સુરતમાં 18 વર્ષ અગાઉ 50 રૂપિયા માટે એક વ્યક્તિનું કાસળ કાઢી નાખ્યું હતું, પોલીસે 7 દિવસ ઝારખંડના જંગલમાં રહીને આરોપીને દબોચ્યો

સુરતમાં 18 વર્ષ અગાઉ 50 રૂપિયાની ઉઘરાણીના મામલે એક વ્યક્તિ કાસળ કાઢી નાખ્યું હતું, પોલીસે 7 દિવસ ઝારખંડના જંગલમાં રહીને આરોપીને દબોચ્યો. વરાછા પોલીસ સ્ટેશનની ટીમને 18 વર્ષ જૂના હ*ત્યાના ગુનામાં ફરાર રીઢા ફૂનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા છે. વર્ષ 2008ની વાત છે.

વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે ‘બબલૂ’ નામના વ્યક્તિનું કાસળ કાઢી નાખ્યું હતું. આ ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદ ફરાર હતો. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી. છતા તે વર્ષો સુધી પોલીસ પકડથી દૂર રહ્યો.

varachha-police-station
facebook.com

આ ઘટનાને વર્ષો વીતી ગયા બાદ વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયેલો છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું.

પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવી. આરોપી પોતાને બચાવવા માટે ઓળખ છુપાવીને આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો. છતા પોલીસની તીવ્ર નજર અને સુનિશ્ચિત આયોજનના કારણે અંતે આરોપી ઝડપાઇ ગયો હતો.

arrested
thestatesman.com

આ ઓપરેશન દરમિયાન પોલીસને જંગલ વિસ્તારની ખુ મુશ્કેલ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, છતાં ટીમે હિંમત અને ધીરજ રાખીને આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી સામે CrPCની કલમ 70 મુજબના વોરંટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને હવે આગળની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ અગાઉ વરોદરા ક્રાઇમ બ્રાન્ચે મોઢા પર મસો અને ગુટખા ખાવાની આદતના આધારે 2 દાયકાથી અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપી ફિરોઝખાન સામે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને બહેકાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

રઘુરામ રાજનની ચેતવણી- જો યુદ્ધ લાંબો સમય ચાલ્યું તો મંદી આવી શકે છે; ક્રૂડ ઓઈલના ભાવ 200 ડૉલર સુધી જશે!

ઈઝરાયલ-ઈરાન યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે અને વૈશ્વિક અર્થતંત્રને ખોરવી નાખ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 119...
Business 
રઘુરામ રાજનની ચેતવણી- જો યુદ્ધ લાંબો સમય ચાલ્યું તો મંદી આવી શકે છે; ક્રૂડ ઓઈલના ભાવ 200 ડૉલર સુધી જશે!

હિમાચલમાં આર્થિક સંકટ! મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓના પગારમાં મુકાયો ‘કાપ’

હિમાચલમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનવા લાગ્યું છે. રાજ્ય સરકારે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓના પગારના કેટલાક હિસ્સાને 6 મહિના...
National 
હિમાચલમાં આર્થિક સંકટ! મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓના પગારમાં મુકાયો ‘કાપ’

11 વર્ષ પછી મા જીવતી પાછી મળી, શ્રાદ્ધ કરી ચૂકેલા પુત્રો DJ બોલાવીને નાચ્યા

બાગપતના દોઝા ગામમાં એક સાંજ લોકો કદાચ ક્યારેય ભૂલી શકશે નહીં. આથમતો સૂર્ય, ગામની શેરીઓમા ખુબ હલચલ અને એક...
National 
11 વર્ષ પછી મા જીવતી પાછી મળી, શ્રાદ્ધ કરી ચૂકેલા પુત્રો DJ બોલાવીને નાચ્યા

વહુએ પાડોશી પ્રેમી સાથે મળી સાસુનું કાસળ કાઢી નાખ્યું... પ્રેમી પાસે પોલીસનો સ્નીફર ડોગ આવ્યો અને...

રાજધાની લખનઉના મહાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. નિશાતગંજ વિસ્તારની ગલી નંબર 3માં એક વૃદ્ધ...
National 
વહુએ પાડોશી પ્રેમી સાથે મળી સાસુનું કાસળ કાઢી નાખ્યું... પ્રેમી પાસે પોલીસનો સ્નીફર ડોગ આવ્યો અને...

Opinion

આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
(ઉત્કર્ષ પટેલ) સોનાની મૂરત એવા સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં મોટું નામ કહી શકાય બંકિમ તરુણ દવે. તેમના પિતા...
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.