ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે PM મોદીએ રાષ્ટ્રવાદનું નવું રાજકારણ શરૂ કર્યું છે જે ચૂંટણીમાં તેમને મોટો ફાયદો કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી 12મે,13 મે, 22 મે અને 26મે ગુજરાતમાં 3 નિવેદન આપ્યા અને હજુ 29 તારીખે પશ્ચિમ બંગાળ, સિક્કીમ, પટના, 30 તારીખે બિહારના શાહીબાદ, ઉત્તર પ્રદેશના કાનપુર અને 31 મેના દિવસે ભોપાલ જવાના છે.
જાણકારોનું કહેવું છે કે PM મોદીના રોડ શોમાં લોકો ભાજપના ઝંડાને બદલે રાષ્ટ્ર ધ્વજ લઇને ઉમટી રહ્યા છે. બાલાકોટ સ્ટ્રાઇક પછી લોકસભા 2019માં ભાજપને જે ઐતિહાસિક જીત મળી હતી તેના કરતા પણ વધારે જીત આગામી 2 વર્ષમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મળશે.