બોલ્ડ લુક... AI સ્માર્ટ ફીચર્સ સાથે ભારતની સૌથી સસ્તી 7-સીટર કાર લોન્ચ

જાપાની કાર નિર્માતા Nissan માટે મંગળવારનો દિવસ ખૂબ જ ખાસ હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ, કંપનીએ ભારતીય બજારમાં તેની નવી Nissan Gravite લોન્ચ કરી દીધી છે. તળાવોના શહેર ઉદયપુરમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન Nissanએ, સત્તાવાર રીતે આ કાર વેચાણ માટે લોન્ચ કરી. કંપનીનું કહેવું છે કે, આ કારનું નામ ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ)થી પ્રેરિત છે. આકર્ષક દેખાવ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ 7-સીટર કારની શરૂઆતની કિંમત 5.65 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે.

Nissan Indiaએ નવા Gravite માટે સત્તાવાર રીતે બુકિંગ શરૂ કરી દીધું છે. રસ ધરાવતા ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા કાર બુક કરાવી શકે છે. કંપની કારના પ્રથમ 5,000 યુનિટ માટે સ્પેશિયલ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇઝનો લાભ મળશે એટલે કે શરૂઆતના ગ્રાહકોને આ કાર ઓછી કિંમતે ઘરે લાવવાની તક મળશે.

માત્ર 5.65 લાખ રૂપિયાથી શરૂ થતી Nissan Gravite, દેશની સૌથી સસ્તી 7-સીટર કાર છે. તે મૂળભૂત રીતે Renault Triber પર આધારિત છે, જેની કિંમત 5.76 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ તેને બજારમાં હાલમાં ઉપલબ્ધ સૌથી સસ્તી 7-સીટર MPV બનાવે છે.

Nissan-Gravite
nissan.in

આ કાર પહેલી નજરે પરિચિત લાગે છે, પરંતુ તેની ડિઝાઇન અને ફીચર્સ તેને અલગ બનાવવા માટે અપડેટ કરવામાં આવ્યા છે. Gravite ખાસ કરીને કૌટુંબિક ઉપયોગ અને રોજિંદા જરૂરિયાતો માટે ડિઝાઇન કરવામાં આવી છે. Nissan Graviteની સ્ટાઇલ ઘણી હદ સુધી ટ્રાઇબરથી પ્રેરિત છે, પરંતુ તેમાં ઘણા અલગ ઓળખ આપનારા એલિમેટ્સ ઉમેરવામાં આવ્યા છે.

તેના હેડલેમ્પ્સમાં નવા DRL સિગ્નેચર મળે છે. કારમાં નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આગળ અને પાછળના બમ્પરને નવા C-આકારના સિલ્વર ઇન્સર્ટ્સ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. બોનેટ અને ટેલગેટ પર GRAVITEની બ્રાન્ડિંગ આપવામાં આવી છે. ફ્રન્ટમાં હનીકોમ્બ પેટર્ન સાથે આગળની ગ્રિલ તેને વધુ પ્રીમિયમ દેખાવ આપે છે. કલર ઓપ્શનમાં ફોરેસ્ટ ગ્રીન, ઓનિક્સ બ્લેક, બ્લેડ સિલ્વર, સ્નો વ્હાઇટ અને મેટાલિક ગ્રેનો સમાવેશ થાય છે.

Graviteનું ઇન્ટિરિયર લેઆઉટ ટ્રાઇબર જેવું જ છે, જેમાં 5+2 સીટિંગ છે, પરંતુ રંગો અને ટ્રીમ અલગ છે. ડેશબોર્ડની ડિઝાઇન સરળ અને ઉપયોગી છે. તેમાં ફ્લેટ-બોટમ થ્રી-સ્પોક સ્ટીયરીંગ વ્હીલ, 3 ક્લાઈમેટ કંટ્રોલ નોબ્સ અને મલ્ટીપલ સ્ટોરેજ સ્પેસ મળે છે. હાયર વેરિયન્ટમાં 8-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7-ઈંચ ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે આપવામાં આવી છે.

Nissan-Gravite3
nissan.in

આ ફીચર્સ મળે છે

MPVમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, પુશ-બટન સ્ટાર્ટ અને સ્ટોપ, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક LED હેડલેમ્પ્સ અને રેઈન-સેન્સિંગ વાઇપર્સ મળે છે. સેફ્ટી ફીચર્સમાં 6 એરબેગ્સ આપવામાં આવ્યા છે, આ ઉપરાંત રીઅર AC વેન્ટ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પાર્કિંગ સેન્સર્સ, સ્ટીયરીંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, વાયરલેસ ચાર્જિંગ પેડ, કૂલ્ડ ગ્લોવબોક્સ, રિવર્સ કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

Nissan Graviteનું એક લિમિટેડ એડિશન પણ લોન્ચ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 1,001 યુનિટ બનાવવામાં આવશે. આ સ્પેશિયલ એડિશનમાં JBL સાઉન્ડ સિસ્ટમ, ડ્યૂઅલ-ચેનલ ડેશકેમ, એમ્બિયન્ટ લાઇટિંગ અને વધારાની સુવિધાઓ શામેલ હશે.

Graviteમાં 1.0-લીટરનો 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 72 hp અને 96 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યૂઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. મેન્યૂઅલ વેરિયન્ટની એવરેજ 19.3 કિમી/લીટરનો દાવો કરે છે, જ્યારે AMT વર્ઝન 19.6 કિમી/લીટર સુધીની એવરેજ આપે છે.

Nissan-Gravite1
nissan.in

Nissan Gravite કુલ 8 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવે છે. આ કારની એક ખાસ વિશેષતા એ છે કે, કંપનીએ પહેલી વાર કારના લોન્ચિંગ સાથે CNG કીટની જાહેરાત કરી છે. Nissan Indiaના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘આ કાર ટૂંક સમયમાં ડ્યૂઅલ-સિલિન્ડર CNG કીટ સાથે રજૂ કરવામાં આવશે. આ કારનો મેન્ટેનેન્સ ખર્ચ પણ તેના સેગમેન્ટમાં સૌથી સસ્તો છે. સૌરભ વત્સના મતે, કારનો મેન્ટેનેન્સ ખર્ચ માત્ર 40 પૈસા પ્રતિ કિલોમીટર છે.

Nissan Graviteમાં ઈન્ડસ્ટ્રીની પહેલી AI વોઇસ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. Nissanએ તેનું નામ અકીરા રાખ્યું છે, જે યુઝર્સને વોઇસ ચેટની સુવિધા આપે છે. લોન્ચ સમયે, સૌરભ વત્સે મીડિયાને લાઇવ અનુભવ બતાવવા માટે ડેમો આપવાનો પ્રયાસ કર્યો. કમનસીબે, ટેક્નિકલ ખામીને કારણે, વૉઇસ આસિસ્ટન્ટ ફીચર એટલે કેઅકીરાએ રિસ્પોન્સ આપ્યો નહોતો.

About The Author

Top News

બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

23 તારીખે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ  જ્યાં ચૂંટણીઓ માત્ર બે 23 એપ્રિલ અને 29 એપ્રિલ...
Politics 
બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.