શું સરકાર તમામ વિદ્યાર્થીઓને આપે છે મફત લેપટોપ? જાણો વાયરલ મેસેજનું સત્ય..

On

છેલ્લા કેચલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશે. ભારત સરકારની પ્રેસ એજન્સી PIB એ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. આ દાવાઓને નકલી ગણાવતા PIBએ કહ્યું કે વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહો. જાણો સમગ્ર મામલો...

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા મફત લેપટોપ વિતરણની યોજના ચલાવવામાં આવી રહી છે. મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રી લેપટોપ માટે તમારે ફક્ત એક લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સરકારે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ સંદેશ સાથે સંબંધિત સત્ય શેર કર્યું છે.

ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. PIB એ તેની ફેક્ટ ચેકમાં આ દાવાઓને નકલી ગણાવ્યા છે. PIBએ તેના ફેક્ટ ચેક એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો છે જેમા યુવાનોને મફત લેપટોપ આપવાનો દાવો કરી અને તેને બુક કરવા માટે લિંક પર ક્લિક કરી એક લિંક સાથે મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિગત વિગતોની માંગ કરવામાં આવી રહી છે.

PIBએ વધુમાં જણાવ્યું હતું કે, જે લિંક અને મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે નકલી છે. વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહો.

તમે પણ સરકારને લગતા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે PIB ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકને WhatsApp નંબર 918799711259 પર ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકે છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.