ભારતમાં પણ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાની તૈયારી! જાણો સંસદમાં રજૂ કરાયેલા બિલની મુખ્ય વાતો

વિશ્વભરના ઘણા દેશોએ 13 થી 16 વર્ષની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને એક ઉદાહરણ રજૂ કર્યું છે. બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ભારત હવે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, જોકે માતા-પિતાની સંમતિ બાદ જ બાળકો ઓનલાઈન એકાઉન્ટ્સ ઍક્સેસ કરી શકશે. સંસદના ચોમાસા સત્ર દરમિયાન આ અંગેનું એક બિલ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેને 'સેફગાર્ડિંગ હેલ્ધી ઈન્ટરનેટ એન્વાયર્નમેન્ટ ફોર લિટલ ડિજિટલ નેટિવ્સ (SHIELD) બિલ, 2025 નામ આપવામાં આવ્યું છે' -.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગના ક્ષેત્રમાં બાળકોની વધતી હાજરી વચ્ચે તેમની ડિજિટલ સલામતીને લઇને સંસદમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ભાજપના સાંસદ બૈજયંત પાંડા દ્વારા રજૂ કરાયેલ, SHIELD બિલ, 2025માં, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતા-પિતાના વેરિફિકેશન વિના સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટ્સ બનાવવાથી રોકવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. આ સાથે જ, સગીરોની ઓનલાઈન પ્રવૃત્તિ પર દેખરેખ રાખવા, તેમને પ્રોફાઇલ કરવા અને જાહેરાતો દ્વારા તેમને લક્ષ્ય બનાવવા પર પ્રતિબંધો લગાવવાનો પ્રસ્તાવ છે.

1918

SHIELD બિલ 2025માં, 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને બાળકો તરીકે વર્ગીકૃત કરે છે. તેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓનલાઈન ગેમિંગ સેવાઓ અને અન્ય ડિજિટલઇન્ટરમીડિયરી માટે બાળ-સુરક્ષા નિયમો લાગૂ કરવાની વાત કહેવામાં આવી છે. જો કે, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સ માટે ખાસ કરીને માતા-પિતાની સંમતિ જરૂરી છે.

17

આ બિલમાં છે કે સગીરો સુધી પહોંચ રાખનારા ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે ફરજિયાત વય-ચકાસણી સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત, માતા-પિતા અથવા વાલીઓ માટે એક એવું કંટ્રોલ ડેશબોર્ડ ઉપલબ્ધ કરાવવાની વાત કહેવામાં આવી છે, જેના દ્વારા તેઓ બાળકની ઓનલાઈન પ્રવૃત્તિ પર નજર રાખી શકે. આ ડેશબોર્ડમાં ગોપનીયતા સેટિંગ્સ બદલવા, કેટલીક સેવાઓને પ્રતિબંધિત કરવા અને સ્ક્રીન સમય મર્યાદિત કરવા જેવા ઓપ્શન શામેલ હશે.

About The Author

Related Posts

Top News

ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના યુવાન સંશોધક રવિ ટમ્ટાએ 'ઉડતી કાર' વિકસાવી છે. આ 'ઉડતી કાર'નું નામ ...
National 
ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

તા. ૯ ઓગસ્ટ. વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વભરમાં મૂળ નિવાસીઓના અધિકારો, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવામાં આવે છે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ...
Gujarat 
વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

શનિવારે, કેરળની રાજધાની, તિરુવનંતપુરમમાં, નીચલા પ્રાથમિક શાળાના શિક્ષક રેન્ક ધારકોએ સરકાર સામે એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું....
National 
કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.