યૂટ્યૂબરના પ્રેમમાં ઈરાનથી આવી છોકરી, મુરાદાબાદમાં થઈ સગાઈ, હવે રામલલા..

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક લવ સ્ટોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઈરાનની મૂળ વતની ફૈજા (ઉંમર 24 વર્ષ) 20 દિવસના વિઝા પર પોતાના પિતા સાથે ભારત આવી અને મુરાદાબાદના યુટ્યુબર દિવાકરને ત્યાં રહે છે. બંનેની મિત્રતા ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. ત્યારબાદ પ્રેમ થઈ ગયો. હવે બંનેએ સગાઈ કરી લીધી છે. યુવતીએ ઈરાનની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી લીધી છે. જેવી જ ભારતની કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ જશે, બંને લગ્ન કરી લેશે. દિવાકરે જણાવ્યું કે, 3 વર્ષ અગાઉ ફૈજા અને મારો કોન્ટેક્ટ ઇન્સ્ટાગ્રામન માધ્યમથી થયો હતો.

શરૂઆતમાં અમે બંને એક બીજાના દેશ બાબતે વાત કરતા હતા. હું યુટ્યુબ પર ટ્રાવેલ બ્લોગ બનાવું છું. ત્યારબાદ અમે બંને એક-બીજાને સમજવા લાગ્યા અને પ્રેમ થઈ ગયો. યુટ્યુબરે જણાવ્યું કે, ફૈજાની રહેણીકરણી અલગ છે. શરૂઆતમાં મને ખૂબ પરેશાની આવી. હું ઈરાન ગયો તો મારી દાઢી ખૂબ મોટી હતી. ત્યારે ફૈજાના પરિવારજનો કહેતા હતા કે દાઢી એટલી મોટી કેમ છે. આ બધી વસ્તુઓ મને જ્યારે ખબર પડી અને તેમના કલ્ચરને સમજી ગયો તો એ મુજબ જ બધી વસ્તુ સમજતો ગયો. પછી ફૈજાના પરિવારજનો લગ્ન માટે માની ગયા. ત્યારબાદ ફૈજા પાસે ફારસી શીખી અને તેને હિન્દી શીખવી.

દિવાકરે જણાવ્યું કે, એ પણ જણાવ્યું ફૈજાની ઈરાનની કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અને LIUમાં ડોક્યૂમેન્ટ સબમિટ કરી દેવામાં આવ્યા છે. જેવી જ ભારતની કાયદાકીય પ્રક્રિયા પૂરી થશે, તેઓ બંને લગ્ન કરશે. ફૈજાના પિતા અખરોટની ખેતી કરે છે. 2 દિવસ અગાઉ ફૈજા પોતાના પિતા સાથે મુરાદાબાદ ગઈ. શુક્રવારે બંનેએ સગાઈ કરી. ફૈજા અને તેના પિતા તાજ મહલ ફરવા માગતા હતા. ત્યારબાદ તેઓ જાણવા માગતા હતા કે અયોધ્યા એટલું ચર્ચનું વિષય કેમ બન્યું છે. એટલે તેઓ ત્યાં પણ જવા માગે છે.

તેઓ ભારતીય કલ્ચરને એક્સપ્લોર કરવા માગે છે, જેથી હજુ વધારે સારી રીતે સમજી શકે. ફૈજાએ જણાવ્યું કે, તે ઇરાનના હમેદાન શહેરની રહેનારી છે. 20 દિવસના વિઝા પર મુરાદાબાદ આવી. તેની મુલાકાત દિવાકર સાથે 3 વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. ત્યારબાદ પ્રેમ થઈ ગયો અને વિઝા પર ભારત આવવાનું વિચાર્યું. ગયા મહિને આ જ પ્રકારની લવ સ્ટોરી મોતિહારીમાં પણ જોવા મળી હતી. ઇન્ડોનેશિયાની સિબોરોગબોરોગની રહેવાસી સોઈલ્લીના મેનાક સિલાબને મોતિહારીના રહેવાસી હર્ષવર્ધન કુમાર સાથે લગ્ન કર્યા હતા. પરિવાર અને સંબંધીઓ સાથે જ એ પળના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

Top News

રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને 8 મહિના પુરા થયા છતા ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનું નિવેદન આપ્યું...
Politics 
રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ

દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ કારણે અહીંના લોકોનું જીવન...
World 
ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ

જે દેશમાં 90 ટકા મુસ્લિમ વસ્તી ત્યાં બકરી ઇદ પર કુરબાની આપવા પર પ્રતિબંધ મૂકાયો

મોરોક્કો, ઉત્તર આફ્રિકામાં એક દેશ છે. અહીં 99 ટકા વસ્તી મુસ્લિમ છે, પરંતુ આ વર્ષે બકરી ઇદ પર...
World 
જે દેશમાં 90 ટકા મુસ્લિમ વસ્તી ત્યાં બકરી ઇદ પર કુરબાની આપવા પર પ્રતિબંધ મૂકાયો

વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, દેશનો ગરીબી દર 2011-12માં 16.22...
National 
વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.