વૃદ્ધને કાગળો પર મૃત જાહેર કરી દેવાયેલા, 13 વર્ષ બાદ મંત્રીએ બોલાવીને કહ્યું...

તમને એ ટીવી સિરિયલ યાદ છે, જેમાં સરકારી પ્રક્રિયા પર હસી મજાકવાળા નદાજમાં કટાક્ષ કરવામાં આવતો હતો. તેમાં તમે એ કહાની પણ જોઈ હશે, જેમાં કોઈ વૃદ્ધને સરાકરી કાગળોમાં મૃત જાહેર કરી દેવામાં આવે છે અને પછી તે પોતાને જીવતો સાબિત કરવા માટે ધક્કા ખાતો રહે છે. એવી જ એક કહાની હકીકતમાં પણ સામે આવી છે. હરિયાણાના રેવાડી જિલ્લાના વૃદ્ધ દાતારામ અંતે 13 વર્ષ બાદ ફરીથી જીવતો થઈ ગયો. તેને રાજ્ય સરકારના મંત્રી ડૉ. બનવારી લાલે પોતે બોલાવીને જીવિત હોવાનું સર્ટિફિકેટ આપ્યું. સાથે જ કહ્યું કે શુભેચ્છા તમે જીવતા થઈ ગયા છો.’

હરિયાણાના રેવાડી જિલ્લાના બાવલ વિસ્તારમાં એક ગામ છે ખેડા મુરાર. આ ગામના વૃદ્ધ દાતારામ લગભગ 13 વર્ષ અગાઉ પોતાની ઉંમર 58 વર્ષ થવા પર વૃદ્ધ પેન્શન માગવા માટે સરકારી કાર્યાલય ગયો હતો. સરકારી કાર્યાલયમાં તેને કહેવામાં આવ્યું છે કે દાતારામનું મોત થઈ ચૂક્યું છે અને એ વાત કાર્યાલયનાં રેકોર્ડમાં નોંધાયેલી છે. તેમણે કર્મચારીઓને વિનંતી કરી તો તેને કહેવામાં આવ્યું કે સરકારી કાગળોમાં તમારું મોત થઈ ચૂક્યું છે. તમારે પહેલા પોતે જીવતા હોવાનું સર્ટિફિકેટ લાવવું પડશે.

મીડિયા રિપોર્ટ મુજબ, ત્યારબાદ જ દાતારામ પોતાને સરકારી કાગળોમાં જીવિત જાહેર કરાવવા માટે ઑફિસોના ચક્કર લગાવી રહ્યો હતો. દાતારામના ગામમાં એક અન્ય વ્યક્તિનું નામ પણ દાતારામ હતું. બીજા દાતારામ સેનામાં નોકરી કરતા હતા અને તેમનું મોત થઈ ગયું હતું. તેમની જગ્યાએ ગામમાં ખેતીવાડી કરતા દાતારામનું મોત સરકારી રેકોર્ડમાં નોંધી દેવામાં આવ્યું. પોતાને જીવિત જાહેર કરાવવા માટે દાતારામ સતત સરકારી કાર્યાલયોના ચક્કર લગાવી રહ્યો હતો. તેને ઘણા સરકારી કાર્યાલયોમાં વિનંતી કરવા પર ન તો જીવિત જાહેર કરવામાં આવ્યો. તો તેના કારણે સરકારી યોજનાઓનો લાભ પણ મળી શકતો નહોતો.

તે પોતાની ફાઇલ લઈને ઘણા બધા અધિકારીઓને પણ મળ્યો, પરંતુ તેને કોઈ પણ જીવિત જાહેર કરાવી ન શક્યું. તેના કારણે તેણે પણ પોતાને મૃત માની લીધો હતો અને થાકીને ચૂપ બેસી ગયો. મીડિયા રિપોર્ટ મુજબ, ગુરુવારે દાતારામના ગામમાં રાજ્ય સરકારના મંત્રી ડૉ. બનવારી લાલ પહોંચ્યા. તેમણે મંચ પરથી વૃદ્ધ દાતારામનું નામ લીધું. મંચ પર બોલાવ્યા બાદ મંત્રીએ તેને શુભેચ્છા આપી અને કહ્યું કે, હવે તમે જીવતા થઈ ગયા છો અને જલદી જ તમને સરકારી યોજનાઓનો લાભ અન્ય વૃદ્ધોની જેમ જ મળવા લાગશે. દાંતરામે તેને પોતાની જિંદગીની સૌથી મોટી ખુશ ખબરી અને પોતાનો પુનર્જન્મ બતાવ્યો છે.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.