ગુસ્સામાં પતિએ પત્નીને બીજી ટ્રેનના AC કોચમાં બેસાડી, ન ટિકિટ, ન રૂપિયા

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં, ઘરેલું ઝઘડાથી ગુસ્સે થયેલા પતિએ તેની પત્નીને તેના ઘરે મોકલવાનું કહીને બીજી જગ્યાએ જતી ટ્રેનમાં ચઢવા માટે દબાણ કર્યું. પરંતુ પત્ની તેના ગંતવ્ય સ્થાને ન પહોંચતા પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દુર્ગ GRP પોલીસે પણ ગુમ વ્યક્તિનો કેસ સ્થાપિત કર્યો અને તેને તપાસ હેઠળ લીધો. હવે મહિલા પોતે ત્રણ દિવસ પછી ભૂખી અને તરસથી પાછી આવી છે.

આ ઘટના ગત સપ્તાહે સોમવારે સાંજે બની હતી. જ્યારે વૈશાલી નગર વિધાનસભાના મોડલ ટાઉન ભિલાઈમાં રહેતો યુવક થાન સિંહ ચૌધરી (27 વર્ષ) તેની પત્ની લક્ષ્મી ધ્રુવ (27 વર્ષ) સાથે ઘરમાં ઝઘડો કરતો હતો. આ પછી ગુસ્સે થયેલા થાન સિંહ તેની પત્ની લક્ષ્મીને UPના હાથરસ જિલ્લામાં તેના ઘરે મોકલવા માટે દુર્ગ રેલ્વે સ્ટેશન લઈ આવ્યો. તે સમયે, છત્તીસગઢ એક્સપ્રેસ સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી, જેથી થાન સિંહ તેની પત્નીને છત્તીસગઢ એક્સપ્રેસના AC કોચમાં બેસાડી અને ફોન કરીને તેના બનેવીને આગ્રા સ્ટેશનથી તેની પત્નીને રિસીવ કરવા અને તેને ગામમાં મૂકી આવવા કહ્યું. પરંતુ બીજા દિવસે બનેવીએ થાન સિંહને કહ્યું કે, તે લક્ષ્મીને લેવા આગ્રા સ્ટેશન ગયો હતો, પરંતુ તે ત્યાં આવી જ ન હતી. આ પછી, થાન સિંહે GRP પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને પત્નીની શોધ શરૂ કરી.

GRP પોલીસે મહિલાના ગુમ થવાની નોંધ કરી હતી અને તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ પછી, ત્રણ દિવસ પછી અચાનક મહિલા પોતે GRP ચોકી દુર્ગ સ્ટેશન પહોંચી અને તેણે પોતાની સાથે જે બન્યું હતું તે જણાવ્યું.

મહિલા લક્ષ્મી ધ્રુવે દુર્ગ GRP પોલીસને જણાવ્યું કે, તેનો દરરોજ તેના પતિ થાન સિંહ સાથે ઝઘડો થતો રહે છે, જેના કારણે પતિ તેને ઘર છોડવાનું કહે છે અને 1 એપ્રિલે પણ આવું જ થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પતિ થાન સિંહ તેની પત્ની લક્ષ્મીને દુર્ગ સ્ટેશને લાવ્યો હતો અને તેને આગ્રા જતી ટ્રેનમાં બેસાડવાની હતી. પરંતુ સ્ટેશન પર પહોંચતા જ તે રવાના થઈ રહેલી છત્તીસગઢ એક્સપ્રેસના AC કોચમાં બેસાડી દીધી હતી. ન તો તેણે ટ્રેનની ટિકિટ લીધી કે ન પૈસા આપ્યા. જેના કારણે મહિલા ગભરાઈ ગઈ હતી.

મહિલા લક્ષ્મીએ પોલીસને જણાવ્યું કે, તેના પતિએ તેને ટ્રેનમાં બેસાડી અને પછી ડોંગરગઢમાં તેનું પર્સ ચોરાઈ ગયું, જેમાં તેના પતિનો મોબાઈલ નંબર પણ હતો. પર્સ ચોરાઈ ગયા પછી તેની પાસે ન તો કોઈનો નંબર હતો કે, ન તો પૈસા અને તે કોઈનો સંપર્ક કરી શકી ન હતી અને ડોંગરગઢ પહોંચ્યા પછી ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી.

મહિલા લક્ષ્મીએ પૂછપરછ દરમિયાન રેલવે પોલીસને જણાવ્યું કે, પર્સ ચોરાઈ ગયા પાછી તે ડોંગરગઢ સ્ટેશન પર ઉતરી હતી. ત્યારપાછી પતિ સાથે અવાર-નવાર થતા ઝઘડાને કારણે તે ગુસ્સામાં 3 દિવસ સુધી ડોંગરગઢમાં જ હતી. ભૂખી અને તરસથી, તે કોઈક રીતે દુર્ગમાં પાછી આવી અને GRPને તેની આખી વાત કહી સંભળાવી.

GRP ચોકીના SI ભૂપેશ રાઠોડે જણાવ્યું કે, થાન સિંહ ચૌધરી રહેવાસી ગુમાન ગઢી, પોલીસ સ્ટેશન સાદાબાદ, જિલ્લા હાથરસનો રહેવાસી છે. 1 એપ્રિલ 2024ના રોજ આગ્રા જવા માટે થાન તેની પત્ની લક્ષ્મીને છત્તીસગઢ એક્સપ્રેસમાં બેસાડી હતી, જે બીજી તારીખ સુધી આગ્રા પહોંચી ન હતી. આ સંદર્ભે તેણે 4 એપ્રિલે તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તે જ રાત્રે તેની પત્ની પરત આવી હતી. પૂછપરછ કરતાં મહિલાએ જણાવ્યું કે, તેના પતિ સાથે ઘરમાં નજીવો વિવાદ હતો અને તે તેને બળજબરીથી તેના ઘરે મોકલવા માંગતો હતો. તે ટ્રેનમાં ચડી પણ આગલા સ્ટેશને ઉતરી ગઈ અને પાછી રાયપુરમાં તેની બહેન સાથે રહેતી હતી. તેણે તેની સામે કોઈ પણ પ્રકારનું અણછાજતું વર્તન થયાનું નકાર્યું હતું. હવે તેનું નિવેદન લઈને દસ્તાવેજી કાર્યવાહી કર્યા પછી અરજી બંધ કરવામાં આવશે.

About The Author

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.