ગ્રાહકના નિધનના 4 વર્ષ પછી ખાતામાંથી SBIના પૂર્વ ચીફ મેનેજરે 40 લાખ ઉપાડી લીધા! કોર્ટે આપી આ સજા

કર્ણાટકની એક કોર્ટે SBIના ભૂતપૂર્વ ચીફ મેનેજરને મૃત ગ્રાહકના ખાતામાંથી 61.57 લાખ રૂપિયા અને બેંકના પૈસા ઉપાડવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. મૈસુરની કોર્ટે ચામુંડીપુરમ બ્રાંચના ભૂતપૂર્વ ચીફ મેનેજર અનિરુદ્ધ વસંતરાવ કુલકર્ણીને 1 વર્ષની જેલની સજા ફટકારી છે. ફર્સ્ટ એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ નિર્ણય આપ્યો હતો.

પ્રોસિક્યુશન અનુસાર, 13 મે, 2009 અને 23 ડિસેમ્બર, 2011 વચ્ચે કુલકર્ણીએ બેંકમાં પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. તેણે ક્રિષ્ના અય્યરના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા. ક્રિષ્ના ઐયર 7 એપ્રિલ 2005ના રોજ મૃત્યુ પામ્યા હતા, એટલે કે મેનેજરે તેના ખાતામાંથી પૈસા ઉપાડયાના ઘણા વર્ષો પહેલા.

SBI Bank Manager
newskarnataka.com

પોલીસે કોર્ટને જણાવ્યું કે, મેનેજર કુલકર્ણીએ ઐયરના ખાતામાંથી 40.53 લાખ રૂપિયા અને બેંકના આંતરિક ખાતામાંથી 21.04 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ રીતે તેમના અને તેમના પુત્ર નંદન કુલકર્ણીના ખાતામાં કુલ 61.57 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 2011માં SBIના વિજિલન્સ વિભાગને એક ગુમનામ પત્ર મળ્યો હતો. જેમાં મૈસુરની ચામુંડીપુરમ શાખામાં કંઇક ગડબડી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પછી બેંકના સ્ટેટ વિજિલન્સ ચીફે આ મામલાની તપાસ કરીને રિપોર્ટ સુપરત કર્યો હતો.

આ મામલો ત્યારે વધુ પ્રકાશમાં આવ્યો જ્યારે ક્રિષ્ના અય્યરના કાનૂની વારસદારો કોર્ટના આદેશ પછી તેના ખાતામાંથી લગભગ 40 લાખ રૂપિયા ઉપાડવા બેંક પહોંચ્યા. ત્યાં તેને ખબર પડી કે ખાતામાં રહેલી રકમ પહેલેથી જ ઉપાડી લેવામાં આવી છે.

આ પછી પોલીસે 2012માં છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન મળી ગયા હતા. જણાવવામાં આવ્યું કે મામલો સામે આવ્યા પછી તેણે લગભગ 62 લાખ રૂપિયા બેંકમાં પરત કરી દીધા હતા. જો કે, કોર્ટે કહ્યું કે પકડાયા પછી પૈસા પાછા આપવાથી તેઓ તેમની ગુનાહિત જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી.

SBI Bank Manager
ndtv.com

કુલકર્ણીના વકીલે કોર્ટને નરમ વલણ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કુલકર્ણી 65 વર્ષના છે અને વય સંબંધિત બીમારીઓથી પીડિત છે. તેની 90 વર્ષની માતા અને પત્ની પણ તેના પર નિર્ભર છે. તેમની સામે અન્ય કોઈ ફોજદારી કેસ નથી અને તેઓ અત્યાર સુધીની દરેક સુનાવણીમાં હાજર રહ્યા છે. આ સાથે તેણે બેંકને રકમ પણ પરત કરી દીધી છે.

જો કે, કોર્ટે કુલકર્ણીને 1 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે મુકદ્દમાના ખર્ચ અને થયેલા નુકસાનની ભરપાઈ કરવા બેંકને વધારાના રૂ. 50,000 ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.

About The Author

Top News

લોન્ચ થયો Nothing Phone 4a અને Phone 4bનો સસ્તો વેરિયન્ટ, જાણો કિંમત

Nothing Phone 4a સીરિઝ આ વર્ષની શરૂઆતમાં ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવી હતી. આ સીરિઝમાં આવનારા ત્રણેય ફોનની કિંમતો,...
Tech and Auto 
લોન્ચ થયો Nothing Phone 4a અને Phone 4bનો સસ્તો વેરિયન્ટ, જાણો કિંમત

ગ્રાહકના નિધનના 4 વર્ષ પછી ખાતામાંથી SBIના પૂર્વ ચીફ મેનેજરે 40 લાખ ઉપાડી લીધા! કોર્ટે આપી આ સજા

કર્ણાટકની એક કોર્ટે SBIના ભૂતપૂર્વ ચીફ મેનેજરને મૃત ગ્રાહકના ખાતામાંથી 61.57 લાખ રૂપિયા અને બેંકના પૈસા ઉપાડવાના કેસમાં દોષિત...
National 
ગ્રાહકના નિધનના 4 વર્ષ પછી ખાતામાંથી SBIના પૂર્વ ચીફ મેનેજરે 40 લાખ ઉપાડી લીધા! કોર્ટે આપી આ સજા

AIનું શાસન, અજીબોગરીબ ટેક્નોલોજી; વર્ષ 6000ના 'ટાઈમ ટ્રાવેલર'ના દાવા ચોંકાવી દેશે!

ઈન્ટરનેટ પર હાલમાં એક અજીબોગરીબ દાવો વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિએ, પોતાનો ચહેરો છુપાવીને અને અવાજ બદલીને કહ્યું...
World 
AIનું શાસન, અજીબોગરીબ ટેક્નોલોજી; વર્ષ 6000ના 'ટાઈમ ટ્રાવેલર'ના દાવા ચોંકાવી દેશે!

સમન્સ-વોરન્ટ બજવણીને લઇને અમદાવાદ ક્રિમીનલ કોર્ટ્સ બાર એસોસિએશને પોલીસની બેવડી નીતિ પર ઉઠાવ્યા પ્રશ્નો

અમદાવાદ ક્રિમીનલ કોર્ટ્સ બાર એસોસિએશનને સમન્સ અને વોરન્ટની બજાવણીને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ મામલે અમદાવાદ ક્રિમીનલ...
Gujarat 
સમન્સ-વોરન્ટ બજવણીને લઇને અમદાવાદ ક્રિમીનલ કોર્ટ્સ બાર એસોસિએશને પોલીસની બેવડી નીતિ પર ઉઠાવ્યા પ્રશ્નો
Copyright (c) Khabarchhe All Rights Reserved.