ભાભી 28 વર્ષની, દિયર 22નો, બંનેએ સાથે ખાઇ લીધો ફાંસો

યુપીના ફતેહપુર જિલ્લાના ગાજીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બ્રામ્હણતારા ગામે પ્રેમ સંબંધના કારણે ભાભીએ અને દેવરે ફાંસો ખાઈ લીધો. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

મૃતક સુનીતા (28 વર્ષ) નો પ્રેમ સંબંધ તેના દેવર રામ મિલન (22 વર્ષ) સાથે ચાલી રહ્યો હતો. આ દરમિયાન પરિવારે મૃતકના દેવર રામ મિલન ના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેના લગ્ન આવતા વર્ષે 7 મે 2021 ના રોજ થવાના હતા. જેના કારણે બંનેએ રાત્રે ગળે સાડી બાંધી લટકીને આપઘાત કરી લીધો હતો.

સવારે લોકોએ બંનેને લટકતા જોયા ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તપાસ્યા બાદ ફોરેન્સિક ટીમમાંથી પુરાવા પણ એકઠા કરાયા હતા. આ ઘટના બાદ પરિવારના સભ્યોની તબિયત ખરાબ હતી.

મૃતક યુવકના મોટા ભાઈ અને સુનિતાના પતિ હરીઓમે પોલીસને જણાવ્યું હતું કે "તેને ત્રણ વર્ષનો પુત્ર અને ત્રણ મહિનાની પુત્રી છે." નાના ભાઈ અને પત્ની વચ્ચે પ્રેમસંબંધ ઘણા સમયથી ચાલતો હતો.

એડિશનલ એસપી રાજેશ કુમારનું કહેવું છે કે સસરા શિવ બરન આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેના પર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ આત્મહત્યાના કેસમાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

જાણકારો કહે છે કે આ પ્રકારના પ્રેંમસંબંધોનો અંજામ ખરાબ જ આવે છે. કારણ કે આવેગમાં બંધાઇ તો જાય છે પરંતુ તેનો અંત કેવો આવશે તેનો વિચાર કર્યો ન હોવાથી અંતે આખા પરિવારે ભોગવવાનો વારો આવે છે. કારણ કે પરિવારનો લોકો સ્વીકારી લે તો પણ સમાજ સ્વીકારશે નહીં. એક તબક્કે સમાજની પરવા કર્યા વગર પણ આવા સંબંધો બંધાઇ જાય તો સંતાનોએ ભોગવવાનો વારો આવે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની આ યુનિવર્સિટીમાં 'મોદી તત્વ' (મોદી સિદ્ધાંત) ભણાવવા અંગે ચર્ચા કેમ શરૂ થઈ છે?

ગુજરાતની સૌથી જૂની અંગ્રેજી-માધ્યમ સરકારી યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSUB)એ તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર...
Gujarat 
ગુજરાતની આ યુનિવર્સિટીમાં 'મોદી તત્વ' (મોદી સિદ્ધાંત) ભણાવવા અંગે ચર્ચા કેમ શરૂ થઈ છે?

વહુ એવું કરતી કે કંટાળીને સાસુ-સસરાએ જીવન ટૂંકાવ્યું, પુત્ર પણ બચાવતો નહોતો

હરિયાણાના પાણીપતમાં પુત્રવધૂના પહેરવેશ અને મારમારીથી કંટાળીને સાસુ અને સસરાએ જીવન ટૂંકાવી લીધું. બંને તેને કપડાઓને લઈને ટોંકતા હતા, ...
National 
વહુ એવું કરતી કે કંટાળીને સાસુ-સસરાએ જીવન ટૂંકાવ્યું, પુત્ર પણ બચાવતો નહોતો

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’
Copyright (c) Khabarchhe All Rights Reserved.