- National
- છૂટાછેડાનું પ્રમાણ વધતા આ મંદિરે લગ્ન કરાવવા પર પ્રતિબંધ મૂક્યો, પૂજારીઓ આ કારણે કંટાળી ગયા હતા
છૂટાછેડાનું પ્રમાણ વધતા આ મંદિરે લગ્ન કરાવવા પર પ્રતિબંધ મૂક્યો, પૂજારીઓ આ કારણે કંટાળી ગયા હતા
બેંગલુરુના એક પ્રખ્યાત મંદિરે એક એવો નિર્ણય લીધો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. સદીઓ જૂના આ મંદિરે તેના પરિસરમાં લગ્ન કરાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. તેનું કારણ પણ કંઈ ઓછું રસપ્રદ નથી. પૂજારીઓનું કહેવું છે કે, છૂટાછેડાના કેસોમાં ઝડપથી વધારો થતો થવાને કારણે તેઓ વારંવાર કોર્ટના ધક્કા ખાવાને કારણે કંટાળી ગયા છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વ્યક્તિએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ફરિયાદ કરી. હવે, આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.
બેંગલુરુનું હલાસુરુ સોમેશ્વર સ્વામી મંદિર, જે શહેરના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય વારસા સ્થળોમાંનું એક ગણાય છે, તે ઘણા લાંબા સમયથી લગ્ન માટે પ્રિય સ્થળ રહ્યું છે. જો કે, મંદિર સમિતિનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, લગ્ન કરનારા ઘણા યુગલો છૂટાછેડા સમયે દસ્તાવેજ ચકાસણી અથવા સાક્ષીની જુબાની માટે મંદિરનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ઘણા કિસ્સાઓમાં, કોર્ટે પૂજારીઓને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે, જેના કારણે મંદિર વ્યવસ્થાપનનો કાર્યભાર વધી ગયો છે અને તેમનો સમય બગડવા લાગ્યો છે.
https://twitter.com/AmishAggarwala/status/1998002852380430759
મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, પૂજારીઓએ જણાવ્યું હતું કે, ઘણા યુગલો ઘરેથી ભાગી જાય છે અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મંદિરમાં લગ્ન કરી લે છે. પાછળથી, તેમના માતાપિતા આ મુદ્દો ઉઠાવતા હતા, અને ઘણી વખત કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવતા હતા. આ સમસ્યાથી બચવા માટે, મંદિરે લગભગ છ થી સાત વર્ષ પહેલાં 100 થી 150 લગ્ન કરાવ્યા પછી આ પ્રથા અટકાવી દેવામાં આવી હતી. મંદિર હજુ પણ અન્ય ધાર્મિક વિધિઓ કરે છે, પરંતુ હાલ પૂરતી લગ્નો કરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ આ નીતિ પર બીજી વખત વિચાર કરવો શક્ય છે.
સોશિયલ મીડિયા પર આ બાબતને વિચિત્ર કહેવામાં આવી રહ્યો છે. કેટલાક વપરાશકર્તાઓએ પૂછ્યું છે કે, જ્યારે સ્થાનિક સંસ્થા લગ્નનો સત્તાવાર પુરાવો આપે છે ત્યારે છૂટાછેડાની કાર્યવાહી માટે પૂજારીઓને કોર્ટમાં કેમ બોલાવવામાં આવે છે. કેટલાક લોકોએ મજાક કરી છે કે, 'આજકાલ છૂટાછેડાનો દર જોઈને પૂજારીઓ પણ કંટાળી ગયા છે.' જ્યારે અન્ય લોકોએ એમ પણ કહ્યું હતું કે મંદિરને 'કલ્યાણ મંડપ'માં ફેરવવું જોઈએ નહીં અને લોકોએ ફક્ત આશીર્વાદ મેળવવા માટે આવવું જોઈએ. એકંદરે, આ નિર્ણય આશ્ચર્યજનક રહ્યો છે.

