દિલ્હી CM રેખા ગુપ્તાએ AAPની એક 'મફત' સુવિધા બંધ કરી, લોકોએ કર્યો વિરોધ

દિલ્હીમાં BJP સરકાર સત્તામાં આવી ત્યારથી, વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું પાછલી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈપણ મફત સેવા યોજના બંધ કરવામાં આવશે? વિધાનસભા ચૂંટણી દરમિયાન, BJPએ વારંવાર કહ્યું હતું કે દિલ્હીમાં ચાલી રહેલી મફત યોજનાઓ ચાલુ રહેશે. પરંતુ હવે CM રેખા ગુપ્તા સરકારે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે અને આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવતી એક મફત સુવિધાનો અંત લાવી દીધો છે. આ નિર્ણય 1 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યો છે. આનાથી લગભગ 50,000 ટેક્સી અને એક લાખથી વધુ ઓટો રિક્ષા માલિકો પ્રભાવિત થશે.

CM Rekha Gupta
hindi.news18.com

આ મામલો શું છે, ચાલો અમે તમને જણાવી દઈએ કે, દિલ્હીની AAP સરકારે ઓટો, કાળી-પીળી ટેક્સી અને ઇકોનોમિક ટેક્સીની ફિટનેસ ટેસ્ટ ફી નાબૂદ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. તે સમયે ફિટનેસ ટેસ્ટ ફી ઓટો માટે 200 રૂપિયા અને ટેક્સી માટે 400 રૂપિયા હતી.

જ્યારે 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ફરીથી જીતી, ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ નિર્ણયથી તેને ફાયદો થયો છે. ત્યારથી, ઓટો-ટેક્સી ડ્રાઇવરો પાસેથી તેમના વાહનોની ફિટનેસ તપાસ માટે કોઈ ફી લેવામાં આવતી ન હતી, પરંતુ હવે BJP સરકારના પરિવહન વિભાગે આ સુવિધા નાબૂદ કરી દીધી છે અને ટેક્સીઓની ફિટનેસ તપાસ માટે 300 રૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. આ ઉપરાંત, ફિટનેસ ટેસ્ટમાં વિલંબ માટે દંડની રકમ પણ વધારીને 50 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવી છે. પહેલા તે દરરોજ 20 રૂપિયા હતું.

CM Rekha Gupta
prabhatkhabar.com

દિલ્હી ઓટો ટેક્સી યુનિયન સાથે સંકળાયેલા ઘણા લોકોએ મફત ફિટનેસ ટેસ્ટ સુવિધા નાબૂદ કરવાનો વિરોધ કર્યો છે. દિલ્હી એક એવું શહેર છે જ્યાં ટેક્સીઓ મોટા પાયે ચાલે છે. આવી સ્થિતિમાં, તે ચોક્કસપણે તે લોકો પર અસર કરશે અને તેના કારણે ભાડું પણ વધી શકે છે.

આ બાબતે ઓલ દિલ્હી ઓટો-ટેક્સી ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ યુનિયનના પ્રમુખ કિશન વર્માની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સરકારે ચૂંટણી પહેલા વાહનચાલકોને સુવિધાઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તેમના પર આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે. તેમણે પરિવહન વિભાગના અધિકારીઓને મળવા માટે સમય માંગ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

CM Rekha Gupta
m.punjabkesari.in

અહીં તમને બતાવી દઈએ કે, 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં BJP48 બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને ફક્ત 22 બેઠકો મળી હતી. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 27 વર્ષ પછી BJP સત્તામાં પાછી આવી છે.

About The Author

Related Posts

Top News

'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે...
National 
'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે

F35 ફાઇટર જેટનું લાઈટનિંગ 2 વર્ઝન વિશ્વનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેના પાઇલોટ્સ દ્વારા પહેરવામાં આવતું હેલ્મેટ વિશ્વની...
Science 
4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 01-05-2026 વાર- શુક્રવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.