બોલો! એક બોયફ્રેન્ડ માટે 6 છોકરીઓ ઝઘડી પડી, એકને વાળ પકડીને ખેંચી કાઢી અને પછી..

પ્રેમ તો પ્રેમ હોય છે! એ કંઈક જ જોતો નથી. એ નથી સારું-નરસું જાણતો, એ નથી અમીરી-ગરીબીની ભેદ જાણતો કે એ નથી જાત-પાતનો ભેદ નથી જાણતો. પ્રેમના ચક્કરમાં લોકો શું-શું નથી કરતા? બધુ જ કરે છે. કોઇ કોઇની હત્યા કરી નાખે છે, કોઈ બાળકો અને પતિને છોડીને પ્રેમી સાથે જતું રહે છે. કોઈ પોતાની પત્ની છોડીને બીજી મહિલા સાથે ચક્કરમાં પડી જાય છે. તો વળી કોઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ માટે મારામારી, ઝઘડા પર ઉતારી આવે છે. આવી જ ઘટના સામે આવી છે છત્તીસગઢથી.

રાયપુરના ખમ્હારડીહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જ્યાં 6 યુવતીઓએ મળીને પોતાની જ બહેનપણીને નિર્દયતાથી માર માર્યો હતો. પીડિતા રહનુમા નઝીર ફેશન ડિઝાઈનર છે અને ભાવના નગરમાં ભાડાના મકાનમાં રહે છે. ઘટના દરમિયાન યુવતીઓએ રહનુમાના ઘરમાં તોડફોડ કરી હતી અને સોનાના ઘરેણા અને રોકડ પણ લૂંટ લીધી હતી. FIR મુજબ, રહનુમાની આ યુવતીઓ સાથે છેલ્લા 4 વર્ષથી મિત્રતા હતી. 3 એપ્રિલે કોમલ નામની યુવતીએ રહનુમાને ફોન કરીને કહ્યું કે, તે તેના ઘરે આવી રહી છે. ત્યારબાદ રહનુમા સ્નાન કરવા બાથરૂમમાં જતી રહી હતી.

Girlfriend-1
medium.com

આ દરમિયાન સાંજે 6:00 વાગ્યાના અરસામાં 6 યુવતીઓ અલીશા, દિવ્યા, મંજૂ, કોમલ, અલીશા એમ. અને રાની રહનુમાના ઘરમાં ઘૂસી ગઇ હતી. છોકરીઓના હાથમાં ચપ્પુ હતો. તેમણે બાથરૂમનો દરવાજો લાત મારીને તોડ્યો અને રહનુમાને વાળ પકડીને ધસડતા બહાર કાઢી. પીડિતા રહનુમાએ જણાવ્યું કે, આ મારામારી દરમિયાન તેની સોનાની ચેન પડી ગઈ. આ ઉપરાંત સોનાની 5 અંગૂઠી અને 30 હજાર રૂપિયાની રોકડ પણ ગાયબ છે. યુવતીઓએ રહનુમાનો iPhone પણ તોડી નાખ્યો હતો. રહનુમાએ આરોપી યુવતીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ મારામારી બોયફ્રેન્ડને લઈને થઈ હતી. છોકરીઓ વચ્ચે કોઈ છોકરાને લઈને વિવાદ હતો. તેમાંથી એક યુવતીનું યુવક સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું છે, પરંતુ તેમ છતા યુવકની પર્સનલ લાઇફમાં દખલઅંદાજીને લઈને વિવાદ થયો હતો. હાલમાં પોલીસ FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે.  પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ ટૂંક સમયમાં જ મારામારીના સાચા કારણનો ખુલાસો કરશે.

Top News

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર....
National 
‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.