- National
- PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી
બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રમુખ પણ બનશે. અગાઉ અમિતભાઇ શાહ 49 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. નીતિન નબીનને આ મહત્ત્વનું પદ આપવાનું કારણ માત્ર અનુભવ અથવા ઉંમર નથી, પરંતુ વર્ષોની સંઘર્ષભરી સંગઠનાત્મક યાત્રા, ચૂંટણીમાં સફળતા અને કેન્દ્રીય નેતૃત્વનો વિશ્વાસ ઉપરાંત સંઘની લાંબી રણનીતિ પણ છે. તેમના પિતા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને ધારાસભ્ય રહી ચૂક્યા હતા. આમ તો તેમની સક્રિય રાજકારણમાં એન્ટ્રી વર્ષ 2006માં તેમના પિતાના સ્વર્ગવાસ પછી થી કહેવાય છે. જોકે, વિચારાધારાની વાત કરીએ તો તેમના પિતા પણ ભાજપના ધારાસભ્ય હતા અને વર્ષ 1995થી ચૂંટાતા હતા. હાલ પટનાની બાંકીપુર સીટ પર થી 51000 મતોથી જીત્યા હતા.

તેઓ વર્ષ 2021માં મંત્રી બન્યા હતા. તેમને ફરી મંત્રી બનાવાયા છે. કહેવાય છે કે તેઓ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના વ્યક્તિઓમાંથી એક છે. વર્ષ 2010માં જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ પટના ગયા હતા ત્યારે બિહારમાં પૂરગ્રસ્તોની સહાય મામલે છાપાઓમાં એક જાહેરાત આવી હતી જેમાં તેમને નીતિશ કુમાર સાથે હાથ મિલાવતા બતાવાયા હતા. નીતિશ કુમાર તેનાથી નારાજ થઇ ગયા હતા અને તેમણે ડીનર પાર્ટી રદ કરી હતી. રિપોર્ટ મુજબ નીતિન નબીનની આ જાહેરાતો આપવામાં ભૂમિકા હતી. આમ, નીતિન નબીન વર્ષ 2010થી પીએમ મોદીના સંપર્કમાં હોવાનું કહેવાય છે.
હવે સમજીએ આટલી નાની ઉંમરમાં તેમને કેમ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા
1. ગ્રાસરૂટથી ઉદ્ભવેલો કાર્યકર્તા
નીતિન નબીન એક સાચા ‘કાર્યકર્તા’ તરીકે ભાજપમાં આગળ વધ્યા છે. બૂથ લેવલથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીનો તેમનો અનુભવ તેમને સંગઠનના મૂળ સાથે જોડે છે.
2. ABVP અને BJYMમાં મજબૂત પાયો
વિદ્યાર્થી રાજકારણ અને યુવા સંગઠનમાં કામ કરીને તેમણે કેડર મેનેજમેન્ટ અને વિચારધારાની તાલીમ મેળવી—જે કોઈપણ રાષ્ટ્રીય નેતૃત્વ માટે જરૂરી છે.
3. ચૂંટણી જીતાડનાર વ્યૂહરચનાકાર
છત્તીસગઢમાં ભાજપના ઈન્ચાર્જ તરીકે 2023ની ઐતિહાસિક જીતમાં તેમનો મોટો ફાળો રહ્યો. આ સફળતાએ કેન્દ્રિય નેતૃત્વનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો.
4. નવા રાજ્યોમાં પાર્ટીનું વિસ્તરણ
સિક્કિમમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને દૃશ્યમાન બનાવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું.
5. પાંચ વખત ચૂંટાયેલા ધારાસભ્ય
બિહારના બંકીપુરમાંથી સતત જીત—લોકવિશ્વાસ અને રાજકીય સ્થિરતાનું પ્રતીક છે.
6. મહત્વપૂર્ણ મંત્રાલયનો અનુભવ
માર્ગ નિર્માણ અને શહેરી વિકાસ જેવા ખાતાઓ સંભાળીને તેમણે શાસનક્ષમતાનો પરિચય આપ્યો.

7. ગઠબંધન રાજકારણની સમજ
ગઠબંધન સરકારોમાં કામ કરીને સંવાદ, સમન્વય અને સંતુલન કળા શીખી—રાષ્ટ્રીય પદ માટે આવશ્યક ગુણ.
8. ટોચના નેતૃત્વનો વિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યુવા અને મહેનતી સંગઠનાત્મક નેતા તરીકે બિરદાવ્યા—આ વિશ્વાસનું મોટું પ્રમાણપત્ર છે.
9. નમ્ર અને સુલભ નેતૃત્વ શૈલી
કાર્યકર્તાઓમાં લોકપ્રિય, સરળ સ્વભાવ અને આયોજનબદ્ધ કાર્યશૈલી—આ ગુણો તેમને સંગઠનમાં સૌને સ્વીકાર્ય બનાવે છે.
10. પેઢી પરિવર્તનનું પ્રતીક
45 વર્ષની ઉંમરે નીતિન નબીન ભાજપના નેતૃત્વમાં નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે—અનુભવ સાથે નવી ઊર્જા.
નીતિન નબીનની પસંદગી ભાજપની લાંબા ગાળાની રણનીતિ દર્શાવે છે—જ્યાં અનુભવ અને ભવિષ્ય બંનેનો સંતુલિત મેળ છે.

