હવે ઉદ્ધવ પણ ગુસ્સે, INDIAમાં સીટ વિતરણમાં વિલંબ વચ્ચે 18 સીટ પર દાવો

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)એ લોકસભાની 48માંથી 18 બેઠકો પર તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. જેમાં મુંબઈની 6માંથી 4 લોકસભા સીટોનો પણ સમાવેશ થાય છે. ઉદ્ધવ સેનાના આ પગલાને મહારાષ્ટ્રની 18 લોકસભા સીટો પર તેની દાવેદારી તરીકે જોવામાં આવી રહી છે.

શિવસેના (UBT)એ મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ લોકસભા બેઠકો માટે તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. આ દર્શાવે છે કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેના સાથી પક્ષો કોંગ્રેસ અને NCP (શરદ જૂથ) માટે મુંબઈમાં માત્ર 2 બેઠકો છોડવા તૈયાર છે. બેઠકોની વહેંચણી અંગે MVAની છેલ્લી બેઠક 2 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ પછી તરત જ મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા.

કોંગ્રેસને આ મોટો ફટકો પડ્યા પછી MVA નેતાઓમાં કોઈ ચર્ચા થઈ નથી. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી (VBA)એ પણ બેઠક વહેંચણી અંગે MVAની છેલ્લી બેઠકમાં ભાગ લીધો હતો. પ્રકાશ આંબેડકરે MVAમાં સીટ વહેંચણી અંગે નિર્ણય લેતા પહેલા કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મહા વિકાસ અઘાડીની આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ યોજાય તેવી શક્યતા છે.

અહીં તમને જણાવી દઈએ કે, અવિભાજિત શિવસેનાએ BJP સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. તેણે મહારાષ્ટ્રની 48માંથી 22 બેઠકો પર તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 18 બેઠકો જીતી હતી, જેમાંથી 3 મુંબઈમાં હતી. જૂન 2022માં શિવસેનાના 40 ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી, પક્ષ પરના દાવાને લઈને ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે લડાઈ થઈ. ચૂંટણી પંચે એકનાથ શિંદ જૂથને જ અસલી શિવસેના ગણાવી હતી. આ રીતે શિંદે જૂથને પાર્ટીના પ્રતીક અને નામ પર અધિકાર મળી ગયો હતો.

ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) રાખ્યું હતું અને તેનું ચૂંટણી પ્રતીક સળગતી મશાલ હતું. તેમણે BJP સાથે મહાગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી. મહાયુતિ સરકારમાં એકનાથ શિંદે CM અને દેવેન્દ્ર ફડણવીસ DyCM બન્યા. હવે અજિત પવારની NCP પણ મહાયુતિનો હિસ્સો છે. કોંગ્રેસના નેતાઓની શ્રેણીબદ્ધ સત્તાધારી ગઠબંધનમાં જોડાયા પછી, ઉદ્ધવ સેના 2019માં તેના ઉમેદવારોએ જીતેલી તમામ વર્તમાન બેઠકો પર દાવો કરી રહી છે.

About The Author

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.