પોતાની ડોક્ટર-એન્જિનિયર તરીકેની ઓળખ આપીને નેપાળી છોકરીઓએ 500 લોકો સાથે 100 કરોડની છેતરપિંડી કરી

મુરાદાબાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને બે નેપાળી મહિલાઓ, સંગીતા અને મમતા, અને એક નાઈજીરીયન યુવકની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દિલ્હીથી કાર્ય કરી રહી હતી અને દેશભરમાં લોકો સાથે સાયબર છેતરપિંડી કરતી હતી. ગેંગના નેતા, છિનવેઓકએ જ મુરાદાબાદ સ્થિત એક શિક્ષક સાથે 94 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે ત્રણેયની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા.

Nigerian-Nepali-Arrested
jagran.com

ક્રાઈમ સુપરિન્ટેન્ડેન્ટ, સુભાષ ચંદ્ર ગંગવારે જણાવ્યું હતું કે, સાયબર છેતરપિંડીની પીડિતાએ 31 ઓગસ્ટ, 2025ના રોજ સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. તેની સાથે 94.78 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. કેસની તપાસ કરતી વખતે, પોલીસે દિલ્હીમાં રહેતી મણિપુરની રહેવાસી સુનિતાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું કે, કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપીને એક નાઈજીરીયન પુરુષે તેને શિક્ષકને ફોન કરવા કહ્યું હતું. ત્યારપછી, પોલીસે છટકું ગોઠવીને ત્રણેયની ધરપકડ કરી.

પીડિત શિક્ષિકાએ સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો, જેમાં જણાવ્યું કે તેણે શાદી.કોમ વેબસાઇટ પર પોતાનો બાયોડેટા શેર કર્યો હતો. ત્યારપછી, એક વ્યક્તિએ વોટ્સએપ દ્વારા શિક્ષિકાનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તે છેલ્લા 15 વર્ષથી યુનાઇટેડ સ્ટેટ્સની એક હોસ્પિટલમાં કામ કરે છે. પોતાને MBBS ડૉક્ટર તરીકે રજૂ કર્યો હતો, તેણે શિક્ષિકાને કહ્યું કે, તે એક ભારતીય મહિલા સાથે લગ્ન કરીને ભારતમાં સ્થાયી થવા માંગે છે.

Nigerian-Nepali-Arrested4
amarujala.com

બે દિવસ પછી, આરોપીએ ફરીથી ફોન કર્યો અને કહ્યું કે, તે તેને યુનાઇટેડ સ્ટેટ્સથી ગિફ્ટ મોકલી રહ્યો છે. બે દિવસ પછી, એક મહિલાએ શિક્ષિકાને ફોન કર્યો અને તેને જાણ કરી કે વિદેશથી તેના નામે એક પાર્સલ આવ્યું છે, જેમાં સોનું, US ચલણ અને અન્ય બીજી વસ્તુઓ હતી.

આરોપી મહિલાએ શિક્ષિકાને કહ્યું કે, ડિલિવરી થાય તે પહેલાં તેને પાર્સલ માટે પૈસા ચૂકવવાની જરૂર પડશે. જ્યારે શિક્ષિકાએ પાર્સલ માટે પૈસા ચૂકવ્યા, ત્યારે આરોપી મહિલાએ કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપીને છેતરવાનું શરૂ કર્યું.

Nigerian-Nepali-Arrested2
jagran.com

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે નાઇજિરિયન પુરુષ, છિનવેઓક અને નેપાળી મહિલાઓ, સંગીતા અને મમતાની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેમને ખબર પડી કે તેઓ દરેકના વિવિધ બેંકોમાં 25 ખાતા છે. શિક્ષિકા પાસેથી છેતરપિંડી કરાયેલા પૈસા આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નાઇજીરીયન વ્યક્તિએ જ શિક્ષિકાની પ્રોફાઇલ જોયા પછી, તેને ડૉ. આરવ સિંહ તરીકે ઓળખાવીને ફોન કર્યો. પોલીસે જણાવ્યું હતું કે પોતાને ડૉક્ટર અને એન્જિનિયર તરીકે ઓળખાવતી આ ગેંગે અત્યાર સુધીમાં 500 લોકોને છેતરીને અંદાજે રૂ. 100 કરોડ (આશરે 1 બિલિયન ડૉલર)ની છેતરપિંડી કરી ચુક્યા છે.

About The Author

Related Posts

Top News

ફ્રી કાશ્મીર'ના નારા... દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે?

24 ઓક્ટોબરના રોજ, દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેમ્પસ યુનિયનની ચૂંટણી ફરીથી યોજવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું....
National 
ફ્રી કાશ્મીર'ના નારા... દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે?

જજ સાહેબના 17 વર્ષના દીકરાએ મર્સિડીઝ કારથી સ્કૂટરને ટક્કર મારતા નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

કેરળના કોચીમાં રવિવારની વહેલી સવારે એક ન્યાયાધીશના સગીર (17 વર્ષીય) પુત્ર દ્વારા કથિત રીતે ચલાવવામાં આવી રહેલી લક્ઝરી કારે...
National 
જજ સાહેબના 17 વર્ષના દીકરાએ મર્સિડીઝ કારથી સ્કૂટરને ટક્કર મારતા નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

ચૂંટણી પંચે SIR સોફ્ટવેર વિશે RTIમાં માહિતી આપવાની ના પાડી દીધી; કહ્યું- તે ટ્રેડ સિક્રેટ છે

ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાર યાદીમાં ભૂલો ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર વિશે માહિતી આપવાનો ઇનકાર...
National 
ચૂંટણી પંચે SIR સોફ્ટવેર વિશે RTIમાં માહિતી આપવાની ના પાડી દીધી; કહ્યું- તે ટ્રેડ સિક્રેટ છે

ભાડું ચૂકવવાના પૈસા નહોતા, તો 37 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો છાપી નાખી

મહારાષ્ટ્ર પોલીસે નાગપુરના એક ભાડાના રૂમમાંથી અંદાજે 85 લાખ રૂપિયાની બોગસ ચલણી નોટો જપ્ત કરી છે. કેટલાક મહિનાઓથી ભાડું ચૂકવવાનું...
National 
ભાડું ચૂકવવાના પૈસા નહોતા, તો 37 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો છાપી નાખી
Copyright (c) Khabarchhe All Rights Reserved.