બંગડી વેચતી મહિલાનું અંગ્રેજી સાંભળી લોકોએ કહ્યું, અંગ્રેજી ભાષા છે, જ્ઞાન નથી

On

જો કે વિશ્વમાં ક્યાંય પણ પ્રતિભાની કમી નથી, પરંતુ આ પ્રતિભાને ઓળખવા માટે સોશિયલ મીડિયા એક અદ્ભુત સ્થળ છે. અહીં વિવિધ પ્રકારના લોકો અને વિવિધ પ્રકારની વાર્તાઓ જોવા મળે છે. અમે પણ એક વીડિયો જોયો હતો. વીડિયોમાં દેખાતી મહિલા અસ્ખલિત અંગ્રેજી બોલી રહી છે. પહેલા તમે પણ જુઓ આ વિડિયો...

 
 
 
View this post on Instagram

A post shared by Sushant Patil (@der_alpha_mannchen)

સુશાંત નામના વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે. વીડિયોમાં એક મહિલા ગોવાના રસ્તાઓ પર બંગડીઓ વેચી રહી છે. જ્યારે સુશાંત તેની સાથે વાત કરવા ગયો તો મહિલાએ અસ્ખલિત અંગ્રેજીમાં બોલતા જવાબ આપ્યો. માત્ર અંગ્રેજી જ નહીં, ઈન્ટરનેટ પણ તેના ઉચ્ચારણ માટે ક્રેઝી થઈ રહ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 1 કરોડ 95 લાખ લોકોએ આ વીડિયો જોયો છે અને 8000થી વધુ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. કમેન્ટ્સ જોયા પછી એવું લાગ્યું કે, બંગડી વેચતી બહેનનું અંગ્રેજી સાંભળીને લોકો તેમના આખા ભણતર પર શંકા કરવા લાગ્યા છે. જેમ કે ચિન્ટુ નામના યૂઝરે લખ્યું- તેમનું અંગ્રેજી મારા કરતા સારું છે.

પ્રાચી નામના યુઝરે લખ્યું, હવે મને મારા ભણતર પર શંકા થવા લાગી છે. ટિલ્લુ નામના યુઝરે તેના ટીચર વિશે ફરિયાદ કરતા લખ્યું, તેનું અંગ્રેજી મારા અંગ્રેજી ટીચર કરતા સારું છે. અજય નામનો યુઝર તેની માતાથી ડરે છે. જુઓ, તેણે લખ્યું , હું ઈચ્છું! મારી મમ્મી, આ વિડિયો ન જુઓ. અન્ય એક યુઝરે લખ્યું, 'મહિલાનું અંગ્રેજી તેના કરતા સારું છે.' ત્રીજા યુઝરે લખ્યું, 'તેણે સાબિત કર્યું છે કે, અંગ્રેજી માત્ર એક ભાષા છે, જ્ઞાન નથી.'

તેનું અંગ્રેજી સાંભળીને મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તો કેટલાક લોકો એવી ચર્ચામાં પડ્યા કે તે દક્ષિણ ભારતીય છે અને તેથી તેનું અંગ્રેજી સારું છે. તો કેટલાકે કહ્યું કે તે જ્યાં રહે છે, ત્યાં તેને હંમેશા વિદેશીઓ સાથે વાત કરવાની તક મળી છે, તેથી જ તેનું અંગ્રેજી ખૂબ સરસ છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, વીડિયોમાં મહિલા જણાવે છે કે, તે કેટલા સમયથી આ કામ કરી રહી છે. વીડિયોમાં મહિલા અંગ્રેજીમાં બોલી રહી છે કે, કોરોના વાઈરલ મહામારી પછી બીચ પર શું બદલાવ આવ્યા છે. આ સાથે તેણે જણાવ્યું કે, વેગેટર બીચ તેના કાળા ખડકો અને નૈસર્ગિક પાણી માટે જાણીતું છે. ગોવાના વધુ ભીડવાળા દરિયાકિનારાથી દૂર શાંતિ શોધતા પ્રવાસીઓમાં તે લાંબા સમયથી લોકપ્રિય છે. એટલું જ નહીં, તેણે અંગ્રેજીમાં બીચની બદલાતી પરિસ્થિતિઓ વિશે પણ જણાવ્યું.

બાય ધ વે, તમને તેનું અસ્ખલિત અંગ્રેજી કેવું લાગ્યું? અને આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે. અમને કોમેન્ટ કરીને જણાવો.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.