- Gujarat
- કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર હિતુ કનોડિયાને હરાવ્યા હતા. જોકે વર્ષ 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા. કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને અને વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. કડી વિધાનસભાની સીટ પર ભાજપે રાજેન્દ્રકુમાર ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મહેસાણાના જોટાણાના રોહિતવાસમાં રહે છે. તેમણે અર્થશાસ્ત્ર વિષય સાથે B.A. કર્યું છે. વર્ષ 1972માં વિધાનસભાની ચૂંટણીમાં જનસંઘના ઉમેદવાર તરીકે રમેશભાઈ મોહનભાઈ પટેલ (વકીલ) આવ્યા, તે સમયે જનસંઘમાં જોડાયા હતા અને 6 ડિસેમ્બર 1980થી અત્યાર સુધી ભાજપમાં સક્રિય સભ્ય છે.
મહેસાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 11-જોટાણા સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે 907 મતની જીત્યા હતા. વર્ષ 1981- 1986 સુધી તાલુકા પંચાયત મહેસાણાના સભ્ય તરીકે રહ્યા હતા. તેમણે વર્ષ 1983માં બેકારી નિવારણ આંદોલન વખતે સક્રિય રસ લઈ આંદોલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ 3 દિવસ જેલવાસ ભોગવ્યો છે. વર્ષ 1985માં જોટાણા (અ.જા.) વિધાનસભા વિભાગમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે 4312 મતથી હાર મળી હતી.

રમેશ ચાવડાનું સ્થાનિક રાજનીતિમાં મજબૂત વર્ચસ્વ છે. તેમના પત્ની હાલમાં કડી નગરપાલિકામાં નગરસેવક છે. પેટાચૂંટણીની જાહેરાત થતા જ તમામ રાજનીતિક પાર્ટીઓએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કડી કોંગ્રેસના જાહેર થયેલ ઉમેદવાર ચાવડા રમેશભાઈ મગનભાઈ, ભૂતપૂર્વ M.L.A. રહી ચૂક્યા છે. તેઓ રોહિતવાસ, નવરામી ચોક, કડી પર્વતમાં રહે છે. તેને B.A.L.L.B. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના સક્રિય નેતા છે.

રમેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, તો તેમનો આભાર માનું છું, મારા ઉપર કોંગ્રેસ પાર્ટીને ભરોસે છે અને હું ક્યાંય નહીં વેંચાઉં, કડીમાં ભાઈચારાથી ચૂંટણી લડાય, કડીમાં રાજનીતિક વાતાવરણ ઊભું થયું છે. મારી ઈચ્છા છે કે, હું ફરી વખત કાયદો અને વ્યવસ્થા કડીમાં લાવીશ, કડીમાં અસામાજિક તત્વો થોડા વધારે છે, લોકો હેરાન થઈ રહ્યા છે. ટૂંકમાં કડીમાં એક સારું વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસ કરીશ, લોકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તેની હું વ્યવસ્થા કરીશ. પાલિકા તરફથી વ્યવસ્થા મળી રહે તેમ જ પોલીસ તરફથી કોઈ હેરાન ન થાય, મામલતદાર કે પ્રાંત કચેરીની અંદર કોઈ હેરાન ન થાય તેનું હું ધ્યાન રાખીશ. બધાને વિનંતી કરીશું કે, કોઈને પણ કંઈ પરેશાની થાય તો સીધા જ મારા ઘરે આવજો, કોઈ પણ ભેદભાવ વિના હું તમામને મદદ કરીશ એવો વિશ્વાસ રાખજો.