પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે કરશે સગાઈ

રાષ્ટ્રીય રાજકારણમાં તાકતવર ગણાતા ગાંધી પરિવારમાં લગ્નની શરણાઈ વાગવા જઇ રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. રેહાને તેની ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઈ કરવા જઇ રહ્યા છે.

અહેવાલો અનુસાર, રેહાન વાડ્રા અને અવીવા છેલ્લા 7 વર્ષથી રિલેશનશિપમાં છે. રેહાને તાજેતરમાં અવીવાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારોએ તેમના લગ્ન માટે સહમતિ આપી દીધી છે. તેમની સહમતિ બાદ, સગાઈ સમારોહ થવા જઇ રહ્યો હતો. વાડ્રા પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અવીવાએ રેહાનના લગ્ન પ્રસ્તાવને ખુશીથી સ્વીકારી લીધો છે. નવા વર્ષ અગાઉ આ સુખદ સંબંધની ઔપચારિક શરૂઆત થવા જઇ રહી છે.

Raihan-Vadra3
ndtv.com

સૂત્રો અનુસાર, સગાઈ સમારોહ રાજસ્થાનમાં થવાની શક્યતા છે, જે 2-3 દિવસનો ખાનગી આયોજન હશે. જોકે, સગાઈની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જાન્યુઆરી 2026ની શરૂઆતમાં સગાઈ થવાની ધારણા છે. જોકે, બંને પરિવારે રેહાન અને અવીવાની સગાઈ અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. લગ્નની તારીખ હજુ નક્કી થવાની બાકી છે. તારીખ ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે. અવીવા બેગનો પરિવાર દિલ્હીનો રહેવાસી છે.

નોંધનીય છે કે 24 વર્ષીય રેહાન વાડ્રા ઇન્સ્ટોલેશન અને વિઝ્યૂઅલ આર્ટિસ્ટ છે. ડાર્ક પર્સેપ્શન નામનું સોલો એક્ઝિબિશન કરી ચૂકેલા રેહાન નેચર ફોટોગ્રાફી અને મુસાફરીમાં રસ ધરાવે છે. કલા અને ફોટોગ્રાફી પ્રત્યે ઝુકાવ ધરાવતા રેહાન રાજકારણ અને લાઈમલાઈટથી દૂર રહે છે. દિલ્હીમાં પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, વિઝ્યૂઅલ આર્ટિસ્ટ રેહાન વાડ્રાએ દેહરાદૂન અને લંડનમાં વધુ અભ્યાસ કર્યો છે.

aviva-baig3
x.com/avivabaig

જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળતા રેહાન રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. નોંધનીય છે કે અવીવા બેગના પરિવારની ગણતરી વાડ્રા પરિવારની નજીકનાઓમાં માનવામાં આવે છે. દિલ્હીમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અવીવાએ મીડિયા કોમ્યુનિકેશન અને જર્નાલિઝ્મમાં પણ ડિગ્રી મેળવી છે. રેહાનની જેમ, અવીવા બેગને પણ ફોટોગ્રાફીમાં રસ છે અને તે ફોટોગ્રાફર છે.

અવીવા બેગ ફૂટબોલર રહી છે અને તે વ્યવસાયે એક ફોટોગ્રાફર અને નિર્માતા છે. યુ કેન નોટ મિસ ધીસ અને ધ ઇલ્યૂઝનરી વર્લ્ડ જેવા પ્રદર્શનો દ્વારા ખ્યાતિ મેળવનાર અવીવાના ફોટોગ્રાફ્સ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પોર્ટલ પર પોતાના પ્રકાશિત થઈ ચૂક્યા છે. રેહાનની જેમ, અવીવા બેગ પણ નેચર ફોટોગ્રાફીમાં રુચિ ધરાવે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.