વૃજભૂષણનો પક્ષ લઈ રહી છે ઇન્વેસ્ટિગેશન પેનલ, મહિલા પહેલવાનોએ લગાવ્યા આ આરોપ

ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 6 મહિલા પહેલવાનો દ્વારા દાખલ કરવામાં આવેલા યૌન ઉત્પીડનના કેસની સુનાવણી આજે દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટમાં થઇ છે. જેમાં તેને વચગાળાના જામીન મળ્યા છે.  આ દરમિયાન મહિલા પહેલવાનોએ વૃજભૂષણ વિરુદ્ધ આરોપોની તપાસ કરવા માટે બનાવવામાં આવેલી ઇન્વેસ્ટિગેશન પેનલ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે પેનલ પક્ષપાત કરી રહી છે.

સરકારે 6 સભ્યોની પેનલ બનાવી છે, જેમાં મેરી કોમ પણ સામેલ છે. પેનલે સરકારને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. જો કે, આ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. મહિલા પહેલવાનોનું કહેવું છે કે, પેનલની તપાસ પક્ષપાતપૂર્ણ રહી છે. 1599 પાનાંની ચાર્જશીટમાં 44 અન્ય સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. એ સિવાય 6 ફરિયાદકર્તાઓના પણ નિવેદન CRPC 164 હેઠળ નોંધવામાં આવ્યા હતા. એક પહેલવાને કહ્યું કે, ઓવરસાઇટ કમિટીને નિવેદન આપ્યા બાદ પણ જ્યારે હું ફેડરેશનની ઓફિસ પહોંચી ત્યારે પણ આરોપી મને ખોટી રીતે ઘૂરી રહ્યા હતા.

પહેલવાને કહ્યું કે, તેમના હાવભાવથી મારા માટે અસહજની સ્થિતિ બની ગઈ. જ્યારે હું નિવેદન નોંધાવી રહી હતી, ત્યારે પણ વચ્ચે વચ્ચે વીડિયો રોકી દેવામાં આવતો હતો. મેં કમિટી પાસે વીડિયોની કોપી પણ માગી હતી. મને ડર છે કે આખું નિવેદન જ નોંધવામાં આવ્યું નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. બીજી ફરિયાદકર્તા પહેલવાને કહ્યું કે, તેને WFI સેક્સુઅલ હેરેસમેન્ટ કમિટીની સભ્ય બનાવવામાં આવી હતી, પરંતુ કમિટી એવા કેસોમાં તેની સહમતી લેતી નથી. મને ક્યારેય કોઈ કેસમાં ઔપચારિક સંપર્ક કરવામાં આવ્યો નથી.

તેણે આગળ કહ્યું કે, મારી સહમતી વિના મને કમિટીમાં સામેલ કરવામાં આવી અને હવે કહેવામાં આવી રહ્યું છે કે હું ખોટા આરોપ લગાવી રહી છું. તેણે પણ આરોપ લગાવ્યો કે, પેનલે તેના નિવેદનની કોપી તેને આપી નથી. તેણે કહ્યું કે, મને શંકા છે કે મારા વીડિયોનો ઉપયોગ કરી આરોપીને બચાવવાનો પ્રયાસ કરી શકાય છે એટલે એક કોપી માગી હતી. જો કે, પેનલે મારી માગને માનવાની ના પાડી દીધી. પોલીસે પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસના રિઝલ્ટ, સંબંધીત ફોરેન્સિક લેબમાં જમા કરવામાં આવ્યા છે અને અત્યારે મળ્યા નથી. પછી તેને પણ સપ્લિમેન્ટ્રી રિપોર્ટમાં ફાઇલ કરવામાં આવશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.