બેંકે બહેન મરી ગઈ છે એની સાબિતી લાવવા કહ્યું, ભાઈ કબરમાંથી એનું કંકાલ લઈ આવ્યો, તડકામાં 3 Km ખુલ્લા પગે ચાલ્યો!

ઓડિશાથી નિયમોને જડતાથી વળગી રહેનારા બેન્કના અધિકારીઓનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યા છે. આ ઘટનાએ ગ્રામીણ ભારતમાં બેંકિંગ જાગૃતિ અને પ્રક્રિયાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ કિસ્સો કેઓંઝર જિલ્લામાં બન્યો. એક આદિવાસી વ્યક્તિ તેની મૃત બહેનનું હાડપિંજર બેંકમાં લઈને આવ્યો. ખાતાધારકનું પહેલાથી જ મૃત્યુ થઈ ગયું હોવાની જાણ કરવા છતાં, બેંકે પોતાના જડ નિયમોને વળગી રહીને તે માણસને ખાતાધારકને રૂબરૂ હાજર કરવાનું કહ્યું હતું.

આ ઘટના પટના બ્લોકમાં ઓડિશા ગ્રામીણ બેંકની માલિપોસી શાખામાં બની હતી. દિયાનાલી ગામના રહેવાસી જીતુ મુંડા (50) તરીકે ઓળખાયેલ આ વ્યક્તિ તેની સ્વર્ગસ્થ બહેનના ખાતામાંથી રૂ. 20,000 ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની બહેન, કાલરા મુંડા (56)નું 26 જાન્યુઆરી, 2026ના રોજ અવસાન થઇ ગયું હતું.

Man-Sisters-Skeleton4
zeenews.india.com

બેંકમાં ઘણી વખત આંટા ફેરા કર્યા હતા, આખરે હતાશ થઈને જીતુએ અત્યંત દુઃખદ પગલું ભર્યું હતું. જો કે આ પરિસ્થિતિની જાણ થતાં, પોલીસ બેંકમાં પહોંચી અને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કર્યો. પટના પોલીસ સ્ટેશનના IIC કિરણ પ્રસાદ સાહુના જણાવ્યા અનુસાર, જીતુ બેંકિંગના કોઈ પણ નિયમોથી અજાણ હતો.

હાડપિંજર બેંકમાં લઈ જનાર જીતુ મુંડેને કહ્યું, 'હું ઘણી વાર બેંકમાં ગયો હતો, અને ત્યાંના લોકોએ મને ખાતાધારકને મારી સાથે લાવવા કહ્યું. મેં તેમને કહ્યું હતું કે, તે મરી ગઈ છે, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં... તેથી મેં કબર ખોદી અને પુરાવા તરીકે તેનું હાડપિંજર બહાર કાઢીને લઇ આવ્યો.'

પોલીસે અહેવાલ આપ્યો કે, જીતુ એક આદિવાસી છે. તેની બહેનના ખાતામાં 20,000 રૂપિયા હતા. તે અપરિણીત હતી અને જીતુ સાથે જ રહેતી હતી. જ્યારે તેનું અવસાન થયું, ત્યારે તે પૈસા ઉપાડવા બેંકમાં ગયો. બેંક અધિકારીઓએ તેને ખાતાધારકને લાવવા કહ્યું. જીતુએ કહ્યું કે તેનું અવસાન થયું છે, પરંતુ તેઓએ તેનું મૃત્યુ પ્રમાણપત્ર અને વારસાના કાગળો માંગ્યા. જીતુ આદિવાસી હોવાથી, તેની પાસે તેની બહેનનું મૃત્યુ પ્રમાણપત્ર કે વારસાના કાગળો નહોતા.

જીતુ પરેશાન થઇ ગયો અને સ્મશાન ભૂમિ ગયો. અને તેણે ત્યાં તેની બહેનની કબર ખોદી, હાડપિંજર બહાર કાઢ્યું, તેને કપડામાં લપેટ્યું, અને બળબળતા તડકામાં 3 કિલોમીટર ચાલીને બેંક સુધી પહોંચ્યો. તે સીધો બેન્કની અંદર ગયો, હાડપિંજર અંદર મૂક્યું અને કપડા ખોલ્યા. બેંકમાં ભાગદોડ થઇ ગઈ. બેંક અધિકારીઓએ જીતુને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ના પાડી. અંતે, પોલીસને બોલાવવામાં આવી.

Man-Sisters-Skeleton2
indiatoday.in

પટણા પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ પ્રસાદ સાહુએ કહ્યું, 'જીતુ એક અભણ આદિવાસી વ્યક્તિ છે. તે જાણતો નથી કે કાયદેસર વારસદાર કે નોમિની કોણ છે. બેંક અધિકારીઓ તેને મૃતક ખાતાધારકના ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા સમજાવવામાં નિષ્ફળ ગયા.'

અધિકારીઓએ જીતુને ખાતરી આપી કે, તેઓ યોગ્ય કાનૂની પ્રક્રિયાઓ દ્વારા મૃતક ખાતાધારકના ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે. ઘટના પછી, પોલીસની હાજરીમાં સંપૂર્ણ સન્માન સાથે હાડપિંજરને ફરીથી દફનાવવામાં આવ્યું. બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) માનસ દંડપતે જણાવ્યું હતું કે, આ મામલો અગાઉ તેમના ધ્યાન પર લાવવામાં આવ્યો ન હતો. 'મને આજે જ આ વિશે ખબર પડી. અમે જોઈશું કે આ મુદ્દાને ઉકેલવા માટે શું કરી શકાય.' વહીવટીતંત્રે બેંક અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, વધુ વિલંબ કર્યા વિના જીતુને નિયમો અનુસાર પૈસા મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

5 રાજ્ય વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલમાં જાણો કોની બની રહી છે સરકાર

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ જાહેર થવા...
Politics 
5 રાજ્ય વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલમાં જાણો કોની બની રહી છે સરકાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.