કાર પર ‘ઠાકુર સાહબ’ લખી ફરી રહ્યા હતા ઈન્સ્પેક્ટર, થઇ ગઇ કાર્યવાહી...

ઉત્તર પ્રદેશમાં ગાડીઓ પર લખવામાં આવેલ જાતિસૂચક, સાંપ્રદાયિક અને પદનામોને હટાવવાને લઇ અભિયાન ચાલી રહ્યું છે. સરકાર આ અભિયાનને લઇ કડક કાર્યવાહી કરી રહી છે. પણ એવું લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકારના આ અભિયાનને સરકારી લોકો જ માની રહ્યા નથી. લખીમપુર ખીરી જિલ્લામાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરને પોતાની કાર પર ઠાકુર સાહબ લખાવવું મોંઘુ પડ્યું. ટ્રાફિક પોલીસે તેમની પાસેથી 3500 રૂપિયાનું ચલણ કાપ્યું. પાછલા બે દિવસથી સોશિયલ મીડિયા પર ઈન્સ્પેક્ટર અંગદ સિંહની વેગનઆર કાર ચલાવતી તસવીર વાયરલ થઇ છે. જેમાં તેમની કારની પાછળ જાતિય શબ્દ લખ્યો જોવા મળ્યો.

જણાવીએ કે, ઉત્તર પ્રદેશમાં પોતાના વાહનો પર જાતિગત શબ્દો લખાવવા પર પ્રતિબંધ છે. તેમ છતાં પોલીસકર્મીએ પોતાની કાર પર જાતિસૂચક શબ્દ લખાવ્યો છે. તે બે દિવસ પહેલા જ ઉન્નાવથી ટ્રાન્સફર થઇને લખીમપુર ખીરી આવ્યા છે. જ્યારે અંગદ સિંહ રસ્તા પર ગાડી ચલાવી રહ્યા હતા, તો કોઇએ તેમની કારનો ફોટો પાડી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

જ્યારે આ વાતની ખબર લખીમપુર ખીરીના ટ્રાફિક પોલીસને થઇ તો તેમણે પોલીસ અધિકારી અંગદ સિંહની ગાડીને 3500 રૂપિયાનો દંડ ફટકાર્યો. લખીમપુરના સીઓ સંદીપ સિંહે જણાવ્યું કે, ઈન્સ્પેક્ટર અંગદ સિંહ ભલે એક પોલીસકર્મી છે. પણ ટ્રાફિકના નિયમો સૌ કોઇ માટે સરખા છે. તે પછી સામાન્ય માણસ હોય કે પોલીસકર્મી. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે એક્શન લેવામાં આવશે.

પોલીસ ઈન્સ્પેક્ટર અંગદ સિંહે ગાડી પર ઠાકુર શબ્દ લખવાને લઇ કહ્યું કે, મારા દીકરાએ આ લખાવ્યું છે. હું તેને આજે જ હટાવી દઇશ. આ ખોટું લખ્યું છે. મારા દીકરાએ આ લખાવી દીધું હતું.

નિયમ શું છે

ઉત્તર પ્રદેશ પોલીસ સતત આવા વાહન માલિકોને દંડ ફટકારી રહી છે, જેમણે પોતાની ગાડીઓ પર જાતિસૂચક શબ્દ લખાવ્યા છે. વાહનો પર ખોટી રીતે નંબર પ્લેટનો ઉપયોગ કરવો, પદનામ લખાવવું, લાલ બત્તીનો ખોટો ઉપયોગ કરવો જેવા ઘણાં મામલાઓ પર ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશ પછી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. ઘણાં વર્ષો સુધી કોઇ કડક પગલા લેવામાં આવ્યા નહીં. હવે યોગી સરકારના આદેશ પર કાર્યવાહી થઇ રહી છે. નિયમો અનુસાર, વાહનોની નંબર પ્લેટ પર રજિસ્ટ્રેશન નંબર સિવાય બીજુ કશું પણ લખાવવાની પરવાનગી નથી. એમવી એક્ટમાં નિયમનું પાલન ન કરનારાઓ પર પહેલીવાર 500 રૂપિયા અને બીજી વાર 1500 રૂપિયાનો દંડ છે.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.