RSSના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સ્મારક ટિકિટ અને સિક્કો જાહેર કરશે PM નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શતાબ્દી વર્ષ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે. 1924માં વિજયાદશમીના દિવસે સ્થાપિત RSS ગુરુવારે 100 વર્ષ પૂર્ણ કરશે. જાણકારોના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સંગઠનના શતાબ્દી વર્ષના સમારોહની પૂર્વસંધ્યાએ RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેની હાજરીમાં સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે.

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RSSની નિઃસ્વાર્થ સેવા અને અનુશાસનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેના સ્વયંસેવકોના દરેક કાર્યમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ હંમેશાં સર્વોપરી હોય છે. પોતાના માસિક ‘મન કી બાત’ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, RSSની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે કેશવ બલિરામ હેડગેવાર દ્વારા દેશને બૌદ્ધિક ગુલામીમાંથી મુક્ત કરવા માટે કરી હતી અને ત્યારથી તેની યાત્રા જેટલી પ્રેરણાદાયક છે એટલી જ નોંધપાત્ર અને અભૂતપૂર્વ પણ રહી છે.

modi
indiatoday.in

સ્વયં RSSના પ્રચારક રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેડગેવારના ઉત્તરાધિકારી એમ.એસ. ગોલવલકરની પ્રશંસા કરતા કહ્યું કે તેમનું કથનઆ મારું નથી, રાષ્ટ્રનું છેલોકોને સ્વાર્થથી ઉપર ઉઠીને અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણને અપનાવવા માટે પ્રેરણા આપે છે. ગુરુજી ગોલવલકરના આ નિવેદને લાખો સ્વયંસેવકોને ત્યાગ અને સેવાનો માર્ગ બતાવ્યો છે. ત્યાગ, સેવા અને તેમાંથી પ્રાપ્ત અનુશાસનની આ ભાવના જ સંઘની સાચી તાકાત છે. આજે RSS 100 વર્ષથી વધુ સમયથી રાષ્ટ્રની અથાક સેવા કરી રહ્યું છે.’

RSSની શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં દેશભરમાં એક લાખથી વધુ ‘હિન્દુ સંમેલનો’ સહિત દેશભરમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. RSS પ્રમુખ મોહન ભાગવતે રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધતા RSSના ગીતોના સંગ્રહનું વિમોચન કર્યું હતું, જેને તેમણે માતૃભૂમિ પ્રત્યે સમર્પણ ગણાવ્યું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

modi1
livemint.com

‘સંઘ ગીત’ આલ્બમમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન દ્વારા ગવાયેલા 25 ગીતો શામેલ છે, જેમાંથી 10 પર તેમણે કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુતિ આપી. ગીતોની ભાવનાની પ્રશંસા કરતા ભાગવતે કહ્યું કે, ‘સંઘ ગીત માતૃભૂમિ પ્રત્યે સમર્પણ અને જીવનની તપસ્યાથી ઉત્પન્ન થાય  છે. આ ગીતો સ્વયંસેવકોના જીવંત અનુભવોમાંથી ઉત્પન્ન થાય છે. આ ગીતો માતૃભૂમિ પ્રત્યેની ભક્તિની ભેટ છે.’

RSS પાસે દરેક ભારતીય ભાષામાં ગીત છે, જેની અંદાજિત કુલ સંખ્યા 25000 થી 30000 વચ્ચે છે. ભાગવત ગુરુવારે નાગપુરમાં સ્થિત RSS મુખ્યાલયમાં તેમનું વાર્ષિક વિજયાદશમી સંબોધન આપશે, જેની સાથે આગામી વિજયાદશમી સુધી દેશભરમાં કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ જશે. ભાગવત એક દેશવ્યાપી ઘરે-ઘરે જનસંપર્ક અભિયાન પણ શરૂ કરશે અને સામાજિક સમરસતા સહિત વિવિધ વિષયો પર તમામ રાજ્યોમાં હજારો સેમિનાર આયોજિત કરવામાં આવશે.

About The Author

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.