ChatGPTએ બનાવ્યા એકદમ અસલી જેવા દેખાતા આધાર અને પાન કાર્ડ, સાયબર ફ્રોડનું વધ્યું જોખમ

અત્યાર સુધી સાયબર ગુનેગારો માટે સરકાર તરફથી જાહેર કરાવામાં આવેલી ઓળખ અને નાગરિકતાના દસ્તાવેજો બનાવવાનું કામ મુશ્કેલ હતું, પરંતુ હવે OpenAIના ChatGPTએ આ કામને ખૂબ જ સરળ બનાવી દીધું છે. OpenAIના લેટેસ્ટ AI મોડલ GPT-40, જેણે હાલમાં જ સ્ટુડિયો Ghibli સ્ટાઇલની તસવીરોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. હવે અસલી જેવા આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને અહીં સુધી કે વોટર ID કાર્ડ પણ બનાવી રહ્યું છે. જો કે આ AI મોડલ કોઇ અસલી વ્યક્તિની જાણકારી આપવા પર દસ્તાવેજ બનાવતું નથી, પરંતુ તે કેટલીક પ્રખ્યાત હસ્તીઓના નક

લી દસ્તાવેજ જરૂર બનાવી દે છે. તેનાથી એ ભય વધી ગયો છે કે તેનો ઉપયોગ સાયબર ક્રાઇમને પ્રોત્સાહન આપવા માટે થઈ શકે છે.

Fake-Adhaar
aajtak.in

 

એક ન્યૂઝ એજન્સીએ GPT-40થી નકલી આધાર કાર્ડ બનાવવા માટે કહ્યું તો પરિણામો ચોંકાવનારા હતા. એક દસ્તાવેજ જે એટલું અસલી દેખાતું હતું કે માત્ર એક્સપર્ટ જ તેમાં નાની ભૂલો ઓળખી શકતા હતા. મામલો માત્ર આધાર કાર્ડ સુધી જ સીમિત ન રહ્યો. આ મોડલ પૂરો નકલી ID કાર્ડની સીરિઝ બનાવી શકે છે, જેમાં પાન કાર્ડ, પાસપોર્ટ અને વોટર ID કાર્ડ જેવા દસ્તાવેજો એક જેવા ફોર્મેટ અને ડિટેલમાં પરસ્પર મેળ ખાતા હતા. તેનો અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિ આ AIનો ઉપયોગ કરીને એકદમ એસલી દેખાતી નકલી ઓળખ બનાવી શકે છે.

Hardik-Pandya-Tilak-Varma2
firstpost.com

જ્યારે આ મોડલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે દસ્તાવેજ બનાવવા માટે કહેવામાં આવ્યું, તો પહેલા તો મોડલે ના પાડી દીધી અને સુરક્ષાના ઉપાયોનો સંદર્ભ આપ્યો, પરંતુ જ્યારે પ્રોમ્પ્ટમાં થોડો બદલાવ કરવામાં આવ્યો, તો AIએ પોતાની વોર્નિંગ પ્રણાલીને સાઇડ પર કરીને અસલી દેખાતો વોટર ID કાર્ડ બનાવી દીધો, જેમાં નામ અને ફોટો પણ સાથે હતો. GPT-40 નકલી પેમેન્ટની રસીદ પણ બનાવી શકે છે. 100 રૂપિયાના એક Paytm ટ્રાન્ઝેક્શનને મોબાઇલ સ્ક્રીન પર દર્શાવતા પ્રોમ્પ્ટે એક એવી તસવીર આપી હતી. જેમાં અસલી અને નકલી વચ્ચેનો તફાવત કરવો લગભગ અશક્ય કરી દે છે.

એક અન્ય મામલામાં, @godofpromptએ બતાવ્યું કે, આ AI કેવી રીતે એક નકલી, પરંતુ અસલી જેવી દેખાતી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની બેચલર ડિગ્રી બનાવી શકે છે, જે વાસ્તવમાં ક્યારેય અસ્તિત્વમાં જ નહોતી. દસ્તાવેજોની છેતરપિંડી સમયથી ઠગોની એક હથિયાર રહી છે, જેનાથી તેઓ લોકોનો વિશ્વાસ જીતીને તેમને છેતરે છે, પરંતુ જનરેટિવ AI આવ્યા બાદ તેમની પહોંચ અનેક ગણી વધી ગઈ છે. હવે નકલી દસ્તાવેજો બનાવવા, પહેલા કરતા વધુ ઝડપી અને સરળ થઇ ગયું છે.

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એવા સવાલ પણ ઉઠાવ્યા છે કે કેવી રીતે OpenAIને આધાર અને PAN કાર્ડ જેવા અસલી દસ્તાવેજ સુધી પહોંચ મળી, જેનો ઉપયોગ GPT-40ને ટ્રેઇન્ડ કરવામાં કરવામાં આવ્યું હોઇ શકે છે. ખોટા ઉપયોગથી બચવા માટે, OpenAIનું કહેવું છે કે તેણે GPT-40થી બનેલી તસવીરોમાં C2PA મેટાડેટા જોડ્યા છે, જેનાથી જાણકારી મેળવવી ખૂબ સરળ હશે કે કોઇ તસવીર AIએ બનાવી છે કે નહીં.

Top News

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
World 
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
Tech and Auto 
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે

આ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ જાય છે, તેઓ ફક્ત યુદ્ધવિરામ અને શાંતિના જાપ જપતા હોય...
World 
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.