સરકાર આપી રહી છે સસ્તા પંખા, જે કૂલિંગ આપશે સરસ અને બિલ આવશે ઓછું

ગરમી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે લોકોના ઘર અને ઓફિસોમાં પંખા, એસી, કૂલરની જરૂરિયાત પણ વધી ગઈ છે. ગરમી આવતાંની સાથે શરૂ થઈ જાય છે લોકોને વીજળી બિલની ચિંતા. પોતાના બજેટને ધ્યાનમાં રાખી લોકો સારો પંખો શોધી રહ્યા હોય છે, જેના કારણે ગરમીથી બચી શકાય અને બીલ પણ ઓછું આવે.

તમને જણાવી દઈએ કે, બજારમાં ઘણા એવા પંખા છે, જેનો ઉપયોગ કરવાથી બિલ અડધું આવે છે. તો જોઈએ કયા છે આ પંખા, જેને તમે EMIથી લઈ શકો છો અને ક્યાં મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ પંખાના ઉપયોગથી વીજળી બિલ અડધું આવે છે.

જો તમને આ પંખા બજારમાં ન મળે તો તમે સરકારની સ્કીમ દ્વારા પણ ફાયદો ઊઠાવી શકો છો. આ પંખા એનર્જી એફિશિયન્સીના મામલામાં તો સુપર છે જ, પરંતુ સરકારની એનર્જી એફિશિયન્સી સ્કીમ હેઠળ અડધાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે. એટલું જ નહીં, તમે આ પંખા હપતેથી પણ લઈ શકો છો.

શું છે પંખામાં ખાસ: એક રેગ્યુલર છત પંખો 75-80 વોલ્ટ વીજળી ખર્ચ કરે છે. જ્યારે બ્યૂરો ઓફ એનર્જીએ છત પંખા માટે સ્ટાર રેટિંગ શરૂ કરી છે, જે માત્ર 45-50 વોલ્ટ વીજળી ખર્ચ કરે છે. પરંતુ રેગ્યુલર પંખાથી થોડી ઓછી હવા આપતો હોવાની ફરિયાદ બાદ BEEએ સુપર એફિશિયન્ટ પંખા લોન્ચ કર્યા, જેને BEE 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. જે માત્ર 30-35 વોલ્ટ વીજળી ખર્ચ કરે છે.

અડધી છે કિંમત: બજારમાં રેગ્યુલર પંખા 1,000ની આસપાસ મળે છે, જ્યારે આ પંખાની કિંમત 3,000 હતી. મોદી સરકારે વીજળીની બચત માટે બલ્કમાં ખરીદી કરી તેની કિંમત અડધાથી પણ ઓછી કિંમત પર પહોંચાડી દીધી છે.

આ સંસ્થાને આપવામાં આવી છે વેચવાની જવાબદારી: EESLને આ જવાબદારી આપવામાં આવી છે. EESL પ્રમાણે, તેમના સેંટર પર પંખા લગભગ 1,000 રૂપિયાની કિંમત પર મળી રહ્યા છે. તમે હપતેથી પણ વસાવી શકો છો.

અહીંથી લઈ શકો છો પંખા - જો તમે આ પંખો ખરીદવા માગતા હોવ તો, તમે તમારી વીજળી કંપનીમાંથી આ પંખા ખરીદી શકો છો. આ સિવાય, BPCL, HPCL, IOCL અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પણ સુપર એફિશિયન્ટ પંખા વેચે છે. તમે આ કંપનીઓ પાસેથી પણ પંખો ખરીદી શકો છો. આ કંપનીઓના પેટ્રોલ પંપ પર પણ પંખા વેચવામાં આવી રહ્યા છે.

કેવી રીતે બચશે બિલ: રેગ્યુલર પંખો 75 વોલ્ટ વીજળી ખાય છે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખો 35 વોલ્ટ ખાય છે. રેગ્યુલર પંખો વર્ષમાં 180 યુનિટ વીજળી ખર્ચ કરે છે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખો 84 યુનિટ વીજળી ખર્ચ કરે છે. જો પાંચ રૂપિયા પ્રતિ યુનિટ ભાવ છે તો, તમારા પંખાનું બિલ લગભગ 900 રૂપિયા વર્ષનું આવે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખાનું બિલ 420 રૂપિયા આવે.

About The Author

Related Posts

Top News

CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ઓનલાઈન મીંટિગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાયો, તમામ મંત્રીઓને...

15મેના ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના...
Gujarat 
CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ઓનલાઈન મીંટિગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાયો, તમામ મંત્રીઓને...

રાજકોટમાં 12 મંદિરોનું ડિમોલિશન, સ્થાનિકો લોકો બોલ્યા- કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છે

રાજકોટમાં 14 મેની મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઈન...
Gujarat 
રાજકોટમાં 12 મંદિરોનું ડિમોલિશન, સ્થાનિકો લોકો બોલ્યા- કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છે

શું વરઘોડા સાથે ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' પણ બંધ થઇ જશે?

ગુજરાતના ડીજીપીએ એક પરિપત્ર કરીને પોલીસને તાકીદ કરી છે કે રિકસ્ન્ટ્રક્શનના નામે પોલીસ આરોપીઓને જાહેરમાં દોરડા બાંધીને ચલાવે છે તે...
Gujarat 
શું વરઘોડા સાથે ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' પણ બંધ થઇ જશે?

ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચ દ્વારા શુક્રવારે ધાર ભોજશાલા વિવાદ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું...
National 
ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.