી કે લોકો દૂર-દૂરથી તેની સલાહ લેવા આવતા હતા. પરંતુ હવે આ રહસ્ય ખુલી ગયું છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી, મુંબઈમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં જ ઘણા ટ્રાન્સજેન્ડર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે, જ્યોતિ જેવા ઘણા લોકો હજુ પણ નકલી IDનો ઉપયોગ કરીને ફરી રહ્યા હોય. શું આ કોઈ મોટી ગેંગ છે? કે માત્ર તેનો એકલીનો જ અલગ પ્રયાસ? પોલીસની તપાસ ચાલુ છે. આનાથી સામાન્ય મુંબઈકરોની સલામતી અંગે ચર્ચા શરૂ થઈ છે.

About The Author

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.