મેટ્રોમેન શ્રીધરને વડાપ્રધાન મોદીને પત્ર લખીને ફ્રી મેટ્રો સેવા પર આપી આ સલાહ

દિલ્હી મેટ્રોના પહેલા મેનેજિંગ ડાયરેક્ટર ઇ.શ્રીધરને મેટ્રોમાં મહિલાઓની ફ્રી યાત્રા આપવાનો કેજરીવાલ સરકારના પ્રસ્તાવની ટિકા કરી છે. મેટ્રો મેન તરીકે ઓળખાતાં શ્રીધરને આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. શ્રીધરને કેજરીવાલ સરકારને અપીલ કરી હતી કે મહિલાઓની ફ્રીમાં મેટ્રો સવારી આપવાના બદલે સરકારે સબસિડી મહિલાઓના ખાતાઓમાં ટ્રાન્સફર કરવી જોઇએ. મેટ્રો મેન શ્રીધરને 10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કેજરીવાલ સરકારના પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી હતી.

સૂત્રો અનુસાર, શ્રીધરને પત્રમાં કહ્યું છે કે જો સરકાર વાસ્તવમાં કોઇ મફત યાત્રા આપવાની સુવિધા આપવા માગતી હોય તો તેના માટે મેટ્રોની હાલની પ્રણાલીમાં ફેરફાર કરવાના બદલે લાભાર્થીઓને લાભ સીધાં તેના બેંક ખાતામાં આપવામાં આવે તે સારો ઉપાય હશે.

તેમણે કહ્યું કે, મેટ્રોને વ્યવસ્થિત તંત્ર બનાવી રાખવા માટે 2002માં મેટ્રો સેવા શરૂ કરી એ સમયે અમે નક્કી કર્યું હતું કે તેમાં કોઇ પણ પ્રકારની સબસિડી નહીં આપવામાં આવે અને તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ તેની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં ઉદ્ઘાટનના સમયે અટલ બિહારી વાજપેયીએ પણ ખુદ ટિકિટ લઇને મેટ્રોની સવારી કરી હતી અને એ વાતનો સંદેશો આપ્યો હતો કે મેટ્રો સેવાની ગુણવત્તા વધારવા માટે આવું કરવું જરૂરી છે.

જો દિલ્હી મફત યાત્રા સેવા આપશે તો આવી માગ અન્ય શહેરો પણ ઉઠાવશે. શ્રીધરને સલાહ આપી કે જો સરકાર ખરેખર ઇચ્છે છે તો અન્ય સરકારી યોજનાની જેમ તેનો લાભ ડીબીટી પદ્ધતિથી સબસિડી આપવામાં આવે.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.