- National
- વેપારીના ઘરે 30 લાખની ચોરી થઈ, પત્ની જ નીકળી ચોર, કારણ હતું પોતાના ભાઈની બીમારી
વેપારીના ઘરે 30 લાખની ચોરી થઈ, પત્ની જ નીકળી ચોર, કારણ હતું પોતાના ભાઈની બીમારી
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક અતિ વિચિત્ર ઘટના સામે આવી છે. પોલીસે એક કપડા વેપારીના ઘરે ધોળા દિવસે 30 લાખ રૂપિયાની થયેલી ચોરીનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પુત્રવધૂએ જ તેના ભાઈની કિડનીની સારવાર માટે ચોરીનું આયોજન કર્યું હતું. પોલીસે પુત્રવધૂ, તેની માતા અને તેના ભાઈ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. SSP ડૉ. વિપિન ટાડાએ ગુનાનો પર્દાફાશ કરનાર પોલીસ ટીમને 25,000 રૂપિયાનું ઈનામ પણ આપ્યું છે.
શનિવારે પોલીસ લાઈન્સ ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં, SP સિટી આયુષ વિક્રમ અને CO બ્રહ્મપુરી સૌમ્ય અસ્થાનાએ જણાવ્યું હતું કે, TP નગરના મહાવીરજી નગરના રહેવાસી અમરીશ બંસલ ખંડક બજારમાં પ્રેમ પ્રિન્ટર્સ નામનો કાપડનો વ્યવસાય ચલાવે છે. અમરીશની પત્નીનું અવસાન થઇ ચૂક્યું છે. 15 ઓક્ટોબરના રોજ, અમરીશ તેની દુકાને ગયો હતો. ત્યારપછી, અમરીશનો પુત્ર પીયુષ તેની પત્ની પૂજાને લઈને PVS મોલમાં ખરીદી કરવા ગયો. પાછળથી એક ચોર ઘરમાં ઘૂસી ગયો અને 50,000 રૂપિયા રોકડા અને આશરે 30 લાખ રૂપિયાના દાગીના ચોરી ગયો. ચોરી કરતી વખતે ચોર CCTV કેમેરામાં કેદ થયો હતો. પોલીસ ટીમે ઘટનાનો પર્દાફાશ કરવા માટે 100થી વધુ CCTV કેમેરાનું વિશ્લેષણ કર્યું.
આ ઘટનામાં સંડોવાયેલ પીયુષની પત્ની પૂજા, તેની માતા અનિતા, ભાઈ રવિ બંસલ અને રવિના સાળા દીપક મિત્તલની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ચોરાયેલી રોકડમાંથી 35,000 રૂપિયા અને તમામ દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું કે, પૂજા પીયુષની ત્રીજી પત્ની છે. જ્યારે પૂજાના પહેલા પણ બે વાર લગ્ન થઇ ચુક્યા છે. પૂજાનો ભાઈ રવિ કિડનીની બીમારીથી પીડાતો હતો. પૂજાએ તેના ભાઈની સારવારનો ખર્ચ ઉઠાવવા માટે ચોરીનું કાવતરું ઘડ્યું હતું. ચારેય આરોપીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.
મેરઠના SP સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું કે, પૂજાએ તેના ભાઈની તબીબી સારવારનો ખર્ચ ઉઠાવવા માટે ચોરીનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ ઘટનાનો ખુલાસો કરીને તેમાં સંડોવાયેલા પૂજા અને તેની માતા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ ખુલાસો કરનાર પોલીસ ટીમને 25,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન પૂજાએ ખુલાસો કર્યો કે, તેણે તેના ભાઈ રવિ બંસલને કહ્યું હતું કે, તેઓ 15 ઓક્ટોબરના રોજ બપોરે ખરીદી કરવા જશે. રવિ તેના સાળા દીપક સાથે દિલ્હીથી રિથાની મેટ્રો સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી રવિ દીપકને E-રિક્ષામાં તેની બહેન પૂજાના ઘરે લઈ ગયો. તેણે 50,000 રૂપિયા અને દાગીના ચોરી લીધા, મેટ્રો સ્ટેશન પરત ફર્યો અને રવિ સાથે દિલ્હી જવા રવાના થયો. ઘટના પછી, દીપકે ઘટના દરમિયાન પહેરેલા કપડાં ચાલતી કારમાં બદલ્યા અને ખાલી બેગ રસ્તામાં ફેંકી દીધી. પૂજાએ હજુ છ મહિના પહેલા જ પિયુષ સાથે લગ્ન કર્યા હતા.
પોલીસ ટીમે આરોપીઓ પાસેથી 35,500 રૂપિયા અને આશરે 30 લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યા. ઘટનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે.

