કુલદીપ સેંગરને કયા એક આધારે મળ્યા જામીન, જાણો દિલ્હી હાઈ કોર્ટે કેમ લગાવી સજા પર રોક

ઉન્નાવ રે*પ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સજા પર રોક લગાવી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે શરતો સાથે સેંગરને જામીન આપ્યા છે. ટ્રાયલ કોર્ટે સેંગરને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદ અને ન્યાયાધીશ હરીશ વૈદ્યનાથન શંકરની ડિવિઝન બેન્ચે આદેશ આપતા કહ્યું હતું કે, અમે સજા સ્થગિત કરી રહ્યા છીએ.

કુલદીપ સિંહ સેંગરને કયા આધાર પર જામીન આપવામાં આવ્યા? તેનો જવાબ કોર્ટના આદેશની 53 પાનાંની નકલમાં જોવા મળે છે. કોર્ટના જણાવ્યા અનુસાર, કુલદીપ સિંહ સેંગરને જામીન આપવાનો આધાર કોર્ટનો પ્રાથમિક દૃષ્ટિકોણ એ છે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ તેની વિરુદ્ધ ગંભીર જાતીય હુમલાનો ગુનો બનાવવામાં આવ્યો નહોતો.

POCSO એક્ટની કલમ 5માં એ પરિસ્થિતિઓ બાબતે જણાવવામાં આવ્યું છે કે, જે હેઠળ કોઇ બાળક સાથે કરવામાં આવેલો પેનેટ્રિટિવ સેક્સુએલ અસોલ્ટ (રે*પ)ને એક ગંભીર પેનેટ્રિટિવ સેક્સુએલ અસોલ્ટ માનવામાં આવે છે. આ મુજબ, પેનેટ્રિટિવ સેક્સુએલ અસોલ્ટ જો કોઈ સરકારી કર્મચારી, પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા પોલીસ અધિકારી, સશસ્ત્ર દળો અથવા સુરક્ષા દળોના સભ્ય, અથવા હોસ્પિટલ સ્ટાફ અથવા જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, તો તે ગંભીર પેનેટ્રિટિવ સેક્સુએલ અસોલ્ટ બની જાય છે.

ગંભીર પેનેટ્રિટિવ સેક્સુએલ અસોલ્ટ માટે ઓછામાં ઓછી 20 વર્ષની જેલની સજા અને આજીવન કેદ સુધીની સજાને પાત્ર છે. ટ્રાયલ કોર્ટે સેંગરને આ ગુના માટે દોષિત ઠેરવ્યો હતો કારણ કે તે સરકારી કર્મચારીની પરિભાષાના દાયરામાં આવે છે.

Kuldeep-Sengar1
newsonair.gov.in

કોર્ટે શું-શું કહ્યું?

જો કે, હાઈકોર્ટના ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદ અને હરીશ વૈદ્યનાથન શંકરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, તેને POCSO એક્ટની કલમ 5(c) અથવા ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(b) હેઠળ પબ્લિક સર્વન્ટ તરીકે વર્ગીકૃત નહીં કરી શકાય. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સેંગર POCSO એક્ટની કલમ 5(p)ના દાયરામાં આવી શકતો નથી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, POCSO એક્ટની કલમ 4 હેઠળ કોઇ વ્યક્તિ માટે લઘુત્તમ સજા 7 વર્ષની છે, જે સેંગર પહેલાથી જ ભોગવી ચૂક્યો છે.

આ કોર્ટના મતે આ તબક્કે, આ વાતથી સંતુષ્ટ થઇને (i) POCSO એક્ટની કલમ 5(c) હેઠળનો ગુનો અપીલકર્તા વિરુદ્વ બનતો નથી કારણ કે તે લોક સેવકની પરિભાષામાં આવતો નથી, (ii) ફક્ત POCSO એક્ટની કલમ 3 હેઠળનો ગુનો બને છે, અને (iii) એ તથ્યને ધ્યાનમાં રાખીને કે અપીલકર્તા પહેલાથી જ લગભગ 7 વર્ષ અને 5 મહિનાની જેલની સજા ભોગવી ચૂક્યો છે, જે 2019માં તેના સંશોધન પહેલા POCSO કાયદાની કલમ 4 હેઠળ લઘુત્તમ વર્ષો કરતા વધુ છે, આ કોર્ટ અપીલકર્તાની સજાને સ્થગિત કરવા માટે ઇચ્છુક છે.

નોંધનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે આ વાતો કુલદીપ સેંગરની સજા સ્થગિત કરવાની અરજી પર સુનાવણી કરતા કહી હતી. પૂર્વ ધારાસભ્યએ ટ્રાયલ કોર્ટના આજીવન કેદની સજા ફટકારવાના આદેશ સામેની અપીલમાં આ અરજી દાખલ કરી હતી.

ભલે કુલદીપ સેંગરને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હોય, પરંતુ તેને હજુ પણ જેલમાં રહેવું પડશે. તે બહાર નહીં આવી શકે, કારણ કે સેંગર પોલીસ કસ્ટડીમાં રે*પ પીડિતાના પિતાના મોતનો કેસ પણ ચાલો રહ્યો છે, જેના માટે તે 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે.

Kuldeep-Sengar
ndtv.com

મામલો શું છે?

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક સગીર રે*પ પીડિતાએ કુલદીપ સેંગર પર 11-20 જૂન 2017 દરમિયાન તેનું અપહરણ કરીને રે*પ કરવાનો અને પછી તેને 60,000 રૂપિયામાં વેચવાનો આરોપ લગાવ્યો હતો. આરોપો અનુસાર, પીડિતા બાદમાં માખી પોલીસ સ્ટેશનમાંથી મળી આવી હતી, અને સેંગરના કહેવા પર પોલીસ અધિકારીઓ વારંવાર ધમકી આપી રહ્યા હતા અને તેને ચૂપ રહેવા માટે દબાણ કરી રહ્યા હતા.

જોકે, આ મામલો સામે આવ્યા બાદ, કુલદીપ સેંગર વિરુદ્ધ રે*પ, અપહરણ, ગુનાહિત ધાકધમકી સાથે સાથે POCSO એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી, અને અલ્લ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઓગસ્ટ 2019 માં સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રે*પ કેસ સંબંધિત 4 કેસોની ટ્રાયલ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી અને આદેશ આપ્યો હતો કે કેસની સુનાવણી દરરોજ કરવામાં આવે અને 45 દિવસમાં પૂર્ણ કરવામાં આવે. ડિસેમ્બર 2019માં ટ્રાયલ કોર્ટે કુલદીપ સેંગરને રે*પ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

ટ્રાયલ કોર્ટે સેંગરને પબ્લિક સર્વન્ટ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં સેંગર પર જનતાનો વિશ્વાસ હતો, જેને દગો આપવામાં આવ્યો અને આવું કરવા માટે એક પણ ખોટું કામ પૂરતું હતું. કુલદીપ સેંગરે આ નિર્ણય વિરુદ્વ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી છે, જેની સુનાવણી જાન્યુઆરી 2026માં થશે.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.