પોલીસ દળમાં જોડાયાના 3 દિવસમાં જ લાંચ લેતા પકડાઈ ગયો પોલીસ ઇન્સ્પેક્ટર

'પગાર પૂર્ણિમાના ચંદ્ર જેવો છે, જે એક દિવસ માટે દેખાય છે અને પછી ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. વધારાની આવક એક એવું વહેતુ ઝરણું છે, જે હંમેશા તરસ છીપાવે છે.'

'નમક કા દરોગા' વાર્તામાં, ઇન્સ્પેક્ટર મુનશી વંશીધરના પિતા તેને આ પાઠ શીખવવામાં નિષ્ફળ જાય છે. પરંતુ લાગે છે કે, ઝારખંડમાં નવા નવા નિમણૂંક પામેલા ઇન્સ્પેક્ટર આ માર્ગને અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ લાગે છે કે, 'તેણે માથાના વાળ કપાવતાની સાથે જ બરફના કરા પડ્યા.' જેવું તેની સાથે થઇ ગયું. તેને નોકરીમાં જોઈન્ટ થયાના માત્ર 96 કલાકમાં જ, તેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

Shailesh-Kumar1
tv9hindi.com

ઝારખંડના ગુમલા જિલ્લાના ચૈનપુર પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાયેલા સ્ટેશન હાઉસ ઓફિસર (SI) શૈલેષ કુમારને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ટીમ દ્વારા 30,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડવામાં આવ્યો હતો. ચૈનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શૈલેષ કુમારે 18 જાન્યુઆરીએ ચૈનપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો અને 21 જાન્યુઆરીએ લાંચ લેતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

એવો આરોપ છે કે, શૈલેષ કુમાર અને ભૂતપૂર્વ સ્ટેશન ઇન્ચાર્જ અશોક કુમારે જયપાલ નાયક નામના ગ્રામજન પાસેથી તેમના ઘર માટે ઇંટો બનાવવાની પરવાનગી માટે લાંચ માંગી હતી. પીડિત જયપાલ નાયક લાંચ આપવા તૈયાર ન હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમના પર લાંચ આપવા દબાણ કર્યું. ચૈનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળીને, જયપાલ નાયકે રાંચીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી.

Shailesh-Kumar2
bhaskar.com

તેમની ફરિયાદના આધારે, 21 જાન્યુઆરીએ, ACBએ એક આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરી અને શૈલેષ કુમારને 30,000 રૂપિયા સ્વીકારતા રંગે હાથ પકડી લીધો. ધરપકડ બાદ, ACBએ તેના ઘરે લગભગ 15 મિનિટ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શોધખોળ પછી, આરોપી સ્ટેશન ઇન્ચાર્જને પૂછપરછ માટે રાંચી લઈ જવામાં આવ્યો.

ગુમલા જિલ્લામાં આ ઘટના પહેલા, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ 2 જાન્યુઆરીએ આવી જ કાર્યવાહી હાથ ધરી હતી. એક મોટી કાર્યવાહીમાં, ટીમે રાંચી સદર CO મુનશી રામને રૂ. 37,000ની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી હતી. ત્યારપછી, મુનશી રામના ઘરે દરોડો પાડવામાં આવ્યો, જેમાં રૂ. 11.42 લાખ રોકડા મળી આવ્યા.

About The Author

Top News

ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

બિહારના સમસ્તીપુરમાં માર્ગ અકસ્માત બાદ દારૂની લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દલસિંહસરાયમાં NH-28 પર ભારે વરસાદ વચ્ચે, ...
National 
ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. લાંબા અંતરની મુસાફરી...
Tech and Auto 
હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 131, જે લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતરવાની હતી, તેને બુધવારે ઝુરિચ તરફ વાળવામાં આવી હતી....
World 
UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ શેરી, ચોક કે પોલીસ સ્ટેશનનો નથી, ...
National 
'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.