- National
- સાળીના પ્રેમમાં પાગલ થયો બનેવી! લગ્ન કરવાની જિદ સાથે ચઢી ગયો મોબાઈલ ટાવર પર
સાળીના પ્રેમમાં પાગલ થયો બનેવી! લગ્ન કરવાની જિદ સાથે ચઢી ગયો મોબાઈલ ટાવર પર
ઔરૈયામાં એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે એક યુવક ટાવર પર ચઢી ગયો. ટાવર પર ચઢીને સાળી સાથે લગ્ન કરવાની જિદ કરવા લાગ્યો. લોકોએ પોલીસને જાણ કરી. પતિ ટાવર પર ચઢી ગયો હોવાની જાણ થતા જ મહિલા તેના બાળક સાથે ત્યાં પહોંચી ગઈ.
સાળી સાથે લગ્ન કરવાની જિદ બાદ યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો, જ્યાથી બૂમો પાડતા ગ્રામજનો અને પરિવારજનોને બોલાવવા લાગ્યો. ત્યાં પહોંચેલા લોકોએ જોયા બાદ લોકોએ UP-112ને જાણ કરી દીધી. આ ઘટના સોમવારે સવારે 9:30 વાગ્યે ગોપાલપુર ગામમાં બની હતી. પોલીસે લગભગ એક કલાક ચાલેલા બચાવ કાર્ય બાદ યુવકને ટાવર પરથી નીચે ઉતાર્યો. પૂછપરછ બાદ, સહાર પોલીસ સ્ટેશનની પોલીસ તેની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહી છે.
સહાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોપાલપુર ગામમાં શહરુદ્દીન ઉર્ફે શેરા, મોબાઇલ ટાવર પર ચઢી ગયો હતો અને બૂમો પાડવા લાગ્યો. જોર-જોરથી સાળીનું નામ લઈને કહેવા લાગ્યો કે, તેણે તેની સાથે લગ્ન કરવા છે. જ્યારે ગ્રામજનો યુવાનનો અવાજ સાંભળીને ત્યાં પહોંચ્યા અને તેને નીચે આવવા કહ્યું, ત્યારે તેણે કૂદી પડવાની ચીમકી આપીને દરવવા લાગ્યો. આ દરમિયાન, માહિતી મળતા UP-112ની ટીમ પહોંચી અને તેને નીચે ઉતરવા કહ્યું. પરંતુ શેરા અડગ રહ્યો અને નીચે ન ઉતર્યો.
આ દરમિયાન તેની પત્ની તેમના દોઢ વર્ષના બાળક સાથે આવી પહોંચી. જેને જોઈને તેણે તેના પર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવાની ધમકી આપી નાખી. આ હાઈ વોલ્ટેજ ડ્રામા 3 કલાક સુધી ચાલુ રહ્યો. તેની સાળી પણ ત્યાં પહોંચી ગઈ અને તેને અવાજ લગાવવા લાગી. પોલીસની હાજરીમાં, ફાયર વિભાગની ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. બપોરે લગભગ 12:30 વાગ્યે તેને નીચે ઉતારી શકાયો.

