- Business
- રાઇડ કેન્સલ કરી તો થશે દંડ, ડ્રાઈવર-યાત્રી બંને માટે અલગ-અલગ છે નિયમ
રાઇડ કેન્સલ કરી તો થશે દંડ, ડ્રાઈવર-યાત્રી બંને માટે અલગ-અલગ છે નિયમ

ઓલા, ઉબર જેવી એપ આધારિત ટેક્સી સર્વિસ આપનારી કંપનીઓના દેશભરમાં કરોડોની સંખ્યા ગ્રાહક છે. ક્યાંક જવું હોય, તો તમારા મોબાઇલ પર લોકેશન આપતા રાઇડ બુક કરો અને પછી નીકળી જાવ. પરંતુ રાઈડ કેન્સલ કરનારા લોકો પણ મોટી સંખ્યામાં છે. પીક ઓવરમાં રાઈડ કેન્સલ કરવાની ફરિયાદ ખૂબ આવે છે. બુકિંગ કર્યા બાદ રાઈડ કેન્સલ કરવાથી કંપની સાથે-સાથે ડ્રાઈવર અને મુસાફરોને નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા માટે હવે એક નવી નીતિ બનાવવામાં આવી છે. જે હેઠળ હવે રાઈડ કેન્સલ કરવા પર દંડ ભરવો પડશે.

રાઈડ કેન્સલ કરવા પર દંડ વસૂલવાની આ નીતિ હાલમાં મહારાષ્ટ્રમાં બની છે. ત્યારબાદમાં તેને દેશના અલગ-અલગ હિસ્સાઓમાં લાગૂ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં એપ-આધારિત ટેક્સી સેવાઓ માટે એક નવી નીતિ લાગૂ કરવામાં આવી છે. જે હેઠળ, હવે રાઈડ કેન્સલ કરનારા ડ્રાઇવરો પર 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેનાથી કોઈ કારણ વિના રાઈડ કેન્સલ કરનારા ડ્રાઇવરો પર લગામ લાગશે. જો કોઈ ડ્રાઈવર રાઈડ કેન્સલ કરે છે, તો તેને 100 રૂપિયા અથવા કુલ ભાડાના 10 ટકામાંથી, જે ઓછું હોય તે મુસાફરના વોલેટમાં જમા કરાવવા પડશે.

તો, જો મુસાફર કોઈ કારણ વિના રાઈડ કેન્સલ કરે છે, તો તેણે 50 રૂપિયા અથવા કુલ ભાડાના 5 ટકામાંથી, જે ઓછું હશે તે ડ્રાઈવરને મળશે. આ ઉપરાંત, નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ટ્રેઇન્ડ ડ્રાઇવરો જ કેબ ચલાવી શકશે. આ નિયમ બાદ, હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કારણ વિના બુકિંગ કેન્સલ કરવાની ઘટનાઓ ઓછી થશે. મુસાફરોને તેનો ફાયદો થશે. સાથે જ, જો કોઈ મુસાફર બુકિંગ કેન્સલ કરે છે, તો તેણે પણ દંડ પણ ભરવો પડશે.
Related Posts
Top News
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
Opinion
