ભાજપના ધારાસભ્ય રાજુ સિંહને 4 વર્ષની જેલ, 25 લાખ દંડ, 1 નિર્દોષ મહિલાનો ગયો હતો જીવ, શું ધારાસભ્ય પદ જશે?

દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે શનિવારે બિહારના ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહને વર્ષ 2018ના ચર્ચિત હર્ષ ફાયરિંગ કેસમાં ચાર વર્ષની સજા સંભળાવી છે. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. કોર્ટે ધારાસભ્ય પર 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ સજાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દોષિતને IPCની કલમ 304 પાર્ટ-II હેઠળ ચાર વર્ષની સાદી કેદ અને આર્મ્સ એક્ટ હેઠળ બે મહિનાની સજા ફટકારવામાં આવે છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે દંડની આ રકમ પીડિત પરિવારને વળતર તરીકે આપવામાં આવશે.

03

બિહારના સાહેબગંજથી ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહે કોર્ટ સમક્ષ પ્રોબેશન પર મુક્ત કરવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે કોઈનો જીવ લેવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો અને એક જનપ્રતિનિધિ તરીકે તેમનો રેકોર્ડ બેદાગ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, 56 વર્ષીય રાજુ કુમાર સિંહને IPCની કલમ 304 પાર્ટ-II એટલે કે સાપરાધ મનુષ્યવધ (ગેરઇરાદાપૂર્વક હત્યા)ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને આર્મ્સ એક્ટ હેઠળ લાયસન્સની શરતોના ઉલ્લંઘન માટે પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલો દિલ્હીના ફતેહપુર બેરી સ્થિત એક ફાર્મહાઉસમાં આયોજિત ન્યૂ યર પાર્ટી દરમિયાન થયેલા હર્ષ ફાયરિંગ સાથે જોડાયેલો છે. આ ફાયરિંગમાં અર્ચના ગુપ્તા નામની મહિલાનું મોત થયું હતું. રાઉઝ એવેન્યુ કોર્ટે 6 જૂનના રોજ પોતાના 97 પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ઉત્સવો અને ઉજવણીઓ દરમિયાન કરવામાં આવતું હર્ષ ફાયરિંગ દેશમાં એક ગંભીર સમસ્યા બની ગયું છે, જે અવારનવાર નિર્દોષ લોકોનો જીવ લે છે.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આ કેસ પણ આવી જ એક દુખદ ઘટનાનું ઉદાહરણ છે, જ્યાં બિહારના અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજુ કુમાર સિંહના કથિત બેદરકારીભર્યા હર્ષ ફાયરિંગને કારણે ન્યૂ યર પાર્ટીમાં સામેલ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. કોર્ટે ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે સ્વીકાર્યું હતું કે રાજુ કુમાર સિંહે જ એ ગોળી ચલાવી હતી જેનાથી અર્ચના ગુપ્તાનું મોત થયું હતું. રાઉઝ એવેન્યુ કોર્ટે આ કેસમાં સજાની જાહેરાત 7 જુલાઈ, 2026ના રોજ કરી છે.

બિહારના ભાજપ ધારાસભ્ય રાજુ કુમાર સિંહને કોર્ટ તરફથી ચાર વર્ષની સજા મળી હોવાથી હવે તેમનું ધારાસભ્ય પદ જવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. હવે આ બાબત એ વાત પર નિર્ભર રહેશે કે તેમને ઉપલી અદાલતમાંથી દોષસિદ્ધિ પર રાહત મળે છે કે નહીં.

02

ભારતમાં સાંસદ (MP) કે ધારાસભ્ય (MLA)નું સભ્યપદ રદ થવાનો નિયમ જનપ્રતિનિધિત્વ કાયદો (Representation of the People Act), 1951ની કલમ 8 હેઠળ નક્કી થાય છે. આ કાયદા અનુસાર જો કોઈ સાંસદ કે ધારાસભ્યને કોઈ ફોજદારી કેસમાં બે વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય છે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. આ નિયમ સુપ્રીમ કોર્ટના વર્ષ 2013ના ઐતિહાસિક ચુકાદા (લિલી થોમસ કેસ) બાદ લાગુ કરવામાં આવ્યો હતો. પહેલા દોષિત જનપ્રતિનિધિઓને અપીલ કરવા માટે થોડો સમય મળતો હતો, પરંતુ હવે સજા સંભળાવતાની સાથે જ અયોગ્યતા લાગુ થઈ જાય છે.

જો ઉપલી અદાલત (હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ) આ સજા પર સ્ટે એટલે કે દોષસિદ્ધિ પર રોક લગાવી દે, તો જ તેમનું સભ્યપદ બચી શકે છે. માત્ર સજાના અમલ પર રોક કે જામીન મળવા સભ્યપદ બચાવવા માટે પૂરતા ગણાતા નથી, પરંતુ કોર્ટ દ્વારા ગુનાની સિદ્ધિ  પર રોક લગાવવી અનિવાર્ય છે.

 

About The Author

Related Posts

Top News

કાર જેવા ફીચર્સ સાથે લોન્ચ થયું Keeway Hypevolt-R; 180 Km રેન્જ, ADAS અને મેપ પણ મળશે

કીવે ઇન્ડિયાએ ભારતમાં તેનું પહેલું પ્રીમિયમ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું નામ Keeway Hypevolt-R રાખ્યું છે. આ...
Tech and Auto 
કાર જેવા ફીચર્સ સાથે લોન્ચ થયું Keeway Hypevolt-R; 180 Km રેન્જ, ADAS અને મેપ પણ મળશે

'પતિ હોટલમાં બીજી મહિલા સાથે રોકાયો...', પત્નીએ પૂછ્યું તો ગોપનીયતાના ઉલ્લંઘનના નામે કોર્ટ પહોંચી ગયો પતિ

સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના સંબંધો, લગ્નેત્તર સંબંધો અને ગોપનીયતાના અધિકાર અને તેના ઉલ્લંઘન અંગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. એક...
National 
'પતિ હોટલમાં બીજી મહિલા સાથે રોકાયો...', પત્નીએ પૂછ્યું તો ગોપનીયતાના ઉલ્લંઘનના નામે કોર્ટ પહોંચી ગયો પતિ

ગંગા નદી પર બની રહેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો

બિહારના ભૂતપૂર્વ CM નીતિશ કુમારના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા તાજપુર-બખ્તિયારપુર ગંગા પુલના નિર્માણ દરમિયાન શનિવારે એક મોટી દુર્ઘટના બની. સમસ્તીપુર જિલ્લાના...
National 
ગંગા નદી પર બની રહેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો

1,000 વીઘા સરકારી જમીનનો ખેલ, પૂર્વ SDM સહિત 19 સામે કેસ દાખલ; 6ની ધરપકડ

ઉત્તર પ્રદેશના સંભલમાં સરકારી જમીનના અતિક્રમણ સામે કાર્યવાહી ચાલુ છે. થોડા દિવસો અગાઉ, 38 વીઘા સરકારી જમીનના આશરે ₹101...
1,000 વીઘા સરકારી જમીનનો ખેલ, પૂર્વ SDM સહિત 19 સામે કેસ દાખલ; 6ની ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.