ફારસની ખાડીમાં 22 ભારતીય ટેન્કરો ફસાયા, 16 લાખ ટન ક્રૂડ અને LPGનો ભંડાર અટક્યો

ભારતની પેટ્રોલિયમ અને ગેસ પુરવઠા પ્રણાલીને ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે 22 ભારતીય ધ્વજવાળા જહાજો ફારસની ખાડીમાં ફસાયા છે, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. આ જહાજોમાં કુલ 1.67 મિલિયન ટન ક્રૂડ ઓઇલ, 3.2 લાખ ટન LPG અને લગભગ 2 લાખ ટન LNGથી ભરેલું છે.

આ માહિતી બુધવારે શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહા દ્વારા આપવામાં આવી હતી. મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળવાના સમયે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં 28 ભારતીય જહાજો હતા, જેમાંથી 24 પશ્ચિમ બાજુએ અને 4 પૂર્વ બાજુએ ફસાયેલા હતા. ગયાઅઠવાડિયે બંને તરફથી બે જહાજો સફળતાપૂર્વક સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

ships1
apnews.com

હાલની પરિસ્થિતિ

પશ્ચિમ બાજુ: 22 જહાજો

પૂર્વ બાજુ: 3 જહાજો

પશ્ચિમ બાજુના 22 જહાજોમાં 6 LPG કેરિયર્સ, 1 LNG ટેન્કર, 4 ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 કેમિકલ પ્રોડક્ટ કેરિયર, 3 કન્ટેનર જહાજો

2 બલ્ક કેરિયર્સ, 1 ડ્રેજર, 1 ખાલી જહાજ અને નિયમિત જાળવણી માટે ડોકમાં 3 જહાજોનો સમાવેશ થાય છે. સિંહાએ પુષ્ટિ કરી કે બધા 611 નાવિક સુરક્ષિત છે, અને યુદ્ધગ્રસ્ત સમુદ્રધુનીમાંથી આ જહાજોને પસાર થવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

ships2
english.metrovaartha.com

સ્ટ્રેટ હોર્મુઝ સ્ટ્રેટમાં પરિસ્થિતિ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ફારસની ખાડીને ખુલ્લા સમુદ્ર સાથે જોડે છે, અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ અને ત્યારબાદ ઇરાનની પ્રતિક્રિયાને કારણે લગભગ બંધ થઈ ગઈ છે. હાલમાં, લગભગ 500 ટેન્કર જહાજો ફારસની ખાડી ફસાયેલા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

108 ક્રૂડ ઓઇલ ટેન્કર

166 ઓઇલ પ્રોડક્ટ ટેન્કર

104 કેમિકલ/પ્રોડક્ટ ટેન્કર

52 કેમિકલ ટેન્કર

53 અન્ય ટેન્કર

વિશ્લેષકોના મતે, ઈરાન સંપૂર્ણ ચકાસણી પ્રક્રિયા બાદ જ પસંદગીના જહાજોને પસાર થવાની મંજૂરી આપી રહ્યું છે. તાજેતરના દિવસોમાં, ચાર જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, જેમાં 3 બલ્ક કેરિયર્સ (બે ગ્રીક અને એક ભારતીય) અને એક અફ્રામેક્સ ટેન્કર (પાકિસ્તાની)નો સમાવેશ થાય છે.

ships3
aljazeera.com

ભારત પર અસર

ભારત તેના પુરવઠાનો મોટો હિસ્સો આયાત પર નિર્ભર છે:

88% ક્રૂડ ઓઇલ

50% નેચરલ ગેસ

60% LPG

યુદ્ધ અગાઉ, ભારતના મોટાભાગનું ક્રૂડ ઓઇલ સાઉદી અરેબિયા, ઇરાક અને UAEમાંથી મેળવવામાં આવતું હતું, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. તેવી જ રીતે, 85-95% LPG અને 30% નેચરલ ગેસ સપ્લાય આ જ માર્ગ દ્વારા આવે છે. જોકે હવે રશિયા, પશ્ચિમ આફ્રિકા, અમેરિકા અને લેટિન અમેરિકાથી ક્રૂડ ઓઇલની જરૂરિયાતો અમુક અંશે પૂર્ણ થઈ રહી છે, પરંતુ ઔદ્યોગિક અને વાણિજ્યિક વપરાશકર્તાઓને નેચરલ ગેસ અને LPGના પુરવઠા પર પ્રતિકૂળ અસર પડી છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.