'દુઃસ્વપ્નો આવતા હતા...', ચોરે 9 વર્ષ પછી રાધાકૃષ્ણ મંદિરના ઘરેણા પરત કર્યા

ચોરના હૃદય પરિવર્તન સાથે જોડાયેલા આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેને જાણ્યા પછી તમે કહેશો, શું આવું પણ થાય છે? આ મામલો ઓડિશાના ભુવનેશ્વરનો છે. નવ વર્ષ પહેલા અહીંના ગોપીનાથપુર ગામમાં એક મંદિર (રાધા-કૃષ્ણ)માંથી ચોર ભગવાનના ઘરેણાની ચોરી કરી ગયો હતો. પણ ભાઈ..., હવે ચોરનું મન બદલાઈ ગયું અને તેણે ચોરીના બધા દાગીના મંદિર પાસે પાછા મૂકી દીધા. આટલું જ નહીં, તેણે દાગીનાની સાથે એક ચિઠ્ઠી (નોટ) પણ છોડી દીધી હતી, જેમાં તેણે ન માત્ર તેના કૃત્ય બદલ માફી માંગી હતી પરંતુ દાગીના પરત કરવાનું કારણ પણ જણાવ્યું હતું. ઉપરાંત, તેણે તેને થયેલા પછતાવો બદલ કેટલાક પૈસા પણ છોડ્યા હતા. 

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ, તે વર્ષના મે મહિનાની વાત છે. જ્યારે ગોપીનાથપુર ગામના રાધા-કૃષ્ણ મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણા (મુગટ, કાનની વીંટી, બંગડી અને વાંસળી)ની ચોરી થઈ હતી, જેની કિંમત આશરે રૂ. 4 લાખ છે. પછી FIR પણ નોંધાવાઇ હતી, પણ પોલીસ ચોરને પકડી શકી નહીં! પરંતુ આટલા વર્ષો પછી 15મી મેની રાત્રે ગોપીનાથના મંદિરની બાજુમાં આવેલા ઘરની બહારથી ઘરેણાંની થેલી મળી આવી હતી, જેમાં એક પત્ર પણ હતો. 

અંગ્રેજી ભાષામાં લખેલી આ નોટ પર ચોરે લખ્યું, 'હું ઘરેણાં સાથે 301 રૂપિયા આપી રહ્યો છું. તેમાંથી 201 રૂપિયા મંદિરના દાન માટે છે. જ્યારે 100 રૂપિયા દંડ તરીકે ભરું છું.' તેણે કહ્યું કે, 'જ્યારે મંદિરમાં યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે મેં ઘરેણાંની ચોરી કરી હતી. પરંતુ દાગીનાની ચોરી કર્યા પછી, નવ વર્ષમાં મેં જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેથી જ મેં દાગીના પરત કરવાનું નક્કી કર્યું. હું મારું નામ, સરનામું કે ગામ નથી જણાવતો.' 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિના ઘરે બેગ રાખવામાં આવી હતી. તેણે 2014માં યજ્ઞ પણ કર્યો હતો. તેની ઓળખ દેવેશ કુમાર મોહંતી તરીકે થઈ હતી. દેવેશે કહ્યું, મે 2014માં ચોરી થયા બાદ અમે તરત જ લિંગરાજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીઓએ અમારા મંદિરની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થાનિક લોકો તેમજ નજીકના ગામમાંથી યજ્ઞ કરવા આવેલા કેટલાક પૂજારીઓની પૂછપરછ કરી હતી. પરંતુ ઝવેરાતનો કે ચોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 

જ્યારે, મંદિરના પૂજારી કૈલાશ પાંડાએ કહ્યું કે, ચોરાયેલા દાગીના પાછા મળવા એ કોઈ ચમત્કારથી ઓછું નથી. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ આટલા વર્ષો સુધી ચોરને પકડવામાં નિષ્ફળ રહી. તેથી અમે દાગીના મેળવવાની તમામ આશા છોડી દીધી હતી. બહુ મુશ્કેલીથી અમે ભગવાન માટે નવા ઘરેણાં ખરીદ્યા. ભગવાને ચોરને સજા કરી છે, જેણે પોતે ચોરી કરેલા દાગીના પરત કર્યા હતા. સારું તો, આ બાબતે તમારો અભિપ્રાય શું છે? ટિપ્પણીઓમાં અમને જણાવો. 

About The Author

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.