- National
- પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ @travelwithjo1 નામથી એકાઉન્ટ બનાવી રાખ્યું છે. તેમાં તેણે પોતાની પાકિસ્તાની ટ્રિપના ઘણા વીડિયો અને રીલ્સ નાખ્યા છે. ઇન્સ્ટગ્રામ એકાઉન્ટમાં તેણે એક તસવીર નાખી છે, જેમાં લખ્યું છે- ‘ઈશ્ક લાહોર.’ જ્યોતિ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પાકિસ્તાન સાથે જોડાયેલા ઘણા રીલ્સ અને વીડિયો પોસ્ટ કર્યા છે. પાકિસ્તાનમાં બનાવવામાં આવેલા ટ્રેવ્લોગ સાથે જોડાયલા વીડિયો અને રીલ્સના માધ્યમથી જ્યોતિએ ત્યાંની ઘણી પોઝિટિવ વસ્તુ દેખાડવાનો પ્રયાસ કર્યો છે, એવામાં જ્યોતિ પર એક સોશિયલ મીડિયા પર્સનાલિટીના રૂપમાં તેના પ્રભાવનો વિદેશી એજન્ટો દ્વારા ગુપ્તચર અને પ્રચાર ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરવાનો આરોપ છે.

તેના પર આરોપ છે કે જ્યોતિને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેણે એક PIO સાથે ઘનિષ્ઠ સંબંધ વિકસિત કર્યા અને હાલમાં જ તેની સાથે ઇન્ડોનેશિયાની બાલી યાત્રા કરી. તેણે ભારતીય સ્થળોથી સંવેદનશીલ જાણકારી શેર કરી અને દિલ્હીમાં રહેવા દરમિયાન પાકિસ્તાન હાઇકમિશન (PHC) હેન્ડલર દાનિશના સંપર્કમાં રહી.
https://www.instagram.com/reel/DG9q-MdT8ul/?utm_source=ig_web_copy_link
જ્યોતિએ પાકિસ્તાન જઈને ત્યાંના અનારકલી બજારનો પણ વીડિયો બનાવીને પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ સિવાય તેણે ત્યાંના ખાવા-પીવાની વસ્તુઓ, સંસ્કૃતિ અને અન્ય ઘણી એવી ગતિવિધિઓના માધ્યમથી બંને દેશોની તુલના કરતા સંવેદનશીલ સૂચનાઓ આપી છે. એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને 13 મે 2025ના રોજ ભારત સરકારે જાસૂસીમાં સંડોવણી બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો હતો અને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.
https://www.instagram.com/reel/DHFZJLAT63m/?utm_source=ig_web_copy_link
હરિયાણાની રહેવાસી જ્યોતિ સતત એજ દાનિશના સમ્પર્કમાં હતી. જ્યોતિ મલ્હોત્રા પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152 અને સત્તાવાર ગોપનીયતા અધિનિયમ 1923ની કલમ 3, 4 અને 5 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રા પર આરોપ છે કે, તેણે પાકિસ્તાન હાઇ કમિશનના માધ્યમથી વિઝા પર વર્ષ 2023માં પાકિસ્તાનની યાત્રા કરી હતી. તે પાકિસ્તાની ઉચ્ચાયોગ (PHC)ના એક કર્મચારી એહસાન-ઉર-રહિમ ઉર્ફ દાનિશના સંપર્કમાં આવી, જેની સાથે તેણે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કર્યા. જ્યોતિ એ 6 લોકોમાં સામેલ છે, જેમને જાસૂસી એજંસીઓની સૂચના બાદ ધરપકડ કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાની જાસૂસી સંચાલકોને મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી.