- National
- ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન: રાષ્ટ્રીય ગૌરવની એક નવી ક્ષિતિજ
ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન: રાષ્ટ્રીય ગૌરવની એક નવી ક્ષિતિજ
ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું છે! 2026ના જાન્યુઆરીમાં ભારતે વિશ્વના પાંચમા દેશ તરીકે પોતાનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન્ટ લોન્ચ કર્યું છે. આ ટ્રેન એન્જિન જે મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે તે દેશની સરકાર અને વૈજ્ઞાનિકોની અથાગ મહેનતનું પરિણામ છે. આ અદ્ભુત સિદ્ધિ પર દરેક ભારતીયને ગર્વાનુભવ થશે કારણ કે તે ભારતને પર્યાવરણીય સુરક્ષા અને રેલ લેકનોલોજી ની સિદ્ધિથી દેશને વૈશ્વિક ફલક પર મૂકે છે.

આ એન્જિનથી ચાલતી ટ્રેન 10 કોચની પ્રોટોટાઇપ છે જે હરિયાણાના સોનીપત જીંદ માર્ગ પર 55 કિલોમીટરના અંતરે ટ્રાયલ રન કરી રહી છે. તેની ઝડપ 110થી 140 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે સંપૂર્ણપણે ઝીરો એમિશન અને નોઇઝ ફ્રી છે. નોર્ધર્ન રેલ્વે, રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ) અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ) ચેન્નાઇના સહયોગથી આ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં 360 કિલોગ્રામ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે જે તેને 180 કિલોમીટરની રેન્જ આપે છે. આ ટેક્નોલોજી ભારતને જર્મની (2018), ફ્રાન્સ, ચીન અને જાપાન પછીના સ્થાને લાવે છે જે વૈશ્વિક સ્તરે દેશની સિદ્ધી દર્શાવે છે.

આ સિદ્ધિ ભારત સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનું મહત્ત્વપૂર્ણ પગલું છે જે 2030 સુધીમાં 5 મિલિયન ટન વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે. આ મિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું જે ભારતને આત્મનિર્ભર અને પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ બનાવવા માટે અથાગ પ્રયાસો કરે છે. આ ટ્રેન અનઇલેક્ટ્રિફાઇડ રેલ રૂટ્સ પર રેલ્વેના કાર્બન એમિશનને 20-30% ઘટાડશે જે જળવાયુ પરિવર્તન સામેની લડાઇમાં મોટું યોગદાન આપશે. વધુમાં તે ફ્યુઅલ સેલ ટેક્નોલોજીમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે જે રોજગાર અને આર્થિક વિકાસને વેગ આપશે.
https://twitter.com/AshwiniVaishnaw/status/1955253345607880792
ભાજપ સરકારના આ અભિયાનો જેમ કે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત દેશને નવી ઊંચાઇઓ પર લઇ જઇ રહ્યા છે. આ ટ્રેન માત્ર એક વાહન નથી પરંતુ ભારતની નવીનતા, સ્થિરતા અને ગૌરવનું પ્રતીક છે તે દર્શાવે છે કે ભારતીય વૈજ્ઞાનિકો અને ઇજનેરો વિશ્વમાં કોઇથી પાછળ નથી. આ સિદ્ધિ પર આપણે ચોક્કસથી દેશ અને સરકાર પ્રત્યે ગર્વાનુભવ અનુભવીએ કારણ કે તે ભવિષ્યના સ્થિરતાના વિકાસના પાયા મજબૂત કરે છે. આવા પ્રયાસો ભારતને વિશ્વગુરુ જરૂરથી બનાવશે!

